સીધા વિષય પર જાઓSkip to content
અનાદિ શ્રી કૃષ્ણનારાયણAnadi Shree Krushnanarayan

Language · ભાષાભાષા

તમારી પસંદગી આ ઉપકરણ પર યાદ રહેશે.Your choice is remembered on this device.

કેવી રીતે ઇન્સ્ટોલ કરવું?How to install?
બધાં પ્રમાણAll proofs

પ્રમાણ 3Proof 3

મહારાજ રચિત મહાધર્મગ્રંથ શ્રીલક્ષ્મીનારાયણ સંહિતાનો મહિમા...The glory of the great dharma granth Shri Lakshminarayan Samhita, composed by Maharaj...

મહારાજ રચિત મહાધર્મગ્રંથ શ્રીલક્ષ્મીનારાયણ સંહિતાનો મહિમા...

પાનાંનું લખાણ

શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજે વિદ્વત્તાપૂર્ણ ગ્રંથો, સમીક્ષાત્મક ટીકાઓ તથા લાક્ષણિક કૃતિઓમાં પણ સર્વાધિક મહત્ત્વપૂર્ણ શ્રીલક્ષ્મીનારાયણ સંહિતા (શ્રીશ્વેતાયન સંહિતા) નામના કલ્યાણકારી મહાધર્મગ્રંથની રચના ૧,૨૬,૦૦૦ (એક લાખ છવ્વીસ હજાર) શ્લોકોમાં કરી છે.

આ મહાસંહિતામાં મહારાજે ભારતીય દર્શન, તત્ત્વજ્ઞાન, પરમાર્થચિંતન, વેદ, શાસ્ત્ર, ઉપનિષદ્ આદિ સમગ્ર ભારતીય જ્ઞાન-વિજ્ઞાનનું દોહન કરીને કૃતયુગ સંતાન, દ્વાપરયુગ સંતાન, ત્રોતાયુગ સંતાન તથા તિષ્યયુગ સંતાન નામના ચાર ખંડોમાં સમગ્ર ભારતીય ઈતિહાસ અને દર્શનને ગાગરમાં સાગર સમાન ભરી દીધું છે. મહાભારતનાં સંદર્ભમાં જે ઉક્તિ પ્રસિદ્ધ છે તે આ મહાસંહિતાના સંદર્ભમાં પણ કહી શકાય તેમ છે. ‘યાદિહાસ્તિક પદન્યત્ર, યન્નોહાસ્તિ ન કુત્રચિત્’ જે અહીં છે તે અન્યત્ર પણ છે અને જે અહીં નથી તે ક્યાંય પણ નથી. ભગવાન શ્રીકૃષ્ણદ્વૈપાયન વ્યાસના મહાભારત પછી આ ધરતીના સમસ્ત દેશોમાં આટલું શસક્ત અને વિશાળકાય મહાકાવ્ય બીજું અને બીજે ક્યાંય લખાયું નથી કે જેના છંદ, છંદમાં કાવ્ય કૌશલની સંપૂર્ણ ગરિમા, અપ્રતિમ માધુર્ય અને અર્થગાંભીર્ય શબ્દ અને પંક્તિઓમાં છલકાઈ રહ્યું હોય.

મહાભારત પછી શ્રીલક્ષ્મીનારાયણ સંહિતા એ અજોડ ઈતિહાસ છે. માટે જ વિદ્વાનોના મતે ચાર વેદ પછી પાંચમો વેદ મહાભારત પછી છઠ્ઠો વેદ એ શ્રીલક્ષ્મીનારાયણ સંહિતા છે.

મહારાજે એક જ દશકાના પાંચ જ વર્ષમાં લખેલી શ્રીલક્ષ્મીનારાયણ સંહિતા ભારતીય સંસ્કૃતિનું પાયાદાર પવિત્ર નવીન મહાભારત છે.

મહારાજે શ્રીલક્ષ્મીનારાયણ સંહિતા સર્વેને ઉપાસના માર્ગદર્શન માટે રચી છે, જે દેશી-વિદેશી જિજ્ઞાસુ વિદ્વાનોને તેમજ કથાકારોને પણ હજારો પ્રકારના જીવનદાન આપનારી છે. ભવિષ્યમાં શ્રીલક્ષ્મીનારાયણ સંહિતા પરથી અનેક પ્રકારના નાટકો, સિરિયલો તેમજ ધાર્મિક ફિલ્મો પણ અવશ્ય બનશે જ એ નિઃસંદેહ વાત છે. કારણ કે, સર્વપ્રકારના રસોથી ભરપૂર આ મહાન શાસ્ત્રમાં એવી અદ્ભૂત કરામત છે.

મહારાજે પ્રાચીન, અર્વાચીન, પારંપરિક વૃત્તાંતોને તાજા રાખવા માટે સારસ્વત ઐતિહાસિક સૃષ્ટિભરનો મહા ઈતિહાસ આપણને આ મહાન ગ્રંથ રૂપે આપ્યો છે માટે જ નોબલ પુરસ્કાર કમિટીએ પણ આ સંહિતાની પ્રશંસા કરી છે.

શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ રચિત ‘શ્રીલક્ષ્મીનારાયણ સંહિતા’ ભૂમિકા...

ડૉ.પંડિત મહેન્દ્રાચાર્ય (એમ.એ., ડી. લિટ્., પી.એચ.ડી., ડી.ફીલ.)

કાશી.

આ વિશાળ ગ્રંથ સંસ્કૃત પદ્ય ૧,૨૬,૦૦૦ શ્લોક સંખ્યામાં છે. સંહિતાનું તાત્પર્ય છે, પ્રાચીન-અર્વાચીન, દિવ્ય-લૌકિક તમામ ગમ્ય-ગમ્ય વિદ્યાઓનો સંગ્રહ જેમાં હોય, નવીન બધું જ હોય, ભવિષ્યના વૃતાંત્તો દિવ્યદૃષ્ટિથી સમાવેશિત હોય. કૃત સંતાન, ત્રેતાસંતાન, દ્વાપર સંતાન, તિષ્ય સંતાન ખંડોમાં લખાયેલ ગ્રંથ ખંડનામોથી જ ચતુર્યુગ વૃત્તાંત્તોથી પરિપૂર્ણ હોવું બતાવે છે. અનુપયુક્ત કોઈ પણ વાત નથી હોતી, બધી સુસંગત બોધદાયક ઉપયુક્ત હોય છે. વિશ્વવિદ્યાલયમાં જેટલા પ્રકારો ભણાવવામાં આવે છે, તેમાં જે કાંઈ સંકલિત રહે છે, બધી વાતો સંહિતામાં રહે છે. એક મહાવિદ્યાલય કે જગતનું વિદ્યાલય, સંહિતાના રૂપમાં મૂર્તિમાન થવાનું કથન અસંગત નથી.

વાઈસ ચાન્સેલર મહાવિદ્યાલયની મૂર્તિ છે. મહાવિદ્યાલય દેશના બધા વિદ્યાલયોની મૂર્તિ છે. વિદ્યાલયો બધાં ગામે-ગામની કળાઓની મૂર્તિઓ છે. દરેક કલાઓ યુગયુગાંતરોની મૂર્તિઓ છે, દરેક યુગ સૃષ્ટિઓની મૂર્તિઓ છે. પરંપરાથી સૃષ્ટિઓની મૂર્તિ સંહિતા છે. આથી સંહિતામાં કાંઈ પણ ના હોય એવું નથી હોતુ, એકમાં ન હોય તે અન્ય સંહિતામાં હોય છે. સમગ્ર સૃષ્ટિનો સમાવેશ સંહિતામાં છે, સંહિતાઓનો સમાવેશ સર્વજ્ઞ પુરૂષોમાં, યોગીજનોમાં હોય છે. સંહિતા યોગીજનના પ્રમાણથી પ્રમાણિક છે. સંહિતા પ્રમાણમાં વિદ્વાનોના હૃદય એકમેકથી પ્રમાણિત થઈ જાય છે. અગમ-નિગમ-પંચશાસ્ત્ર-ઈતિહાસ-પુરાણ- કૌલતંત્ર- શાર્ઙ્ગધર, ભાર્ગવ પાશુપત, બાર્હસ્પત્ય, ઔશનસ્, આથર્વણ, ધાનુષ્ક, ભૈષજ સાંગ્રામિક કલાકલાપ, ધર્મશાસ્ત્ર, તત્ત્વવિજ્ઞાન, ભૌતિક વિકાસ, જ્ઞાન-વિજ્ઞાન, સસ્યવિજ્ઞાન, શરીરવિજ્ઞાન વગેરે વગેરે સંહિતાઓ છે, તે એકઠી કે અલગ જ્યાં કયાંય હોય, સર્વ પ્રજાની શિક્ષા માટે ગુરૂમૂર્તિઓ રૂપ છે. વર્તમાન સમયમાં પણ તેવી સંહિતાની મૂર્તિ દિવ્યરૂપ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી સૌરાષ્ટ્રમાં વિદ્યમાન છે. તેઓ શ્વેતાયન વ્યાસ મૂર્તિ છે, તેમનામાં બધી વિદ્યાઓનો ખજાનો એકત્ર છે.

‘પરઃ સન્નિકર્ષઃ સંહિતા' ‘પદપ્રકૃતિઃ સંહિતા' (ઋ.પ્રતિશા ૨૮૧) પૂર્વ-પશ્ચિમનો સંબંધ થવો, અને પદોની પ્રકૃતિ સંહિતા હોય છે, તેનું કારણ તે છે કે સંહિતાથી જ પદ કરવામાં આવે છે, આથી સંહિતા પ્રકૃતિ કહેવાય છે, તેના વિકાર રૂપ પદ થાય છે, અથવા બીજી રીતે સંહિતાની પ્રકૃતિ પદ છે, સંહિતા વિકાર છે, તેનું કારણ એ છે કે પદજ હનન્ વિષય હોવાથી સંહિતા બને છે, આથી પદ પ્રકૃતિ છે, વિકાર સંહિતા છે. ‘પદપ્રકૃતિતિ સર્વચરણાના પાર્ષદાનિક' બધી શાખાઓની પરિષદમાં જે જે જેવી શાખામાં નિયત કરેલી હોય, તે પદ તે સંહિતાઓની પ્રકૃતિ ગણવામાં આવે છે. ત્યાં તેવી જરૂરત છે. પરંતુ સંહિતાને પ્રકૃતિ માનવું પદ પદ ને વિકૃતિ માનવું ઉત્તમ છે. કેમ કે વેદમંત્ર મંત્રદર્શી ઋષિની દ્ષ્ટિના વિષય સંહિતાથી પ્રગટ થાય છે, આથી મંત્ર શબ્દવિકાર છે, સંહિતા પ્રકૃતિ છે, સંહિત થયેલા શબ્દનું અધ્યયન-અધ્યાપન થાય છે, અને યજ્ઞ કર્મમાં પણ સંહિતા દ્વારા મંત્ર જોડવામાં આવે છે, આથી સંહિતા પ્રકૃતિ છે. તે પ્રમાણ સિદ્ધ છે. જો પદ જ પ્રકૃતિ હોત તો પદોથી જ મંત્ર કર્મમાં લગાવી દેવામાં આવત તો સંહિતાની જરૂર જ ન પડત, પરંતુ સંહિતાથી જ કર્મમાં મંત્ર નિયોગ થાય છે, આથી સંહિતા પ્રકૃતિ છે. સંહિતાના વર્ણમાં આકાંક્ષા વિષય સ્વરૂપે છે, ‘રામ' પદમાં ‘રા' ની સાથે ‘મ'ને આકાંક્ષા ‘રામ' પદ બોલનારની છે, આકાંક્ષાથી રા-મ બંને જોડાવાથી ‘રામ' પદ શબ્દ થયો ત્યારે દશરથ પુત્ર ‘રામ', રામચંદ્ર, બલરામ તથા પરશુરામ આદિ વક્તાની ઈચ્છા મુજબ સ્વીકૃત અર્થ થાય છે.

આ રીતથી વર્ણોનો શબ્દ, શબ્દોનું વાક્ય, વાક્યોના પ્રકરણ, પ્રકરણોનો ખંડ, તેના ગ્રંથ રૂપે સંહિતાઓ થાય છે. આથી સંહિતાઓ પ્રથમથી જ અર્થના અનુસંધાને સંપાદિત કરવામાં આવે છે. વાક્યરચનાઓની અનુક્રમણીકાઓ, પ્રગટ કરેલી પૂર્વાપરતાઓ અસંખ્ય બનાવવામાં આવે છે, છતાં પણ અર્થ પ્રમાણે શબ્દ વર્ણ આદિ તો અનાદિકાળથી આકાશાત્મક ચાલ્યા આવે છે. તે વેદ સંહિતાઓ તથા અન્ય સંહિતાઓ સંપાદિક કરેલી મનાય છે. તે ન્યાયથી ‘શ્રીલક્ષ્મીનારાયણ સંહિતા' પણ નિત્ય શ્રીનારાયણની જ્ઞાનમય અનાદિ સિદ્ધ જ શ્વેતાયન વ્યાસરૂપ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીએ સંપાદિક કરી છે. વેદ સમાન પ્રમાણ છે. વેદ, વૈદિક, વૃત્તાંત્તોથી ભરપૂર છે. નિર્મૂળ કરેલી, ગુપ્ત, આવિર્ભૂત-અનાવિર્ભૂત, પ્રચલિત-અપ્રચલિત, ભૂતકાલિન ભાવી વગેરે વગેરે વૃત્તાંત્તવાળી શ્વેતાયનીયસંહિતા વર્તમાન યુગમાં ભગવદ્ અંશાત્મક આચાર્ય શ્રેષ્ઠ સૃષ્ટિના ગુરૂ ભગવત્સ્વરૂપ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીએ ભગવદ્ બુદ્ધિથી ઉત્પન્ન વિજ્ઞાન ઉપાર્જીત કરીને આ જગત માટે ભગીરથ પ્રયત્ન કર્યો તે સ્તુત્ય છે, અભિનંદનીય છે.

આમા વિષયો - પરમાત્મા, તેમનું ધામ, તેમના મુક્ત, મુક્તિસ્થાન, શક્તિઓ, સામર્થ્ય, ઐશ્વર્ય, ચમત્કાર, પ્રાવિર્ભાવ, મહામાયામાં પ્રવેશ, માયા, માયિકત્વ, સાત્વિક્તા, મલિનતા, રાજસત્તા, તેમાં આત્માઓનું અસ્તિત્ત્વ, મહાપ્રલય, ઉત્તર સૃષ્ટિ ક્રમ, સગુણ ઈશ્વર, ઈશ્વરોના સ્થાન, વિભાગ, કક્ષાઓ, તત્ત્વોની કથાઓ, ઈશ્વરોના કામ, પ્રધાન, પુરૂષ, મહતત્ત્વ, ભૂમાપુરૂષ, ઈશ્વર, મહાવિષ્ણુ, હિરણ્યગર્ભ, વેરાજ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશોની કોટિઓ, તેમના ધામ, લોક, પાર્ષદ, શક્તિઓ, દેવીઓ, ઈશ્વરાણીઓ, લોકપાલ, દિક્પાલ, વૈકુંઠ, ગોલોક, અવ્યાકૃત, શ્વેતદ્ધિપ, બદરિકાશ્રમ, રુદ્રાસૃષ્ટિ, સનકાદિક સૃષ્ટિ, ઋષિ, મહર્ષિ, પિતૃસૃષ્ટિ, દેવસૃષ્ટિ, વ્યોમ સૃષ્ટિ, ગ્રહ, નક્ષત્ર, તારા, ધૂમકેતુ, તેમની દૃષ્ટિ, માર્ગ, છાયા, અસર-ઉત્પાત્ત, ભૌતિક સ્થિતિઓ, કાળ, સમય સૃષ્ટિઓ, મન્વંતર, ઈન્દ્ર, રાજા, પ્રજા, જ્ઞાતિઓ, તીર્થ, ખંડ, સતીઓ, ભક્તજન, ઉપાસનાઓ, જ્ઞાન-વિજ્ઞાન, ધર્મ, ભાગવત્ધર્મ, વ્યવહાર, ચમત્કારિક વૃત્તાંત્તો, તપશ્ચર્યાઓ, મંત્રાનુષ્ઠાન, યજ્ઞકાંડ, સંસ્કારકાંડ, શિક્ષણકાંડ, દંડ કાંડ, પૂજન-સન્માન, સમાધિઓ, સિદ્ધયોગી, મુનિ, સંત, વૈરાગી, પરોપકારી, દાની, સતીઓ, પ્રતિવ્રતાઓ, કન્યાધર્મ, પત્નીધર્મ, ગૃહધર્મ, આશ્રમ વર્ણ, શંકર આદિના ધર્મ, માનવતા કર્તવ્ય, સદ્ગુણ, યમ, નિયમ, ધારણા, ધ્યાન, મનન, સમાધિ, સ્થિતિ, વચનસિદ્ધિ, સંકલ્પસિદ્ધિ, સંકલ્પ સૃષ્ટિ, દૃષ્ટિસૃષ્ટિ, સ્પર્શસૃષ્ટિ, મૈથુનીસૃષ્ટિ, આવરદા, ધંધો, આજીવિકાઓ, કાશ્યપી પ્રજાઓ, દૈત્ય-દાનવ, રાક્ષસ, ભૂત, પ્રેત, પિશાચ, તામસ સૃષ્ટિઓ, કુલદેવીઓ, કુલ પર્વત, બ્રહ્મચર્યવ્રત, અવિદ્યાસૃષ્ટિ, અજ્ઞાન, તેના પર્વ, જ્ઞાનના પર્વ, કળાઓ, વિકાસ, ખેતી, વેપાર, દ્રવ્ય, ધાતુ, આવક-જાવક, સેવા, મા-બાપ, ગુરૂ-આચાર્ય, સંપ્રદાય, પરંપરાઓ, રત્ન, મૌક્તિક ઉપકરણ, શણગાર, સાહિત્ય, ગાયન, વાદન, સ્વર, વ્યંજન, વિવિધ ભાષાઓ, યુદ્ધ કળાઓ, ન્યાયાલય, ધર્મરાજ, ધર્મદૂત, દેવદૂત, રામદૂત, રુદ્રગણ, રોગ, અવસ્થાઓ, વારસાહક્ક, વંશ, વિવાહ, ઉત્સવ, વર્ષ, ઋતુઓ, પાક, ઔષધિઓ, ધન્વંતરિ શાસ્ત્ર, હયગ્રીવવિદ્યા, અશ્વિનીકુમાર રસાયન, પ્રવીણ, સમીકરણ, સમુદ્ર, દ્વીપ, રણ, આરણ્ય, નદીઓ, ખાણ, અખાત, વિશાળ વાહનો, શસ્ત્ર, સીમા, સામ્રાજય, અદૃશ્ય દેવતા, સૃષ્ટિ, અધર્મવંશ, અધ્યાત્મ વિદ્યાઓ, મૂર્તિઓ, પ્રતિમાઓ, પ્રતિષ્ઠાવિધિ, દેવાલય, કળા, સ્વર્ગ, નરક, તેના સાધનો, કર્મકાંડ, જ્ઞાનકાંડ, ભક્તિ કાંડ, વ્યાયામ, શીલકાંડ, મહાવ્રત, સ્વાધ્યાય, ઈશ્વર આરાધના, સકામ-નિષ્કામ, વિભાગ, નર-નારી, દાંમ્પત્ય, મહાકાળ, મહામૃત્યુ, ખંડપ્રલય, અસંખ્ય ખાણો, ઉધોગરીતીઓ, કાવ્ય મહોત્સવ, નૃત્યમહોત્સવ, પશુપુણ્ય મહોત્સવ, સિંહશિકાર પરાક્રમ, અદ્ભૂત, વસ્તુઓના પ્રદર્શનો, નાટક સમારોહ, કુંભ સ્નાન, ગ્રહણ સ્નાન સમારોહ, ઉપાલવ, તેની નિવૃત્તિઓ, જપ પદ્ધતિ, હવન, પારાયણ, મહાવિદ્યાલય, દૈવી ઈતિહાસો, દૈવી વાહન, દૈવી વૃક્ષ, દૈવી પુરુષોના આવિર્ભાવોના નિમિતે મહારણ સંગ્રામ, ભગવદ્ અવતારોના જીવન ઈતિહાસ, દેવ અસૂરોના સંગ્રામ, ઈનામ, નગર, ગ્રામાદિ નિર્માણમાપ, ભૂગોળ સ્થિતિઓ, યુગ પરિવર્તન, રિવાજ પરિવર્તન, રાજ્ય પરિવર્તન, મોક્ષરાજ્ય, ચાન્દ્રયણાદિ પ્રાયશ્ચિત શુદ્ધિઓ, કુમારદાન, પુણ્યક્ષેત્ર મહાત્મ્ય, શ્રાદ્ધતર્પણ વિદ્યાન, અગ્નિ આદિના ઈતિહાસ, કર્મ વિપાક, ભગવત્પરિચય, જ્યોતિર્વિજ્ઞાન, સ્વપ્નવિજ્ઞાન, શુકનવિજ્ઞાન, ગ્રામ્યઃ આરણ્યક પશુવિભાગ, ગણિકાદિક્ શુદ્ધિ, સામુદ્રિક પરિચય, ગણિતવિદ્યા, કાળમાપક્ષણાદિ વિજ્ઞાન, પરમાણું વિજ્ઞાન, તત્ત્વશક્તિઓનાં માપ, વાયુવિજ્ઞાન, યાંત્રિકવિજ્ઞાન, વિદ્યૃતવિજ્ઞાન, વારિધિવિજ્ઞાન, ધાતવીય ખાણવિજ્ઞાન, ભૂગર્ભ જળવિજ્ઞાન, સજીવબીજ વિજ્ઞાન, ખોરાક પોષણ વિજ્ઞાન, મહામાર્ગ વિજ્ઞાન, આકાશવાણી વિજ્ઞાન, પ્રતિબિંબ વિજ્ઞાન, પ્રયોગ વિજ્ઞાન, શસ્ત્ર વિજ્ઞાન, શાળા ગ્રામશિલાદિ વિજ્ઞાન, રેખા વિજ્ઞાન, અશ્વકસ્તિ શાસ્ત્ર, રસાયનતંત્ર, રતિશાસ્ત્ર, જડીબુટ્ટી વિજ્ઞાન, પ્રસૂતિ વિજ્ઞાન, પારો શાસ્ત્ર, તોલમાપ વિજ્ઞાન, શિલ્પ વિદ્યા, ભૈરવી ચક્ર ઉપાસના, યક્ષિણી સાધના, ઈન્દ્રજાળ પ્રદર્શન, અલંકાર વિસ્તાર, નાયિકા શાસ્ત્ર, જંતુશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, ભક્તાભગવત્ તાદાત્મ્ય શાસ્ત્ર, આચાર ઉપનયનવિધિ, દીક્ષાવિદ્યાન્, કુંડ મંડપ આદિ, સર્વતોભદ્રાદિ, ભક્તભક્તાનિકા ગાથા, શરણાગતિ પ્રપન્તિ મુદ્રાધારણ નારાયણ બલિ, આદિ તથા કળિ પ્રાંત, ધર્મ, કર્મ, હ્રાસ્ આદિ અનેક વિષયો અનાદિ સૃષ્ટિઓમાં ચાલ્યા આવે છે, તે સંહિતાઓમાં સંપાદિત કરવામાં આવે છે. આ તમામ વિષય શ્રીલક્ષ્મીનારાયણ સંહિતા શ્વેતાયન સંહિતામાં છે.

ઋગ્વેદ સંહિતા, કપિષ્કલકંઠ સંહિતા, તૈત્તિરીય સંહિતા, મૈત્રાયણી સંહિતા, હિરણ્ય કેશીય સંહિતા, પિતૃ સંહિતા, કાવ્યસંહીતા, માધ્યન્દિન સંહિતા, વાજસનેયી સંહિતા, યજુઃસંહિતા, જૈમિનીય સંહિતા, સામ સંહિતા, અથર્વ સંહિતા, અંગિરા સંહિતા, નારદીય સંહિતા, બૃહ્સ્પતિ સંહિતા, મધુસૂદન સંહિતા, યમ સંહિતા, શાંડિલ્ય સંહિતા, અષ્ટાવક્ર સંહિતા, શિવ સંહિતા, સૂત સંહિતા, ગોરક્ષ સંહિતા, ઘેરંડ સંહિતા, યાજ્ઞવલ્કય સંહિતા, ગર્ગ સંહિતા, બ્રહ્મ સંહિતા, અહિબુદ્ધન્ય સંહિતા, ઈશ્વર સંહિતા, જ્યાખ્ય સંહિતા, પાદ્મ સંહિતા, પરમેશ્વર સંહિતા, પૌષ્કર સંહિતા, બૃહદબ્રહ્મ સંહિતા, ભારદ્વાજ સંહિતા, વિષ્ણુ સંહિતા, સાત્વત્ સંહિતા, ધનુર્વેદ સંહિતા, સુષેણ સંહિતા, કાશ્યપ સંહિતા, ચરક સંહિતા, પારદ સંહિતા, ભેળ સંહિતા, વૈદ્યવિનોદ સંહિતા, શાર્કાંધર સંહિતા, સુશ્રુત સંહિતા, હારીત્ સંહિતા, કર્મ વિપાક સંહિતા, નારદ સંહિતા, વારાહી સંહિતા, ભૃગુ સંહિતા, લોમશ સંહિતા, વાશિષ્ઠ સંહિતા, લાટી સંહિતા, પુરાણ સંહિતા વગેરે સંહિતાઓમાં જુદાં જુદાં વિષયોનું વર્ણન કરવામાં આવ્યુ છે. આ તમામ સંહિતાના અંશો શ્રીલક્ષ્મીનારાયણ સંહિતામાં સુસંહિત છે. આથી સર્વમાં મૂર્ધન્ય છે. માટે શ્વેતાયનીય વ્યાસ સંહિતાએ માઉન્ટ એવરેસ્ટપણું બતાવી દીધુ છે. પોતાના સ્વરૂપે તેનો પરમ્ વિજય છે. ભારત સરકારના ઘરમાં આવા વિદ્વાન છે. તેનાથી ભારત સરકારનું મોટું ગૌરવ છે.

તા. ૨૮-૭-૭૫

- ડૉ.પંડિત મહેન્દ્રાચાર્ય...

The glory of the great dharma granth Shri Lakshminarayan Samhita, composed by Maharaj...

Text of the pages

Among his scholarly granths, critical commentaries and distinctive works, Shri Krushnavallabhacharyaji Maharaj composed, in 1,26,000 (one lakh twenty-six thousand) verses, the most important of them all: the beneficent great dharma granth named Shri Lakshminarayan Samhita (Shri Shwetayan Samhita).

In this Mahasamhita, Maharaj has distilled the whole of Indian knowledge and science, Indian philosophy, metaphysics, reflection on the highest truth, the Vedas, shastras, Upanishads and more, and in four khands named Krutayug Santan, Dwaparyug Santan, Tretayug Santan and Tishyayug Santan he has filled the whole of Indian history and philosophy like an ocean in a pitcher. The saying that is famous in the context of the Mahabharata can be said of this Mahasamhita as well: ‘Yadihastika padanyatra, yannohasti na kutrachit’, meaning that what is here is found elsewhere too, and what is not here is found nowhere. After the Mahabharata of Bhagwan Shri Krushnadwaipayan Vyas, no other epic so powerful and so vast has been written in any country on this earth, in which, in verse after verse, the full dignity of poetic skill, incomparable sweetness and depth of meaning overflow in its words and lines.

After the Mahabharata, the Shri Lakshminarayan Samhita is a matchless history. That is why, in the opinion of scholars, after the four Vedas the Mahabharata is the fifth Veda, and the Shri Lakshminarayan Samhita is the sixth Veda after the Mahabharata.

The Shri Lakshminarayan Samhita, which Maharaj wrote in just five years of a single decade, is the foundational, sacred new Mahabharata of Indian culture.

Maharaj composed the Shri Lakshminarayan Samhita to guide everyone in upasana. It gives thousands of kinds of new life to curious scholars at home and abroad, and to kathakars as well. That many kinds of plays, serials and religious films will certainly be made from the Shri Lakshminarayan Samhita in the future is beyond doubt, because this great shastra, filled with every kind of rasa, holds such wondrous artistry.

To keep ancient, modern and traditional accounts fresh, Maharaj has given us, in the form of this great granth, the great history of the entire world of Saraswati and of history. That is why even the Nobel Prize committee has praised this Samhita.

Introduction to the ‘Shri Lakshminarayan Samhita’, composed by Shri Krushnavallabhacharyaji Maharaj...

Dr. Pandit Mahendracharya (M.A., D.Litt., Ph.D., D.Phil.)

Kashi.

This vast granth is in Sanskrit verse, in 1,26,000 shlokas. The meaning of a Samhita is a collection of all the knowable branches of knowledge, ancient and modern, divine and worldly, in which everything is new and the events of the future are included through divine vision. The very names of the khandas in which the granth is written, Krut Santan, Treta Santan, Dvapar Santan and Tishya Santan, show that it is full of the accounts of the four yugas. Nothing in it is unfit; everything is coherent, instructive and useful. Whatever is taught in a university in all its kinds, whatever is gathered there, all of it is found in the Samhita. To say that a great university, a university of the world, has taken shape in the form of a Samhita is not unreasonable.

The Vice Chancellor is the embodiment of the university. The university is the embodiment of all the schools of the country. The schools are the embodiments of the arts of every village. Every art is the embodiment of ages upon ages, and every age is the embodiment of creations. By tradition, the Samhita is the embodiment of creations. So it is not that anything is missing in a Samhita; what is not in one is in another Samhita. The whole of creation is included in the Samhitas, and the Samhitas are included in all-knowing persons, in yogis. A Samhita is authoritative by the authority of yogis. In the authority of the Samhita the hearts of scholars become confirmed by one another. Agam, Nigam, the five shastras, itihasa, Purana, Kaulatantra, Sharngadhara, Bhargava, Pashupata, Barhaspatya, Aushanas, Atharvana, Dhanushka, Bhaishaja, the arts of war, dharmashastra, philosophy, material development, knowledge and science, plant science, body science and so on are Samhitas; whether gathered together or apart, wherever they may be, they are the guru-forms for the education of all people. In the present time too, the embodiment of such a Samhita, divine in form, Shri Krushnavallabhacharyaji, lives in Saurashtra. He is Shwetayan Vyasa in form; the treasure of all knowledge is gathered in him.

‘Paraḥ sannikarṣaḥ saṃhitā’, ‘Padaprakṛtiḥ saṃhitā’ (Rig Pratishakhya 281): the joining of what comes before and after, and the original form (prakriti) of the words, is the Samhita. The reason is that words are made from the Samhita, so the Samhita is called prakriti and the words are its modification (vikara); or, in another way, the prakriti of the Samhita is the word and the Samhita is the modification, because the Samhita is formed when the word alone becomes the subject of joining; so the word is prakriti and the Samhita is vikara. ‘Padaprakṛtiḥ sarvacaraṇānāṃ pārṣadānika’: in the council (parishad) of all the shakhas, whatever word is fixed in whichever shakha, that word is counted as the prakriti of those Samhitas. There that is needed. But it is better to take the Samhita as prakriti and the word as vikriti. Because the subject of the vision of the mantra-seeing rishi of the Vedamantra is revealed through the Samhita, therefore the mantra is a modification of words and the Samhita is prakriti; the word that has been joined into a Samhita is studied and taught, and in yajna karma too mantras are joined through the Samhita, so the Samhita is prakriti. That is proven. If the word alone were prakriti, mantras would have been put to use in karma through words alone and there would have been no need of a Samhita at all; but the mantra is assigned to karma only through the Samhita, so the Samhita is prakriti. In the letters of the Samhita, expectation (akanksha) is present as the subject: in the word ‘Ram’, the speaker of the word expects ‘ma’ with ‘ra’; by that expectation, when ra and ma are joined, the word ‘Ram’ is formed, and then, according to the wish of the speaker, it takes the accepted meaning: Dasharatha's son ‘Ram’, Ramchandra, Balaram or Parashuram.

In this way letters become a word, words become a sentence, sentences become chapters (prakaran), chapters become a section (khand), and in the form of such a granth Samhitas come into being. So Samhitas are compiled from the very beginning according to the meaning. Indexes of the compositions are made and countless previous-and-later connections are brought out; yet according to meaning, the words, letters and so on have come down from the beginningless time as of the nature of ether (akash). They are regarded as the compilers of the Veda Samhitas and the other Samhitas. By that same reasoning, the ‘Shri Lakshminarayan Samhita’ too, the ever-existing, knowledge-filled, beginningless, perfect Samhita of Shri Narayan, has been compiled by Shri Krushnavallabhacharyaji, Shwetayan Vyasa in form. It is authoritative like the Veda. It is full of Vedic accounts. The Shwetayaniya Samhita, with its accounts of what was uprooted, hidden, manifest and unmanifest, current and not current, past and future, and so on, has been brought forth in the present age by the best acharya, a partial incarnation (amsha) of Bhagwan, the guru of creation, Bhagwan himself in form, Shri Krushnavallabhacharyaji. He gained science born of Bhagwan's intelligence and made a Bhagirath effort for this world; that is praiseworthy and worthy of congratulation.

The subjects in it are: Paramatma, His dham, His muktas, places of liberation, powers, might, majesty, miracles, appearances (pravirbhav), entry into Mahamaya, maya, being of maya, sattvikta, impurity, rajas-power, the existence of souls in them, mahapralaya, the order of creation afterwards, saguna Ishwar, places of the Ishwars, divisions, ranks, stories of the tattvas, works of the Ishwars, pradhan, purush, mahattattva, bhumapurush, Ishwar, Mahavishnu, Hiranyagarbha, Viraj, Brahma, Vishnu, crores of Maheshs, their dhams, lokas, parshads, powers, devis, ishwaranis, lokpals, dikpals, Vaikuntha, Goloka, Avyakrut, Shwetadvip, Badarikashram, Rudra creation, Sanakadik creation, rishis, maharshis, pitru creation, deva creation, vyom creation, planets, nakshatras, stars, comets, their influence, paths, shadows, effects and upheavals, material conditions, time, creations of time, manvantaras, Indra, kings, subjects, castes, tirthas, khandas, satis, bhaktas, upasanas, knowledge and science, dharma, Bhagavata dharma, conduct, miraculous accounts, austerities, mantra rituals, yajna-kanda, sanskara-kanda, education-kanda, punishment-kanda, worship and honour, samadhis, siddha yogis, munis, sants, vairagis, benefactors, donors, satis, pativratas, duties of a daughter, of a wife, of the household, ashram and varna, the dharmas of Shankar and others, human duties, virtues, yama, niyama, dharana, dhyana, manan, samadhi, state, vachan-siddhi, sankalp-siddhi, sankalp creation, drishti creation, sparsh creation, maithuni creation, lifespan, trades, livelihoods, Kashyapi subjects, daitya-danav, rakshas, bhoot, pret, pishach, tamas creations, kuldevis, kul mountains, brahmacharya vow, avidya creation, ignorance, its parvas, the parvas of knowledge, arts, development, farming, trade, wealth, metals, income and expenditure, service, mother and father, guru and acharya, sampraday, traditions, jewels, pearl ornaments, adornment, literature, singing, playing, svara, vyanjan, various languages, arts of war, courts, Dharmaraj, dharmadoot, devadoot, ramdoot, rudra-gana, diseases, stages of life, inheritance, lineage, marriage, festivals, years, seasons, harvest, medicines, Dhanvantari shastra, Hayagriva vidya, Ashvinikumar chemistry, expertise, equations, oceans, islands, deserts, forests, rivers, mines, gulfs, huge vehicles, weapons, borders, empires, unseen devatas, creation, adharma lineages, adhyatma vidyas, murtis, pratimas, pratishtha rites, temples, art, heaven, hell, their means, karmakanda, jnanakanda, bhakti kanda, exercise, shilakanda, mahavrata, swadhyaya, worship of Ishwar, desire-driven and desireless (sakam-nishkam), divisions, man and woman, married life, Mahakal, great death, khand-pralaya, countless mines, methods of industry, kavya festival, dance festival, animal-merit festival, the valour of lion hunting, wonders, exhibitions of objects, drama gatherings, Kumbh bath, eclipse-bath gatherings, upalav, their ends, method of japa, havan, parayan, mahavidyalaya, divine histories, divine vehicles, divine trees, great battles on the manifestation of divine persons, histories of the lives of Bhagwan's avatars, battles of devas and asuras, rewards, building and measuring of towns and villages, geographical conditions, change of yuga, change of customs, change of kingdoms, moksha-rajya, expiations and purifications such as Chandrayana, kumardan, greatness of holy places, shraddha-tarpan rules, histories of Agni and others, the ripening of karma, knowledge of Bhagwan, astronomy, dream science, omen science, the division of village and forest animals, purification of courtesans and others, samudrik introduction, mathematics, science of measuring time in moments and so on, atomic science, measures of the elemental powers, air science, mechanical science, electrical science, ocean science, metal-mine science, underground-water science, living-seed science, food and nutrition science, great-road science, radio (akashvani) science, reflection science, experiment science, weapon science, science of schools, villages, stones and so on, line science, horse-and-elephant shastra, chemistry tantra, rati shastra, herb science, obstetrics, mercury shastra, weights and measures science, sculpture, Bhairavi chakra upasana, Yakshini sadhana, juggling displays, extension of ornament, nayika shastra, animal science, botany, the shastra of the oneness of bhakta and Bhagwan, conduct and upanayana rites, rules of initiation, kund and mandap and so on, sarvatobhadra and so on, accounts of bhaktas, sharanagati, prapatti, wearing of the mudra, Narayan bali and so on, and up to the end of Kali, dharma, karma, decline and many other subjects that have come down in the beginningless creations are compiled in the Samhitas. All these subjects are in the Shri Lakshminarayan Samhita, the Shwetayan Samhita.

Rigveda Samhita, Kapishthal-Katha Samhita, Taittiriya Samhita, Maitrayani Samhita, Hiranyakeshiya Samhita, Pitru Samhita, Kavya Samhita, Madhyandina Samhita, Vajasaneyi Samhita, Yajuh Samhita, Jaiminiya Samhita, Sama Samhita, Atharva Samhita, Angira Samhita, Naradiya Samhita, Brihaspati Samhita, Madhusudan Samhita, Yama Samhita, Shandilya Samhita, Ashtavakra Samhita, Shiva Samhita, Suta Samhita, Goraksha Samhita, Gheranda Samhita, Yajnavalkya Samhita, Garga Samhita, Brahma Samhita, Ahirbudhnya Samhita, Ishwar Samhita, Jayakhya Samhita, Padma Samhita, Parameshwar Samhita, Paushkar Samhita, Brihadbrahma Samhita, Bharadvaj Samhita, Vishnu Samhita, Satvat Samhita, Dhanurveda Samhita, Sushena Samhita, Kashyapa Samhita, Charaka Samhita, Parada Samhita, Bhela Samhita, Vaidyavinod Samhita, Sharngadhara Samhita, Sushruta Samhita, Harit Samhita, Karma Vipak Samhita, Narada Samhita, Varahi Samhita, Bhrigu Samhita, Lomasha Samhita, Vashishtha Samhita, Lati Samhita, Purana Samhita and others: in these Samhitas, different subjects have been described. The parts of all these Samhitas are well gathered in the Shri Lakshminarayan Samhita. So it is the foremost of all. Therefore the Shwetayaniya Vyasa Samhita has shown the Mount Everest-like height. In its own form it has supreme victory. Such a scholar in the house of the Government of India is a great pride for the Government of India.

Date: 28-7-75

- Dr. Pandit Mahendracharya...