પ્રમાણ 2Proof 2
મહારાજનો સંસ્કૃત વિદ્યાભ્યાસ તેમજ શાસ્ત્રોનો મહિમા...Maharaj's Sanskrit learning and the glory of his shastras...
પાનાંનું લખાણ
ભારતના પ્રસિદ્ધ વિદ્વાન, સર્વશાસ્ત્ર સંપન્ન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજે જગતના અને ભારતભરનાં ઉપકાર માટે ૫૭ જેટલા ગ્રંથો સંસ્કૃત-હિન્દી-ગુજરાતી આદિકમાં લખ્યાં છે.
ભારતના પરીક્ષા વિભાગમાં કેટલાક ગ્રંથો પ્રચલિત છે. ઇગ્લેન્ડ, જર્મની, ફ્રાન્સ, ઈટલી, અમેરિકા, જાપાન, સિલોન આદિના સંસ્કૃત વિભાગોમાં વિશ્વની પ્રસિદ્ધ લાયબ્રેરીઓમાં આ ગ્રંથો સ્વીકૃત છે. ઓક્સફર્ડ, કેમ્બ્રિજ આદિ યુનિવર્સિટીઓમાં કોઈને કોઈ ગ્રંથોએ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. બનારસ, કલકત્તા, નદીયા, અમૃતસર, પૂના, દ્રાવિડ, મદ્રાસ, વડોદરા આદિ વિદ્યા શિક્ષાની પરીક્ષા સંસ્થાઓમાં પણ ઘણાં ગ્રંથો માનપાત્ર થયા છે.
મહારાજના તમામ શાસ્ત્રો સમસ્ત જગત માટે અવશ્ય ઉપકારી નિવડે તેવા છે.
મહારાજના ગ્રંથોએ પ્રાચ્ય અને પાશ્ચાત્ય બંને સંસ્કૃતિની સમાન સેવા કરી છે. તેમજ રાષ્ટ્ર અને ધર્મની પણ સમાન સેવા કરી છે.
વિદ્વાનોને તો મહારાજના શાસ્ત્રોની યાદી જોતાં જ એમની શાસ્ત્રજ્ઞતા અને વિદ્યાપાસના માટે આદર ઉપજે છે.
ભારતના મનીષિઓ ભારતીય સંસ્કૃતિના જે ઉચ્ચ સંસ્કારો ઊગતી પેઢીઓમાં સિંચવા ઈચ્છતા હતા અને દેશાંતરને પણ આપવા ઈચ્છતા હતા તે જ વસ્તુ મહારાજના ગ્રંથોએ વિશ્વને તેમજ ભારતને આપી છે.
ભગવાન ધનવન્તરીએ જે કાર્ય આયુર્વેદ માટે કરેલ છે તથા અશ્વિનીકુમારોએ જે ઔષધીઓ ખોળી છે, તેવું રસપ્રદ અમર કામ જ્ઞાનૌષિધિઓની શોધ, મહારાજે સંસ્કૃત સાહિત્ય માટે સંપૂર્ણ કરેલી છે.
એમણે શાસ્ત્રોની નવી રચનાઓમાં વેદ વ્યાસનું તથા શંકરાચાર્યજીનું તથા રામાનુજાચાર્યજી જેવું અજોડ અદ્ભુત કાર્ય કરેલ છે.
મહારાજે અનેક રાષ્ટ્રીય માન-સન્માન પ્રાપ્ત કર્યા છે. અનેક પ્રાચીન ગ્રંથો પર ટીકાઓ લખીને સ્વામીશ્રીએ ખૂબ મોટું અને ચિરંજીવ સર્જન કાર્ય કર્યું છે. તર્ક, સાંખ્ય, યોગ, મીમાંસા, અને ન્યાયશાસ્ત્ર પર એમણે કરેલું કાર્ય સદાકાળ યાદગાર રહેશે. એમના પ્રયત્નોથી, અનેક વિષયો પર એમણે કરેલા કાર્યથી અનેક અભ્યાસીને સરળતા પ્રાપ્ત થઈ છે. જે ભારતીય સંસ્કૃતિ પર મહારાજનો મોટો ઉપકાર છે.
મહારાજના ઘણાં તાત્ત્વીક દાર્શનીક ગ્રંથો ભણીને ઘણાં વિદ્વાનો, સાધુઓ, સન્યાસીઓ, યતિઓ, આચાર્યો, મુનિઓ, જતિઓ, સાધ્વીજીઓ પણ નિજ નિજ સંપ્રદાયના ધર્માનુયાયિપણાંને ટકાવવા સમર્થ થયા છે.
મહારાજે પોતાના શાસ્ત્રો દ્વારા હિન્દુઓના આચાર ધર્મ, ભાગવત ધર્મ, શરણાગતિ ધર્મ, બ્રહ્મસંબંધ ધર્મ, શુદ્ધાદ્વૈત ધર્મ, પ્રેમ ધર્મ, ઉપાસનાધર્મ, ભક્તિ ધર્મ, સર્વાર્પણ ધર્મ, ગુરૂ ધર્મ, સેવા ધર્મ વગેરે હિન્દુ સમાજમાં પૂરેપૂરો પ્રવર્તાવ્યો કે જેની અત્યંત આવશ્યકતા હતી. હવે આનાથી અનેક માનવો સૈદ્ધાંતિત ઉપાસના વડે ગોલોક, વૈકુંઠ, કૈલાસ આદિક બ્રહ્મલોકની મુક્તિ મેળવશે.
મહારાજ રચિત સાહિત્ય ફક્ત સંસ્કૃતને જ નહિ, કિંતુ સર્વપ્રકારના વિદ્યાપ્રેમીઓને પ્રેરણા આપનારું છે. તેમની અનેક કૃતિઓ સર્વ પ્રકારના સાહિત્ય માટે પૂર્ણ નિર્દેશન અને માર્ગદર્શન પુરું પાડનારી છે.
ભારતીય સંસ્કૃત ભાષાને જીવતી રાખવા માટે મહારાજનો પ્રયત્ન ખૂબ જ સ્તુત્ય છે; તેમના રચિત શાસ્ત્રો દ્વારા રાષ્ટ્રીય સંસ્કૃતિની અવિચળ ઉપયોગીતા ખૂબ જ વધતી રહેશે.
વાતચીતમાં વખત જાય તે તેટલી ક્ષણ પુરતો ઉપયોગી થાય, પણ તે વખત લેખનમાં સાર્થક થાય તો ભવિષ્યમાં કરોડોને ઉપયોગી થાય. ગીતા અર્જુનને ઉપયોગી થઈ, પણ વ્યાસજીએ લખી તો વિશ્વને ઉપયોગી થઈ પડી છે. આમ ક્ષણનું મૂલ્ય સમજનારા મહારાજે જગતને ઉપયોગી એવા ગ્રંથો રચી આપ્યા છે.
મહારાજનાં વિદ્વતાપૂર્ણ શાસ્ત્રો પરથી ‘ધર્માચાર્ય જગદ્ગુરૂ શંકરાચાર્યજી મહારાજ તેમજ અનેક વિદ્વાન પંડિતોએ સ્વામીશ્રીને ‘શ્વેતાયન વ્યાસ’ માન્ય ગણ્યા છે.
Text of the pages
The renowned scholar of India, Shri Krushnavallabhacharyaji Maharaj, who is accomplished in all the shastras, has written some 57 granths in Sanskrit, Hindi, Gujarati and other languages, for the benefit of the world and of all of India.
Some of these granths are in use in the examination departments of India. They are accepted in the Sanskrit departments of England, Germany, France, Italy, America, Japan and Ceylon, and in the renowned libraries of the world. At universities such as Oxford and Cambridge, one granth or another has won renown. At examining institutions of learning and education such as Banaras, Calcutta, Nadia, Amritsar, Pune, Dravid, Madras and Baroda, many granths have also come to be held in honour.
All of Maharaj's shastras are certain to prove beneficial to the whole world.
Maharaj's granths have served Eastern and Western cultures alike. They have likewise served the nation and dharma alike.
For scholars, merely looking at the list of Maharaj's shastras awakens respect for his mastery of the shastras and his devotion to learning.
The very thing that the thinkers of India wished to instil in the rising generations as the high refinements of Indian culture, and wished to give to other countries as well, that very thing Maharaj's granths have given to the world and to India.
What Bhagwan Dhanvantari did for Ayurveda, and the herbs that the Ashwini Kumars discovered, that same engrossing and immortal work, the discovery of healing medicines of knowledge, Maharaj has accomplished for Sanskrit literature.
In the new compositions of shastras he has done matchless and wondrous work, like that of Ved Vyas, Shankaracharyaji and Ramanujacharyaji.
Maharaj has received many national honours and distinctions. By writing commentaries on many ancient granths, Swamishri has done very great and lasting creative work. The work he has done on logic, Sankhya, Yoga, Mimamsa and Nyayashastra will remain memorable for all time. Through his efforts, through the work he has done on many subjects, many students have gained ease. For this, Indian culture is greatly indebted to Maharaj.
By studying many of Maharaj's philosophical and doctrinal granths, many scholars, sadhus, sannyasis, yatis, acharyas, munis, jatis and sadhvijis have also become able to sustain the dharma-following of their own sampradays.
Through his shastras, Maharaj has fully established among the Hindu society the achar dharma, Bhagwat dharma, sharanagati dharma, Brahmasambandh dharma, Shuddhadvait dharma, prem dharma, upasana dharma, bhakti dharma, sarvarpan dharma, guru dharma, seva dharma and others of the Hindus, which were very much needed. Now, through doctrinally grounded upasana, many people will attain the liberation of the Brahmalokas such as Goloka, Vaikunth and Kailas.
The literature composed by Maharaj inspires not only Sanskrit but lovers of learning of every kind. Many of his works provide complete direction and guidance for literature of every kind.
Maharaj's effort to keep the Indian Sanskrit language alive is highly praiseworthy; through the shastras he has composed, the unshakable usefulness of national culture will keep growing.
Time spent in conversation is useful only for that moment, but if that time is made worthwhile in writing, it becomes useful to crores in the future. The Gita was useful to Arjun, but because Vyasji wrote it down, it has become useful to the whole world. In this way Maharaj, who understood the value of a moment, has composed granths that are useful to the world.
On the strength of Maharaj's scholarly shastras, the Dharmacharya Jagadguru Shankaracharyaji Maharaj and many learned pandits have recognised Swamishri as ‘Shwetayan Vyas’.
