પ્રમાણ 11Proof 11
હિન્દુ ધર્મના મુખ્ય 18 પુરાણોમાં બે પુરાણમાં વેદ વ્યાસજી રચિત મહારાજના બે શ્લોકોની વિગત...Two verses about Maharaj, composed by Ved Vyasji, in two of the 18 main Puranas of Hindu dharma...
વાયુપુરાણમ્
भविष्यति शिखायुक्तः श्वेतो नाम महामुनिः । भविष्यति तदा कल्पे कृष्णद्वैपायनो यदा...
૨૩-૧- ૫૨૩-૨૨૬
કૃષ્ણદ્વૈપાયન જે કલ્પમાં હશે તે કલ્પમાં હું શ્વેતાયન વ્યાસ થઈશ.
લિંગપુરાણમ્
भविष्यामि शिखायुक्तः श्वेतो नाम महामुनिः...
૨૪-૧૩
વિદ્યા સાથે સત્ક્રિયા સાથે તપ સાથે યોગ સાથે અધ્યાત્મવિદ્યા સાથે એવા વ્યાસજી તે અત્યારે શ્રી શ્વેતાયન વ્યાસજી અનાદિ શ્રીકૃષ્ણનારાયણ છે, સન્ એટલે પરબ્રહ્મ, તે સ્વરૂપે તારનારા માટે સન્ત શ્વેતાયન વ્યાસજી છે.
પાનાંનું લખાણ
શ્રીકૃષ્ણદ્વૈપાયન વ્યાસ સાથે શ્રીકૃષ્ણશ્વેતાયન વ્યાસની સરખામણી
(૧) પાંચ હજાર વર્ષ પહેલાં શ્રીકૃષ્ણદ્વૈપાયન વ્યાસજી થયાં, તેઓએ વેદનો વિભાગ કર્યો, ઉપનિષદોના સારરૂપ બ્રહ્મસૂત્ર રચ્યાં, શ્રીકૃષ્ણશ્વેતાયન વ્યાસજીએ વર્તમાન યુગમાં વેદોના સારરૂપ સંસ્કૃતમાં છ હજાર પાનામાં બ્રહ્મરસાયન ભાષ્ય, સવા બે હજાર સૂત્રો સહિત રચ્યું.
(૨) શ્રીકૃષ્ણદ્વૈપાયન વ્યાસજીએ મહાભારત તથા અઢાર પુરાણો રચ્યાં, શ્રીકૃષ્ણશ્વેતાયન વ્યાસજીએ વર્તમાન સમયમાં એક લાખ છવ્વીસ હજાર શ્લોકોમાં બહું મોટો બ્રહ્મલોક, ઈશ્વરલોક, દેવર્ષિ પિતૃમાનવાદિ લોક તથા દરેક યુગોની સૃષ્ટિઓનાં મહાસાગર સમાન શ્રીલક્ષ્મીનારાયણ સંહિતા નામનો મહાગ્રંથ બહું મોટો ઈતિહાસ સંસ્કૃતમાં રચ્યો, જેમાં બીજા પણ અવતાર ચરિત્ર, જયોતિષ ચક્ર, દેવાલય સ્વરૂપ, પ્રતિષ્ઠાવિધિ, યજ્ઞોના સ્વરૂપો, વ્રતોના વિધાન, તીર્થોના વિધાન, સૃષ્ટિનો ક્રમ, નીતિઓ, ગીતાઓ, પાભવ્રત, ચમત્કાર, યોગ, વિજ્ઞાન, સમાધિ આદિના અંગભૂત, ભગવદ્ ભક્તિ નો વિસ્તાર મૂર્તિમાન રૂપમાં સાક્ષાત વિલસિત છે. બીજા પણ સંસ્કૃત આદિ ભાષામાં ૫૫ ગ્રંથો લખ્યા છે.
(૩) શ્રીકૃષ્ણદ્વૈપાયન વ્યાસજીએ ‘પાતંજલ યોગ સૂત્રો' પર ‘યોગભાષ્ય' લખ્યું છે. શ્રીકૃષ્ણશ્વેતાયન વ્યાસજીએ વર્તમાન સમયમાં શ્રીકૃષ્ણવલ્લભાચાર્ય ભાષ્ય લખ્યું છે.
(૪) શ્રીકૃષ્ણદ્વૈપાયન વ્યાસજીએ કેટલાંય શિષ્યોને જુદાં જુદાં વિષયો ભણાવ્યાં હતાં, શ્રીકૃષ્ણશ્વેતાયન વ્યાસજીએ કાશીજીમાં તથા અન્ય સ્થળોમાં પણ કેટલાંય શિષ્યોને પુરાણ ન્યાય વૈશેષિક વેદાન્ત, મીમાંસા, સાંખ્યયોગ, સાહિત્ય, અલંકાર આદિ શાસ્ત્રો ભણાવ્યાં છે. વર્તમાન સમયે કેટલાંય વિદ્વાનો શ્રીકૃષ્ણશ્વેતાયનજીના શિષ્યો અધ્યાપકો છે, પ્રવક્તાઓ છે, કથાકાર પણ છે. શિષ્યો પ્રથમ દ્વિતીય, તૃતીય, ચતુર્થ આશ્રમી વૈષ્ણવ મંત્ર, કંઠી ધારણ, સ્નાન, સંધ્યા, ગાયત્રી નામ જપ, હોમ, સ્વાધ્યાય, પૂજા, ધર્મકાર્ય, વગેરે વ્રતમાં વિદ્યમાન છે. તેઓ શ્રીકૃષ્ણશ્વેતાયન વ્યાસ લિખિત ગ્રંથોનો સ્તોત્રપાઠ કરે છે.
(૫) શ્રીકૃષ્ણદ્વૈપાયન વ્યાસજી શ્રીકાશીજીમાં ગંગાજીના સામા કીનારે બદ્રીવનમાં વિરાજતા હતા. વર્તમાન સમયમાં પણ ત્યાં વિદ્વાન લોકો દર્શનાર્થે જાય છે. ચોમાસાના સમયે તે સ્થાન ગંગાજીના પૂરથી ભરાઇ જાય છે. શ્રીકૃષ્ણશ્વેતાયન વ્યાસજી ગંગાજીના આ કીનારે શ્રીનાગેશ્વર મહાદેવજીના તીર્થરૂપ શ્રીનાગેશ્વર મઢમાં ૧૫ વર્ષ સુધી વિરાજમાન રહ્યાં પછી સૌરાષ્ટ્રમાં ગીરનાર પર્વતની પશ્ચિમ તળેટીમાં વસેલા જૂનાગઢ નગરના શ્રીસ્વામિનારાયણ મંદિરમાં પોતાના નિવાસસ્થાને વિરાજતા હતા.
(૬) શ્રીકૃષ્ણદ્વૈપાયન વ્યાસજી પરમ ભાગવત્ વૈષ્ણવ હતા, ભક્તિ કરતા કરાવતા હતા, યુધિષ્ઠિર આદિના પણ ઉપદૃષ્ટા હતા. શ્રીકૃષ્ણશ્વેતાયન વ્યાસજી વર્તમાન સમયમાં સમગ્ર ભારતમાં જાહેર પ્રવચનો દ્વારા સંસ્કૃત, હિન્દી, ગુજરાતી આદિ ભાષાઓમાં ઉપદેશ આપી રહ્યાં છે. ૧૦૮ થી વધુ પારાયણ કરીને કેટલાંય મુમુક્ષુઓને વૈષ્ણવ બનાવ્યા, બનાવે છે, સ્વયં સદા ગ્રંથ લેખન તથા ભક્તિમાં નિર્મગ્ન રહે છે.
(૭) શ્રીકૃષ્ણદ્વૈપાયન વ્યાસજીના ૫૦૦૦ વર્ષ વીત્યા પછી વર્તમાનમાં બહું ભારે જીવનપર્યંત લેખક મહાકવિ તત્ત્વવિજ્ઞાની, બધી વિદ્યાઓમાં તથા આદ્યાત્મિક ચમત્કારોમાં પ્રગલ્ભ આ શ્રીકૃષ્ણશ્વેતાયન વ્યાસજી થયા છે. પૂર્વ વ્યાસજીની જેમ વર્તમાન વ્યાસજી બધા દેશોમાં તેમજ કુંકાવાવમાં મૂર્તિમાન તથા શાસ્ત્રવિદ્યાઓમાં તથા શિષ્ય હૃદયમાં પૂજાય છે. તેમની જન્મજયંતી મહોત્સવ ધામધૂમથી ભક્ત સમૂદાયોમાં થાય છે. (સંવત ૧૯૬૧ આસો વદ-૮, પ્રાતઃકાળે સૂર્યોદય પૂર્વે પ્રાગટ્ય)
(૮) શ્રીકૃષ્ણદ્વૈપાયન વ્યાસજીની જેમ શ્રીકૃષ્ણશ્વેતાયન વ્યાસજીની કલમ સતત રાત-દિવસ ભારતીય તત્ત્વ દર્શન પર ચાલતી જ રહી છે.
(૯) શ્રીગૌતમ મુનિએ ન્યાયશાસ્ત્ર તથા શ્રીપ્રણાદમુનિએ વૈશેષીક શાસ્ત્ર રચ્યું. આ શાસ્ત્રો પર વાત્સ્યાયન આદિ ભાષ્ય, વાર્તિક તાત્પર્ય ટીકાઓ, ઋષિ, મહર્ષિ, વિદ્વાનોએ રચી છે. તે સિવાય સ્વતંત્ર ન્યાય લીલાવતી ચિંતામણી, ન્યાય સિદ્ધાંત મુક્તાવલી, ન્યાય કુસુમાંજલિ, આદિ વિશાળકાય અતિ ગહન ગ્રંથો પણ મોટાં મોટાં શ્રીવલ્લભાચાર્યજી, શ્રીગંગેશોપાધ્યાય, શ્રીવિશ્વનાથ ન્યાય પંચાનન, શ્રીઉદયનાચાર્ય આદિ એ લખ્યાં છે. તેના પર દીક્ષિત માથુરી પ્રકાશ, ગાંદાધરી, જાગદીશી, દિનકરી, પ્રભા, કિરણાવલી, આદિ આદિ ગહન ટીકાઓ પણ લખવામાં આવી છે, તે બધાં વિભાગોની પરીક્ષામાં છે. તેના ક્રોડપત્ર પણ વિદ્વાનોએ લખ્યાં છે. આ બધા પ્રાચીન, નવીન ન્યાય વૈશેષિક, શાસ્ત્રોમાં આચાર્ય સુધીના અભ્યાસમાં કાશી ક્વિન્સ કોલેજમાં ફર્સ્ટ ડિવિઝન ફર્સ્ટ નંબરે પાસ કરીને વર્તમાન વ્યાસજી શ્રીકૃષ્ણશ્વેતાયનજીએ કેટલાંય વિદ્યાર્થીઓને ભણાવ્યા છે, તથા ભણાવવામાં ઉપયોગી કિરણાવલી કિરણ આદિ ટીકાઓ તથા મૂળ મહાગ્રંથ તત્ત્વપ્રભાવલી, પ્રમાત્વ વિમર્શ, ખ્યાતિ વિમર્શ, નીતિ વિમર્શ, પ્રામાણ્ય પ્રમાણ રચના, આદિ આદિ ન્યાયશાસ્ત્ર પર રચ્યાં છે. જે પરીક્ષા ઉપયોગી વિદ્યાર્થી સમયપયોગી પંડિત ઉપયોગી ભણવા ભણાવવામાં ઉપકારક તમામ સંસ્કૃત વિભાગોમાં ઉપર્યુક્ત પ્રસિદ્ધ બની ગયા છે. આ વર્તમાન વ્યાસજીની કિરણાવલી અને બધા શાસ્ત્રોની ટીકાઓ મુક્ત કંઠથી પંડિતો દ્વારા પ્રસંશા પાત્ર થઈ રહી છે.
(૧૦) કપિલજીની જેમ સાંખ્યશાસ્ત્ર પર વિશેષ સાંખ્ય વિચારનું ભાષ્ય, વિજ્ઞાનભિક્ષુની જેમ તત્ત્વચિંતન સભર સાંખ્યકારિકાઓનું પોતાનું ભાષ્ય તથા કિરણાવલી તથા પતંજલિના યોગદર્શન પર પોતાનું ભાષ્ય તથા ભોજવૃત્તિ પર કિરણ તથા માકર ભાષ્ય પર પણ કિરણ તથા મીમાંસાના અર્થસંગ્રહ પર વિશાળ કિરણાવલી તથા અંગત્વ આદિની સંશુદ્ધિ તથા યજ્ઞીય પ્રકરણોનો પરિચય તથા સર્વે પદાર્થોનું સાકારત્વ વિમર્શ પણ વર્તમાન વ્યાસજીએ ખૂબ ખૂબ લખ્યું છે. જે વિદ્યાધ્યયનના કેન્દ્રોમાં પ્રચલિત છે, પ્રસિદ્ધ પણ છે.
(૧૧) શ્રીકૃષ્ણદ્વૈપાયન વ્યાસજીના વેદાંતદર્શનની જેમ શ્રીકૃષ્ણશ્વેતાયન વ્યાસજીએ શ્રીસ્વામિનારાયણ દર્શનશાસ્ત્ર સસૂત્ર સકલ્યાણી વૃત્તિક સાતમું દર્શન શાસ્ત્ર રચ્યું છે, તેમાં સર્વ દર્શનતત્ત્વોના પૂર્વ-ઉત્તર પક્ષ સિદ્ધાંત આદિ વિવેચિત કર્યાં છે.
(૧૨) શ્રીરામાનુજ સંપ્રદાયનો ગ્રંથ યતિન્દ્રદીપિકા સમાન શ્રીસ્વામિનારાયણ વેદાન્તસાર તથા વિશિષ્ટદ્વૈતેયિ, વિશિષ્ટ બ્રહ્માદ્વૈતત્વ ગ્રંથ તથા તત્ત્વમુક્તાકલાપ પર કિરણાવલી વિશાળ ટીકા તથા તત્ત્વમુક્તાકલાપનો ટીકા ગ્રંથ ‘તત્ત્વપ્રભાવલી' વિશિષ્ટ ન્યાય શાસ્ત્રરૂપે રચવામાં આવ્યો છે. શ્રીકૃષ્ણશ્વેતાયન વ્યાસનું દાર્શનિક, શાબ્દિક, આનુમાનિક, વૈજ્ઞાનિક મોટાં મોટાં ઉપયોગી વાદ આ ગ્રંથોમાં આવ્યા છે. અતિ ગહન તત્ત્વજ્ઞાન આ ગ્રંથોમાં છે.
(૧૩) શ્રીરામાનુજાચાર્ય, શ્રીમધ્વાચાર્ય, શ્રીવલ્લભાચાર્ય, શ્રીનિમ્બાર્કાચાર્ય, શ્રીસ્વામિનારાયણાચાર્ય, આદિ આદિ વૈષ્ણવઆચાર્યોએ તથા અવતારોની પોતાની કૃ તિઓ પરબ્રહ્મ પુરૂષોત્તમની દિવ્યમૂર્તિ બ્રહ્મલોકમાં છે. એજ ભૂમિ પર શ્રીકૃષ્ણ, શ્રીરામ, શ્રીકપિલ, શ્રીદત્તાત્રેય, શ્રીહરિકૃષ્ણ, શ્રીસનકાદિક, આદિ આદિ આવેલા છે. અહીં છે એ જ ત્યાં છે, ત્યાં અહીં એક છે, દિવ્ય છે, પરિમંડલનું દર્શન, દર્શન કરનારાની દૃષ્ટિથી અલગ હોય છે, તે ‘સત્સંગભાષ્ય શ્રીહરિસ્વરૂપ નિર્ણય' પર ઘણી યુક્તિઓ તથા વિવિધ વિપ્રતિપત્તિઓથી શ્રીકૃષ્ણશ્વેતાયન વ્યાસજીએ સિદ્ધ કર્યું છે.
(૧૪) સર્વ દર્શનોના લક્ષ્યમાં ભ્રાંતિ સ્થળે ઉંડો વિચાર કર્યો છે, તે ખ્યાતિવાદ એક નવી પદ્ધતિનો ગ્રંથ છે, તેના પર ૩૩ ખ્યાતિઓનો એક નવો જ ગ્રંથ શ્રીકૃષ્ણશ્વેતાયન વ્યાસજીએ બનાવ્યો છે. જે નૈયાયિક, વેદાંતીઓનો મુખ્ય વિષય છે.
(૧૫) બીજા અન્ય પણ સાંપ્રદાયિક કેટલાંક ગ્રંથો પદ્યોમાં તથા ગદ્યોમાં પણ શ્રીકૃષ્ણશ્વેતાયન વ્યાસજીએ બનાવ્યા છે.
(૧૬) શબ્દ બે કે વધુ અક્ષરોના પદ બોલતી વખતે બીજો, ત્રીજો અક્ષર બોલવાની ક્ષણે પહેલો, બીજો અક્ષર ગાયબ થઈ જાય છે. ઉચ્ચારણ પણ ભિન્ન સ્થાનોથી થાય છે, આથી કોઈપણ શબ્દ એક ક્ષણમાં, એક અધિકરણમાં એક સ્વરૂપે બની શક્તો જ નથી. આ પૂર્વ પક્ષ પર એક જ સ્વરૂપ શબ્દ હોવાથી સિદ્ધ વિષયક શ્રીકૃષ્ણશ્વેતાયન વ્યાસજીએ બહું સારો વિચાર કર્યો છે. ભરત નામના પદમાં ભ,ર,ત, ત્રણ ક્ષણમાં એક એક લય પ્રાપ્ત કરે છે, પરંતુ બ્રહ્મ એક છે, વિમર્શ, વિજ્ઞાને એક નિત્યજ્ઞાન છે, તે બિંદુ એક છે, તે નાદ એક છે તે ધ્વનિ એક છે, વ્યાપક છે, નિત્ય છે, તેની સૂક્ષ્મસ્થૂળ કનિષ્ઠ, મધ્યમ, શ્રેષ્ઠ અવસ્થાઓ સ્થાન, ઉત્પાદક, પ્રયોજક, પ્રેરક વેગ, ટકરાવ, નિમિત્ત વગેરે જુદા પદાર્થ સ્થૂળના યોગથી જ કંદપ્રાણનો ધ્વનિ, બે હોઠના પ્રાણના સ્ફોટથી ભ, એજ મૂર્ધાના યોગથી ર, એજ દાંતોના યોગથી ત, શ્રવણભેદની અવસ્થા સહિત ગ્રહણ થાય છે, શબ્દ તે કંઠમાં ધ્વનિથી ન સંભળાયો, તે જ ભ,ર,ત, અવસ્થાઓમાં સંભળાય છે. આવી રીતે એક જ ધ્વનિના બાવન કે તેનાથી વધુ અવસ્થાઓની ગણતરીથી વ્યવહારમાં જુદાં જુદાં શબ્દશાસ્ત્ર, શબ્દવ્યૂહ, લગાડેલા હોવાથી સમાધાન એક બ્રહ્મવાદરૂપ, એક શબ્દવાદમાં સમન્વિત યુક્તિપૂર્વક છે. શબ્દબ્રહ્મણિ નિષ્ણાંતઃ પરં બ્રહ્માદિગચ્છતિ આ ઉમદા વિચાર શ્રીકૃષ્ણશ્વેતાયન વ્યાસજીએ કયાંક કયાંક કર્યો છે.
આ ભારતીય વિદ્વાન શ્રીકૃષ્ણશ્વેતાયન વ્યાસ અવતાર જગતને પૂર્વે આપેલી વિદ્યાને તાજી કરવા માટે જ પ્રગટ્યા છે. એક માણસ ભણીને આટલું વિશાળ કાર્ય નથી કરી શક્તો, જેટલું શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી સ્વરૂપે શ્રીકૃષ્ણશ્વેતાયન વ્યાસજીએ કર્યું છે, આથી ભગવાન છે.
શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજમાં ભગવાનપણાના અનેક ગુણ, ઐશ્વર્ય, ચરિત્રો તેમજ ચિન્હો જોઈને શ્રીહધિશરણાગતિ મંડળ નામનો અનેક ભક્તોનો બહુ મોટો સમુદાય તેમને શ્રીશ્વેતાયન વ્યાસરૂપમાં સ્વયં અનંત જીવાત્માઓનું આત્યંતિક કલ્યાણ કરનારા પરમધામના અધિપતિ અનાદિશ્રીકૃષ્ણનારાયણ માની તેમની શરણાગતિ સ્વીકારી તેમની જ ઉપાસના સેવા-પૂજા, ભક્તિ કરી પવિત્ર રીતે ધર્મ-નિયમમાં જીવન વ્યતિત કરી આ લોક તેમજ પરલોકમાં મહાસુખિયા થઈ રહ્યા છે.
ડૉ. મનુભાઈ શાહ (એમ.એ., પીએચ.ડી., ડી.ફીલ.)...
કુંકાવાવ, સૌરાષ્ટ્ર, ગુજરાત.
અનેરા આનંદની વાત...
શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજે સ્વયં ગ્રંથ રચનાનાં શ્રીગણેશ વિદ્યાભૂમિ કાશીમાં સંસ્કૃત વિદ્યાભ્યાસ કરતાં કરતાં જ ૨૮ વર્ષની નાની ઉંમરે ઈ.સ. ૧૯૩૦ની સાલમાં સૌ પ્રથમ ન્યાયસિદ્ધાંત મુકતાવલીની કિરણાવલી નામક વિદ્વત્તાપૂર્ણ ગ્રંથથી કર્યા. ત્યારબાદ પોતાના જીવનનાં અંતિમ ૮૧માં વર્ષ સુધી સતત ૫૩ વર્ષ સુધી લોકકલ્યાણાર્થે ક્રમશઃ દર વર્ષે નૂતન અદ્ભૂત કલ્યાણકારી ગ્રંથોની રચના કરી, તેનું પ્રકાશન કરી ભારતમાં સંસ્કૃત સાહિત્યની બહુ મોટી આવશ્યક ભેટ આપી છે.
શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજે જીવનમાં શાસ્ત્રરચનાનાં કાર્યની સાથે સાથે કથાપારાયણ, સત્સંગ પ્રચારાર્થે અનેક શહેર, ગામડાંઓમાં વિચરણ કરવું અને રૂબરૂ મળવા આવતા અનેક ભક્તોનાં પ્રશ્નોનાં સમાધાન કરવા તેમનાં દુઃખો દૂર કરી સુખી કરવા, દરરોજ નિયમથી અનેક મંત્રજાપ, માળા કરવી વગેરે અનેક કાર્યોમાં ખૂબ જ વ્યસ્ત હોવા છતાં સમય કાઢી દરરોજ સ્વબુદ્ધિથી નૂતન શાસ્ત્રનાં આશરે એક હજારથી પણ વધારે પેઈજ પણ લખતાં. ક્યારેક તો રાત્રે નિંદ્રાનો ત્યાગ કરી આખી રાત એક જ આસને બેસી પોતાનાં બંને હાથે શાસ્ત્ર માટે ક્રમબદ્ધ શ્લોકો લખતાં હોય એવા દર્શન મહારાજનાં અનેક શિષ્યો-ભક્તોએ સાક્ષાત્ નજરે નિહાળેલા છે.
Vayu Purana
भविष्यति शिखायुक्तः श्वेतो नाम महामुनिः । भविष्यति तदा कल्पे कृष्णद्वैपायनो यदा...
23-1- 523-226
In the kalpa in which Krushnadwaipayan will be, in that kalpa I will become Shwetayan Vyas.
Linga Purana
भविष्यामि शिखायुक्तः श्वेतो नाम महामुनिः...
24-13
Vyasji, who is with vidya, with sat-kriya, with tapas, with yoga and with adhyatma-vidya, is today Shri Shwetayan Vyasji, Anadi Shri Krushnanarayan. ‘San’ means Parabrahm; because he saves in that form, Shwetayan Vyasji is a ‘Sant’.
Text of the pages
A Comparison of Shri Krushnashwetayan Vyas with Shri Krushnadwaipayan Vyas
(1) Five thousand years ago Shri Krushnadwaipayan Vyasji lived; he divided the Vedas and composed the Brahmasutras, the essence of the Upanishads. Shri Krushnashwetayan Vyasji, in the present age, has composed in Sanskrit, in six thousand pages, the Brahmarasayana Bhashya, the essence of the Vedas, with two and a quarter thousand sutras.
(2) Shri Krushnadwaipayan Vyasji composed the Mahabharata and the eighteen Puranas; Shri Krushnashwetayan Vyasji, in the present time, in one lakh twenty-six thousand shlokas, has composed in Sanskrit a very great history, the mahagranth called Shri Lakshminarayan Samhita, which is like an ocean of the very great Brahmalok, Ishwarlok, the worlds of the devarshis, the pitrus and humans, and the creations of every yuga. In it, other avatar charitras, the astrological cycle, the form of temples, the rites of installation, the forms of yajnas, the rules of vows, the rules of pilgrimages, the order of creation, ethics, gitas, pabhavrata, miracles, yoga, science, samadhi and the like as its parts, and the expanse of devotion to Bhagwan, shine forth in embodied form. He has also written 55 other granths in Sanskrit and other languages.
(3) Shri Krushnadwaipayan Vyasji wrote the ‘Yogabhashya’ on the ‘Patanjala Yoga Sutras’. Shri Krushnashwetayan Vyasji, in the present time, has written the Shri Krushnavallabhacharya Bhashya.
(4) Shri Krushnadwaipayan Vyasji taught many disciples different subjects; Shri Krushnashwetayan Vyasji, in Kashiji and in other places too, has taught many disciples the Puranas, Nyaya, Vaisheshika, Vedanta, Mimamsa, Sankhya-Yoga, literature, poetics and other shastras. At present many scholars are disciples of Shri Krushnashwetayanji, and are teachers, speakers and kathakars too. The disciples of the first, second, third and fourth ashram are established in the Vaishnav mantra, the wearing of the kanthi, bathing, sandhya, the chanting of the Gayatri and the Name, havan, svadhyaya, puja, dharmic duties and other vows. They recite as stotras the granths written by Shri Krushnashwetayan Vyas.
(5) Shri Krushnadwaipayan Vyasji lived in Badrivan, on the opposite bank of the Ganga at Shri Kashiji. Even now scholars go there for darshan. In the monsoon that place is filled by the flood of the Ganga. Shri Krushnashwetayan Vyasji, on this bank of the Ganga, lived for 15 years in Shri Nageshwar Madh, a holy place of Shri Nageshwar Mahadevji, and then lived in his residence in the Shri Swaminarayan Mandir of the city of Junagadh, which lies in Saurashtra at the western foot of the Girnar mountain.
(6) Shri Krushnadwaipayan Vyasji was a supreme Bhagwat Vaishnav; he practised bhakti and led others to it, and he was also an adviser of Yudhishthir and others. Shri Krushnashwetayan Vyasji, at present, through public discourses all over India, is giving teachings in Sanskrit, Hindi, Gujarati and other languages. Through more than 108 parayans he made, and makes, many seekers of liberation into Vaishnavs; he himself is always absorbed in writing granths and in bhakti.
(7) After 5000 years since Shri Krushnadwaipayan Vyasji, in the present age this Shri Krushnashwetayan Vyasji has come, a very great lifelong writer, mahakavi and philosopher-scientist, confident in all branches of knowledge and in spiritual wonders. Like the earlier Vyasji, the present Vyasji is worshipped in all countries and in Kunkavav in embodied form, in the shastra-vidyas and in the hearts of his disciples. His birth anniversary festival is celebrated with great splendour among communities of devotees. (Samvat 1961, Aso Vad 8, manifestation in the early morning before sunrise)
(8) Like Shri Krushnadwaipayan Vyasji, the pen of Shri Krushnashwetayan Vyasji has kept moving continuously, night and day, on Indian philosophy (darshan).
(9) Shri Gautam Muni composed the Nyaya Shastra and Shri Pranadmuni the Vaisheshika Shastra. On these shastras bhashyas such as that of Vatsyayana, and vartika and tatparya commentaries, have been composed by rishis, maharshis and scholars. Besides these, independent, vast and very profound granths such as Nyaya Lilavati, Chintamani, Nyaya Siddhanta Muktavali and Nyaya Kusumanjali have been written by great ones such as Shri Vallabhacharyaji, Shri Gangeshopadhyaya, Shri Vishwanath Nyaya Panchanan and Shri Udayanacharya. Profound commentaries on them, such as Dikshit Mathuri Prakash, Gadadhari, Jagadishi, Dinakari, Prabha, Kiranavali and others, have also been written; they are in the examinations of all these branches. Krodapatras on them have also been written by scholars. Having passed in all these ancient and new Nyaya-Vaisheshika shastras, up to the Acharya level, at Kashi Queen’s College with first division, first rank, the present Vyasji, Shri Krushnashwetayanji, has taught many students, and has composed commentaries such as Kiranavali and Kirana that are useful for teaching, and original mahagranths such as Tattvaprabhavali, Pramatva Vimarsha, Khyati Vimarsha, Niti Vimarsha and Pramanya Pramana on Nyaya Shastra. These, useful for examinations, for students, for the pandits of the time, helpful in study and teaching, have become famous in all the Sanskrit departments mentioned above. The Kiranavali of the present Vyasji and his commentaries on all the shastras are being praised wholeheartedly by pandits.
(10) Like Kapilji, a special bhashya on Sankhya thought on the Sankhya Shastra; like Vijnanabhikshu, his own bhashya on the Sankhyakarikas, full of philosophical reflection, and a Kiranavali; his own bhashya on Patanjali’s Yoga Darshan, a Kirana on the Bhojavritti and a Kirana on the Makara Bhashya too; a vast Kiranavali on the Arthasangraha of Mimamsa, the purification of angatva and other topics, an introduction to the yajnic prakaranas, and the Sakaratva Vimarsha of all padarthas: the present Vyasji has written very much. These are current in the centres of study and are also famous.
(11) Like the Vedanta Darshan of Shri Krushnadwaipayan Vyasji, Shri Krushnashwetayan Vyasji has composed the Shri Swaminarayan Darshan Shastra, with sutras and with the Kalyani Vritti, the seventh darshan shastra, in which he has examined the purva-paksha and uttara-paksha, the siddhanta and so on, of all the darshan tattvas.
(12) A granth of the Shri Ramanuj Sampraday, like the Yatindradipika: the Shri Swaminarayan Vedantasara, and the Vishishtadvaiteyi, the granth Vishishta Brahmadvaitatva, a vast Kiranavali commentary on the Tattvamuktakalapa, and the commentary granth on the Tattvamuktakalapa, ‘Tattvaprabhavali’, have been composed as a distinctive Nyaya shastra. In these granths come the great and useful arguments of Shri Krushnashwetayan Vyas: philosophical, verbal, inferential and scientific. Very profound tattvajnan is in these granths.
(13) The works of the Vaishnav acharyas and avatars such as Shri Ramanujacharya, Shri Madhvacharya, Shri Vallabhacharya, Shri Nimbarkacharya and Shri Swaminarayanacharya: the divine murti of Parabrahma Purushottam is in Brahmalok. On that very land have come Shri Krushna, Shri Ram, Shri Kapil, Shri Dattatreya, Shri Harikrushna, Shri Sanakadik and others. What is here is there, what is there is here, one, divine; the sight of the parimandal differs according to the vision of the one who sees it: this Shri Krushnashwetayan Vyasji has established with many arguments and various vipratipattis on the ‘Satsangbhashya Shri Harisvarupa Nirnaya’.
(14) In the target of all the darshans, he has thought deeply about the place of delusion; Khyativad is a granth of a new method; on it Shri Krushnashwetayan Vyasji has made a completely new granth of 33 khyatis, which is the main subject of the Naiyayikas and Vedantis.
(15) Some other sampradayik granths too, in verse and in prose, have been made by Shri Krushnashwetayan Vyasji.
(16) When a word of two or more letters is spoken, at the moment of speaking the second and third letter, the first and second letter vanish. The pronunciation also takes place from different places; therefore no word can come to exist as one form in one moment in one adhikarana. On this purva-paksha, Shri Krushnashwetayan Vyasji has thought very well about the established subject, that the word is of one form. In the word Bharat, the letters Bh, r, t each reach dissolution in three moments; but Brahma is one, vimarsha and vijnan are one eternal knowledge, that bindu is one, that nada is one, that dhvani is one, pervasive, eternal; its subtle and gross, lowest, middle and highest states, place, producer, instigator, impelling force, collision, cause and so on are different things; through the union of the gross, the sound of the kanda-prana, Bh from the burst of the breath of the two lips, from the same through union with the palate r, from the same through union with the teeth t, is grasped along with the state of the difference of hearing; the word that was not heard as sound in the throat is heard in those states Bh, r, t. In this way, by counting fifty-two or more states of one single sound, the different shabdashastra and shabdavyuha applied in practice, the resolution is in the form of one Brahmavada, harmonised with reasoning in one Shabdavada. ‘Shabdabrahmani nishnatah param brahmadhigacchati’: this noble thought Shri Krushnashwetayan Vyasji has expressed here and there.
This Indian scholar Shri Krushnashwetayan Vyas has appeared as an avatar only to renew the knowledge given earlier to the world. One person, having studied, cannot do such vast work as Shri Krushnashwetayan Vyasji has done in the form of Shri Krushnavallabhacharyaji; therefore he is Bhagwan.
Seeing in Shri Krushnavallabhacharyaji Maharaj the many virtues, divine powers, charitras and signs of Bhagwan-hood, a very large community of devotees named Shri Hari Sharanagati Mandal, regarding him in the form of Shri Shwetayan Vyas as himself Anadi Shri Krushnanarayan, the Lord of the Paramdham, who brings the ultimate welfare of countless souls, have taken refuge in him, worship and serve him, do bhakti, and spend their lives in a pure way in dharma and niyams, and are becoming supremely happy in this world and in the next.
Dr. Manubhai Shah (M.A., Ph.D., D.Phil.)...
Kunkavav, Saurashtra, Gujarat.
A Matter of Rare Joy...
Shri Krushnavallabhacharyaji Maharaj himself began the writing of granths at the age of only 28, in 1930 CE, while studying Sanskrit in the land of learning, Kashi, first with the scholarly granth called Kiranavali on Nyayasiddhanta Muktavali. After that, until the last, 81st year of his life, for 53 continuous years, for the welfare of the people, he composed new, wonderful and beneficial granths every year in succession, and by publishing them has given a very great and necessary gift to Sanskrit literature in India.
Along with the work of composing shastras, Shri Krushnavallabhacharyaji Maharaj was extremely busy throughout his life with many works: travelling to many cities and villages for katha-parayan and the spread of satsang, resolving the questions of the many devotees who came to meet him in person, removing their sufferings and making them happy, daily chanting of many mantras and mala with regularity; even so, he took out time and wrote, from his own intelligence, more than a thousand pages of new shastra every day. Sometimes, giving up sleep at night, sitting in one asan the whole night, he would write with both his hands sequential shlokas for the shastra: this sight has been seen with their own eyes by many disciples and devotees of Maharaj.
