પ્રમાણ 12Proof 12
શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજની ભવિષ્યવાણી...The prophecy of Shri Krushnavallabhacharyaji Maharaj...
પાનાંનું લખાણ
શ્રી શ્વેતાયન સ્મૃતિ શાસ્ત્રમાં મહારાજે સ્વહસ્તે લખેલ કળિયુગના અંતની વાત અને ભગવાન કલ્કી વિશે વાત...
पालनीया प्रयत्नेन रहस्यं भक्तिसेवनम्।
करोतु मंगलं वोऽत्र ओं नमो हरये नमः॥६०॥
કલિમાં ૧૦૦ વર્ષનું આયુષ્ય છે, પણ ઘસારો થતાં થતાં સોળ વર્ષમાં વૃદ્ધતાં નો અંત આવશે, બાર વર્ષમાં યુવતાનો અંત આવશે, પાંચમે વર્ષે બાળકતાનો અંત આવશે, આ પ્રમાણે કલિમાં આવરદાનો અંત ટુંકાણમાં ગણાશે, શાસ્ત્રો નહિ રહે, આવરદાનો કાળ પણ ટુંકો થશે, શાસ્ત્રો અને વિવાહ પધ્ધતિઓ તથા દેવાલયો ધીરે ધીરે નાબુદ થશે, ગ્રામો અને માનવભાવનાઓ અસ્તવ્યસ્ત થશે, સાંસલાઓની પેઠે ભેખડમાં ઓથમાં ઢુંવામાં બખોલમાં ગુફામાં માનવો રહેવા લાગશે, નદીઓ વેંતપાણીની રહેશે, માનવો એક હાથ માત્ર ઉંચાઇમાં જ રહેશે, ગૌ પશુઓ ગોંઠણથી નીચા રહેશે, શ્રી હરિના નામ ભક્તિ વડે કલિમાં માનવો તરશે, માનવોનો પશુધર્મ પળાશે, અરણ્ય વનની ચીજો ખાઇને નભશે, ઘોર કલિને છેડે અનેક ઉત્પાતો થશે, વાનરોની પેઠે ઝુંટવી લઇને ખાઇ જાશે, દેડકાં કુદકે તેમ વરસાદ કુદકા મારતો ક્યાંઇ ક્યાંઇ પડશે, દાણાના વાવેતરબંધ થશે, બીડ અને ઝાડી થઇ જશે, પાંદડા ખાઇને જીવશે, આવા કલિમાં ધર્મ ગરઢો થઇ જશે, પૃથ્વી દુઃખી દુઃખી થઇ ગલઢી થાશે, પછી શ્રીકૃષ્ણ નારાયણ પોતે જ કલ્કિ સ્વરૂપ સત્યુગ સ્થાપવાકલિને કાઢવા પ્રગટશે, ભગવાનના વાયુના સ્પર્શ વડે ભૂતશુધ્ધિ માનવશુધ્ધિ આત્મશુધ્ધિ થશે, ધર્મનું જીવન ઉદભવશે, બધી શુધ્ધિઓ ધીરે ધીરે થશે, અનાદિ શ્રીકૃષ્ણનારાયણ હું પોતે કલ્કિરૂપે બધી વ્યવસ્થા પૂર્વક સત્યુગ સ્થાપી ને અદૃશ્યપણાને પામીશ, આ ધર્મસ્મૃતિ મેં શ્વેતાયન વ્યાસે અનાદિ શ્રીકૃષ્ણનારાયણ સંતરૂપે સ્વયં લખી છે, સ્વારાજયયુગાનુંસાર કલિકાલ ના માનવોમાં હિતકારી એવી આ ધર્મપ્રણાલીઓ સાવધાનતાથી પાળવી, તેનું રહસ્ય તો ભગવંદભક્તિ, ભગવત્સેવા સંત સમાગમ સત્સંગ શુધ્ધિ તત્વજ્ઞાન અને મોક્ષમાં જવાય એ છે, તે આ સ્મૃતિ તમારું મંગળ કરો, ૐ પરબ્રહ્મને શ્રીહરિ ને નમો નમઃ
इति श्रीश्वैतायतनीयव्यासस्मृतौ दानधर्मकलिनिसर्गनामा त्रयोदशोऽध्यायः ॥१३॥
શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા શાસ્ત્રમાં મહારાજે સ્વહસ્તે લખેલ કળિયુગના અંતની વાત અને ભગવાન કલ્કી વિશે વાત...
ભાગ ૧ · અધ્યાય - ૨૧૫
કળીયુગના અધર્મોનું વર્ણન
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, હવે દ્વાપરયુગને અંતે કળિયુગના ધર્મો અને રીતની કથા કહું. ચોરી, હિંસા, ખોટું બોલવું, સ્વાર્થ, અશુદ્ધિ વગેરે દોષો વધારે દેખાશે. તૃષ્ણા, લોભ, દાન લેનારા થોડા, પુષ્પવાળા, જુગાર, દારૂ, માંસનું સેવન, નરનારીઓને પરસ્પર મૈથુનનો નિયમ નહીં રહે. કળીયુગનો સુવર્ણમાં, ખોટું બોલવામાં, વેર, કામનામાં, રજોગુણમાં આ પાંચમાં વધારે વાસ રહેશે. ગાય, વિપ્ર, બાળકની હત્યા કરનારા થશે, ધનવાળો હશે તે શ્રેષ્ટ ગણાશે, કેશ અને વેશભૂષા વધશે, સાધુઓ દંભી થશે, સ્ત્રીઓ સ્વેચ્છાએ લગ્ન કરશે, અલ્પવસ્ત્રવાળી થશે. ગાયો બકરા જેવી થશે, ઔષધીઓ ખળ જેવી થશે, વૃષ્ટિ ઓછી થશે, સત્ય, તપ, ધન, દયા, કળીયુગમાં રહેશે નહીં. સર્વભક્ષી, સર્વભોગ્ય, સર્વવ્યસનોમાં રચ્યાપચ્યા રહેશે, નિદ્રા, આળસ, રાગ, દ્વેષ વધશે, શોક, મોહ, ભય, દીનપણું વધશે. રાજાઓ પ્રજારક્ષણ નહીં કરે, સાધુ ગૃહસ્થી થશે, વ્રતહીન થશે, જનો ઈચ્છા પ્રમાણે ફરનારા થશે, ખળ પુરુષો સતી-સાધ્વી પતિવ્રતાનું રક્ષણ નહીં કરે, ઈચ્છા પ્રમાણે રતિ-વિષયો ભોગવશે, રાજાઓ ચાંડાલ સમાન આચારવાળા થશે, પ્રજા નાસ્તિક થશે, પરસ્પર સ્નેહ વિનાના થશે, પશુ જેવું જીવન જીવશે, વિપ્રો શુદ્રો જેવા થશે, યોગી જ્ઞાની સિદ્ધ સ્થિતિવાળો કોઇ નજરમાં નહીં આવે, વિપ્રો કથાને વેચનારા થશે, કળીમાં દારૂ અમૃતસમાન મનાશે. કથા કરશે, સાંભળશે, પણ પાલન નહીં કરે. કથા શ્રવણ માત્ર પુરતી રહેશે. તીર્થમાં સ્નાન કરશે, વાસ કરશે પણ વ્રત નહીં કરે, કળીમાં મન સ્થિર નહીં રહેવાથી પરમાત્માનું ધ્યાન ઓછું થશે.
ભાગ ૧ · અધ્યાય - ૨૧૬
કળીયુગના પાંચ હજાર વર્ષ પછીની પરિસ્થિતી
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, કળીયુગના પાંચ હજાર વર્ષ જાય ત્યારે ગંગા નદી વગેરે મહાન તીર્થ શ્રીહરિના ધામમાં વાસ કરે છે. શાલિગ્રામ શ્રીહરિની જગન્નાથ મૂર્તિ, તે તીર્થ પણ લય થાય છે. દીક્ષામંત્ર, દેવવિધિ શ્રાદ્ધ તર્પણ, સાત્વિક કર્મો, દાનપુણ્ય સર્વે નષ્ટ થશે. શ્રીહરિના નામ ગુણ-કિર્તન પૂજા વગેરે શ્રીહરિ પાસે ધામમાં રહેશે. સ્ત્રી-પુરુષોમાં ભેદ નહીં રહે. જનોનું જીવન પશુ સમાન બની જશે. વિદ્યાની વાત સાંભળવા નહીં મળે. ઉત્તમ પુરુષો શુદ્રોના સેવકો થશે. વિપ્રો કર્મહીન થશે. વૃક્ષો ફળ વિનાના, ગાયો દૂધ વિનાની થશે, દંપતી પ્રજાશૂન્ય થશે, વાવ, કૂવા, તળાવ, પાણીરહિત થશે, નાચનારીઓ પૂજ્યપણાને પામશે, તપસ્વીઓ ગુપ્ત પાપ કરતા હશે, પત્ની, સાસુ, પુત્રવધુ, દીકરી, બહેન સંપત્તિ વગેરે નિયમો નહીં રહે, સર્વ ભોગી માનવો થશે, પતિ-પત્ની શબ્દ નહીં રહે, સધવા-વિધવા ભેદ નહીં રહે, વેષભૂષા નરનારીના સમાન થશે, શઠ-લુચ્ચા, દંભી, કપટી તેનું બળ વધશે, ગૃહ સરખા થઇ જશે, વનબગીચા, ગામ, નેહડા સર્વે એક થઇ જશે, ખાટલો, ખુરસી, ખાંડણિયો, કોઠી, પાણિયારું એક થશે, મનુષ્ય પશુ-પક્ષીનું જીવન એક થશે, આજ્ઞા ઉપદેશનો વિધિ નહીં રહે, અને કળિયુગને અંતે ગામ શહેર નહીં રહે, વૃક્ષ નીચે નદીના કોતર, બખોલ, ખાડામાં વાસ કરશે, ફરીથી સત્યુગથી શરૂઆત થશે ત્યારે શ્રીહરિના યોગથી સર્વજીવો બ્રહ્મશક્તિથી યુક્ત થશે અને ધર્મ-કર્મવાળા સાત્વિક મનુષ્યો થશે.
ભાગ ૪ · અધ્યાય - ૧૦૩, ૧૦૪
દ્વાપરયુગ, ત્રેતાયુગ, સત્યુગ અને કળીયુગની સ્થિતિનું વર્ણન
નરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, કળીયુગમાં કાળ, બળ બધે પ્રવર્તી જશે. દેવતાઓનું દૈવત મંદ, ઋષિઓનું તપ ઐશ્વર્ય મંદ, સતીનું સતીત્વ મંદ, યોગિની શક્તિ મંદ, ઇશ્વરોનું તેજ મંદ, બ્રાહ્મણોનું તેજ વિલિન થશે. મંત્રોનું બળ શિથિલ, જપ, તપ, યજ્ઞ, વ્રત તેના ફળ ઓછા થઇ જાશે. તિર્થો નષ્ટ થશે. સાધુના સદ્ગુણ ઓછા થશે. જ્ઞાનનું ફળ શાંતિ નહિ મળે. કળીયુગમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ પણ ઓછા કામ આપશે. બધે આશા તૃષ્ણા રહેશે. દીક્ષા-ભિક્ષા, શીક્ષા, નષ્ટ થશે. સ્વાર્થપરાયણતા, વ્યવહારમાં કયાંય પરોપકાર, સત્યવાણી બોલનારા ભાગ્યે જ હશે. સંપમાં સત્કાર્યમાં પાછળ રહેશે. કથા સાંભળનારા ઓછા થશે. માનતા વધશે, ભક્તિ ઓછી થશે, ગ્રહણ બધું કરશે પણ ત્યાગ ઓછું કરશે, અસત્પુરુષોનું સન્માન થશે, સત્પુરુષોનો અનાદર થશે, ઇન્દ્રિયોનું રંજન, કુટુંબમાં ઉદ્વેગ, નિંદ્રા ઓછી, સ્વપ્ન વધારે, વૈદ્યો વધશે. ધુમ્રપાન, ગાલીવાદ વધશે, કેશ કબરી વાળની જ શોભા રહેશે. શિક્ષામાં નાટ્ય શાળા વધશે. આગગાડીમાં મુસાફરી કરી સત્વહીન ભોજન કરનારા, લોહી વેચનારા, પશુ જેવા થશે. મનમાં બીજું, કહેવામાં બીજુ, નરનારીઓ ચિત્ર- વિચિત્ર કપડાં પહેરવાથી ભાન રહિત ઓળખાશે નહીં. રાત્રી-દિવસ કામકાજ કરવા છતાં પુરી ધન પ્રાપ્તિ નહીં થાય.
કળીયુગમાં હજારો દોષ હોવા છતાં એક ગુણ મહાન છે, તે ભગવાનના નામ-કિર્તનથી મોક્ષ મળશે, ભગવાનનું પ્રસાદીનું જલ અને ભગવાનનું સ્મરણ મોક્ષ આપનારું થશે. જેવા તેવા પણ ભગવા વસ્ત્રવાળા સાધુ, જીવાત્માનું કલ્યાણ કરશે, કારણ કે તે કૃષ્ણને ખોળે બેઠેલા હશે, ઘર-કુટુંબ, ગામ, ખેતર, સ્ત્રી બધું ભગવાનને અર્પણ કર્યું હશે, પોતાનો દેહ પણ ભગવાનને અર્પણ કર્યો હશે માટે કળીયુગમાં શરીરનો આચાર-અશુદ્ધ હોવા છતાં શ્રીહરિના સંતને શરણે જવાથી પાપીનો પણ ઉદ્ધાર થશે.
શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, કળીયુગને અંતે નદી-તળાવ, સરોવર, તિર્થો નહીં રહે. મંદિરો નહીં રહે ત્યારે ભગવા વસ્ત્ર ધારણ કરનારા સાધુના દર્શનથી, સ્પર્શથી, જમાડવાથી, સેવાથી, ચરણરજથી પગ ધોઇ પાણી પીવાથી, મન વાણી, શરીરથી સેવા કરનારા, મનુષ્યો શુદ્ધ થશે. અનાદિશ્રીકૃષ્ણનારાયણના સંતોનો આશ્રય કરવાથી, સેવા કરવાથી તથા અનાદિશ્રીકૃષ્ણનારાયણનું નામ-કિર્તન કરવાથી મોક્ષ થશે. આ સરળ ઉપાય હશે.
ભાગ ૪ · અધ્યાય - ૧૦૭, ૧૦૮
કળીયુગના અંતે સત્યુગની સ્થાપના માટે શ્રીહરિનું પ્રાગટ્ય
શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, કળીયુગમાં કોઇ ઠંડા પાણીએ સ્નાન નહીં કરે. ગરમ પાણીથી કોક સ્નાન કરશે. ત્યાગીમાં ભસ્મ સ્નાન રહેશે. મુખ ધોયું એટલે શુદ્ધિ, દેવપૂજામાં પાણી, આચમનમાં ચા, પ્રભુને નૈવેદ્ય માનસી, ચૂલામાં અગ્નિ તે યજ્ઞ, મહિને કે વર્ષે શ્રીફળ ધરે એટલે નૈવેદ્ય થશે. પ્રભુને દંડવત, નમસ્કાર, જયનાદ, સ્તૂતિ બંધ થશે. સાયંપૂજા બગીચામાં - નાટકમાં થશે, મળત્યાગ પછી સ્નાન બંધ થશે, પાણીથી હાથ પગની શુદ્ધિ થશે, પ્રાયશ્ચિત બંધ થશે, સૂર્યપવનથી શુદ્ધિ થશે. સૂતક નહીં રહે. જન્મ-મરણમાં વ્રતનો ત્યાગ થશે, વ્યસનોનું સન્માન થશે, એકટાણું જમવાનું નહિ થશે, એક પત્નીવ્રત નહીં થશે. ગમે તે વસ્તુને અડવામાં સ્પર્શદોષ ગણશે જ નહીં. મદ્યમાંસને અશુદ્ધિ નહીં ગણે. લસણ-ડુંગળી પવિત્ર ગણાશે. રાત્રે યંત્રો ચાલુ રહેશે. સૂર્યોદય પછી જાગશે. દેવકર્મ, પિતૃકર્મ, ધર્મકર્મ બધું બંધ થશે. તે સમયે સેવા, અર્પણ, ભક્તિ, ધ્યાન, દાન, કિર્તન અને અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન આ છ સાધનોથી મોક્ષ થશે.
બદ્રીશ્વરીએ પૂછ્યું : હે પ્રભુ, કળીયુગ પુરો થયા પછી કેવી સ્થિતિ રહેશે ? નરનારાયણ ભગવાને કહ્યું : કળીયુગને અંતે સત્યુગના ધર્મસ્થાપન માટે મારે અવતાર ધારણ કરવો પડશે. ત્યારે તું લક્ષ્મી તલવાર રૂપે થઇશ. નર અશ્વરૂપે થશે. ત્યારે ધર્મપુત્ર વિષ્ણુ વિપ્રને ત્યાં પ્રગટ થઇને હું શ્વેત અશ્વ પર બેસી પૃથ્વી પર ફરીને પાપીઓનો નાશ કરીશ. મારું વાયુસ્પર્શ જેને થશે તે પણ પવિત્ર થશે. ત્યારે સાધુના, સાધ્વીના, દેવ મંદિરોના, આશ્રમોના સતી, તપસ્વીઓના ધર્મો હું પ્રકાશમાં લાવીશ. એક જ વર્ષમાં હું સત્યુગનું સ્થાપન કરીશ. મારા ભક્તો જે સત્યુગી હશે તે જ રહેશે. પૃથ્વી, વૃક્ષો, ઔષધીઓ, ગાયો, બધા રસકસવાળા થશે. મારા લાખો માનસપુત્રો, અધર્મીઓનો નાશ કરશે. જ્યારે ચંદ્ર, સૂર્ય, બ્રહસ્પતિ એક રાશિમાં ભેગા થશે ત્યારે સત્યુગ માનેલો છે. સત્ય, તપ, યજ્ઞ, દાન આ ધર્મના ચાર પગ છે તે સત્યુગમાં શરૂ થશે ત્યારે અનાદિશ્રીકૃષ્ણનારાયણ એવો હું સત્યુગના ધર્મ અને ઉપાસના પ્રવર્તાવી સવા લાખ વર્ષ સુધી આ પૃથ્વી પર રહીશ.
અભિનંદન ગ્રંથમાં મહારાજે સ્વહસ્તે લખેલ કળિયુગના અંતની વાત અને ભગવાન કલ્કી વિશે વાત...
યુગ પરિવર્તન-સત્યુગ સ્થાપના
લેખક : શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ
કાળનું માપ શાસ્ત્રોમાં નીચે પ્રમાણે :-
ઘરમાં પડતાં સૂર્યના ચાંદરડાના પ્રકાશના કીરણમાં ઝીણા દેખાતાં રજકણનો છઠ્ઠો ભાગ પરમાણુમાં ક્રિયા (Moving) થાય; આ ક્રિયોત્પત્તિ સમયને એક ક્ષણ કહેવાય અને એ ક્રિયા થયા પછી પોતાના સ્થાનમાંથી વિભાગ (વિખુટું) પડે તે વિભાગના સમયના સમયને બીજી ક્ષણ કહેવાય એ બંને ક્ષણોનો સમય એકલવ કહેવાય, એવા ત્રણ લવ એટલે નિમેષ આંખનું મટકું કહેવાય, એવા ત્રણ નિમેષોને કક્ષ કહેવાય, ત્રણ કક્ષોને કાષ્ઠા કહેવાય, ત્રીસ કાષ્ઠાઓને કણા કહેવાય, ત્રીસ કણાઓ મુહૂર્ત કહેવાય, ત્રીસ મુહૂર્તોને માનુષ દિવસ અથવા સૌર્ય વર્ષ કહેવાય, (સૂર્યનું વર્ષ ચોવીસ કલાકનું અને મનુષ્યોનો દિવસ પણ ચોવીસ કલાકનો છે. એવા માનવ દિવસ ૧૫નો પક્ષ બે માસની ઋતુ, ત્રણ ઋતુનું અયન, બે પક્ષનો માસ, અયનનું માનવ વર્ષ એક થાયને સૂર્ય વર્ષ ૩૬૦ થાય) એવા માનવ વર્ષ એક હજારનું એક પાદ થાય, (અથવા સૌર્ય વર્ષો ત્રણ લાખ સાઈઠ હજારનો એક પાદ થાય) એવા ચાર પાદોનો એક યુગ કહેવાય, આ ચાર પાદોના નામ ૧. પ્રક્રિયા પાદ, ૨. અનુષંગ પાદ, ૩. ઉપોદઘાત પાદ અને ૪. સંહાર પાદ, તેમાં એક પાદનો સમય સત્યુગ ભોગવે છે, સત્યુગની આયુષ્ય વાયુ પુરાણમાં કહી છે.
चत्वार्याडुः सहस्राणि, वर्षाणां च कृतं युगम् ।
तस्य तावच्छती सन्ध्या, सन्ध्यांशश्च तथा विधः ॥
ચાર હજાર માનવ વર્ષ સત્યુગનાં છે. તેની સન્ધ્યા (સન્ધિ) ૪૦૦ વર્ષની અને સન્ધ્યાંશ ૪૦૦ વર્ષના છે. એ મળી ૪૮૦૦ વર્ષો સત્યુગનાં થયાં, તેનો એક પાદ એટલે ચોથો ભાગ = અર્થાત્ ૧૨૦૦ વર્ષ સત્યુગ આયુષ્ય ભોગવે છે.
त्रेता त्रीणि सहस्राणि, संख्या मुनिभिः सह ।
तस्यापि त्रिशती सन्ध्या सन्ध्यां शस्त्रिशतः स्मृतः ॥
ત્રેતાયુગ ૩૦૦૦ માનવ વર્ષનો કહેવાય અને તેની સન્ધિના ૩૦૦ વર્ષો તથા સન્ધ્યાંશનાં ૩૦૦ વર્ષ મળીને ૩૬૦૦ માનવ વર્ષ ત્રેતાયુગનું થયું, આ ત્રેતાયુગ બે પાદ ભોગવે છે; એક પ્રક્રિયા પાદ અને બીજો અનુષંગપાદ, એ બે પાદના વર્ષો અને તેને હિસાબે સન્ધ્યા તથા સન્ધ્યાંશોના વર્ષો વર્ષ મળી ૨૪૦૦ વર્ષનું આયુષ્ય ત્રેતાયુગ ભોગવે છે.
द्वापरे द्वे सहस्रे तु वर्षाणां संप्रकीर्तितम् ।
तस्यापि द्विशती संध्या सन्ध्यांशो द्विशतस्तथा ॥
उपोदघातस्तृतीयस्तु द्वापरे पाद उच्यते ।
દ્વાપર યુગના ૨૦૦૦ વર્ષ કહ્યા છે, અને ૨૦૦ સંધિના તથા સન્ધ્યાંશના ૨૦૦ એમ મળીને ૨૪૦૦ વર્ષ કહ્યા છે, પણ તે દ્વાપર યુગ ત્રણ પાદ સમય ભોગવે છે, એક પ્રક્રિયા પાદ બીજો અનુષંગ પાદ, અને ત્રીજો ઉપોદ્ઘાત પાદ એમ ત્રણ પાદના વર્ષો અને તેને હિસાબે સંધ્યા તથા સન્ધ્યાંશના ૨૦૦ ૨૦૦ વર્ષો અને બારસો મળીને ૩૬૦૦ વર્ષનું આયુષ્ય દ્વાપર યુગ ભોગવે છે.
कलिं वर्ष सहस्रन्तु प्राहुः, संख्याविदो जनाः ।
तस्यापि शतिका सन्ध्या सन्ध्यांशः शतमेव च ।
संहार पादः संख्याश्चतुर्थो, वैः कलौ युगे ।
કલિ ૧૦૦૦ વર્ષનો છે અને તેની સંધિ ૧૦૦ વર્ષ તથા સન્ધ્યાંશ ૧૦૦ વર્ષ, એમ ૧૨૦૦ વર્ષ થાય છે, પણ કલી ચાર પાદ સમય ભોગવે છે, એક પ્રક્રિયા પાદ, બીજો શ્રનુષંગ પાદ, ત્રીજો ઉપોદઘાત પાદ અને ચોથો સંહાર પાદ એમ ચાર પાદના ૪૦૦૦ તથા તેને અનુસારે સન્ધ્યાના ૨૦૦, ૨૦૦, ૨૦૦, ૨૦૦ મળી ૪૮૦૦ વર્ષનું આયુષ્ય કળિયુગ ભોગવે છે.
ससन्ध्यानि सहस्राणि, संगराष्ट्र शक्ति, चत्वारि तु युगानि वै ।
एतद द्वादश साहस्रं चतुर्युगं समीरितम् ।
સન્ધ્યા અને સન્ધ્યાંશ તથા- યુગો મળી માનવ ૧૨૦૦૦ વર્ષની એક ચોકડી (ચતુર્યુગ) કહેવાય છે।
સંખ્યાના આંકડા : –
મૂળ લેખ : ૪૮૦૦ - સત્યુગ
પાદો-૧ પાદ, ૨ પાદ,
માનવ વર્ષ તેથી ૧૨૦૦, ૨૪૦૦,
સૂર્ય વર્ષ : ૪૩૨૦૦૦, ૮૬૪૦૦૦,
૨૪૦૦ – ૧૨૦૦ વર્ષ
દ્વાપરયુગ – કળિયુગ
૩ પાદ – ૪ પાદ
૩૬૦૦ – ૪૮૦૦ આ પ્રમાણે છે
૧૭૨૮૦૦૦ – ૩૪૫૬૦૦૦, માનવ દિવસ છે.
ચાર પાદનો એક યુગ હોવાં છતાં પાદ પ્રમાણે યુગની ઓછી વત્તી આયુષ્ય એ, વાયુ પુરાણમાં અધ્યાય ૫૭માં માનવ વર્ષ, સૌર્ય, કૌંચં, સપ્તર્ષિ, દિવ્ય, આદિ સંવત્સરો કહ્યા છે, મનુસ્મૃતિ, વાયુપુરાણ, ભાગવત.
एक द्वित्रीणिचत्वारि चतुर्युगं विदुर्बुधाः द्विचतुः षडष्टांनि सन्धयः क्रमात्
વર્ષ કલિના ૧૦૦૦, સંધિના ૨૦૦, વર્ષો ૧૨૦૦, દિવસો ૧ વર્ષના ૩૬૦, કલિ દિનાનિ ૪,૩૨૦૦૦
વર્ષ દ્વાપર ૨૦૦૦, સંધિના ૪૦૦, વર્ષો ૨૪૦૦, દિવસો ૧ વર્ષના ૩૬૦, દ્વાપર દિનાનિ ૮,૬૪૦૦૦
વર્ષ ત્રેતા ૩૦૦૦, સંધિના ૬૦૦, વર્ષો ૩૬૦૦, દિવસો ૧ વર્ષના ૩૬૦, ત્રેતા દિનાનિ ૧૨,૯૬૦૦૦
વર્ષ સત્યુગ ૪૦૦૦, સંધિના ૮૦૦, વર્ષો ૪૮૦૦, ૧ દિનાનિ ૩૬૦, સત્યુગ દિનાનિ ૧૭,૨૮૦૦૦
મહાભારત અને કલિપુરાણમાં એ પ્રમાણો યુગાન્ત કહીને યુગાંતરનું સ્થાપન કહેલ છે, ભાગવત દ્વાદશ સ્કંધ અધ્યાય બેમાં જ્યારે સપ્તર્ષિ મઘા નક્ષત્રમાં આવ્યા ત્યારે કળિયુગ બેઠો એમ કહેલ છે, સપ્તર્ષિ એક નક્ષત્રમાં ૧૦૦ વર્ષ રહે છે, તે હિસાબે મઘાથી રેવતી સુધી ૧૮ નક્ષત્રોના ૧૮૦૦ વર્ષ, પછી અશ્વિનીથી રેવતી સુધીના ૨૭ નક્ષત્રોના ૩૭૦૦ વર્ષ, પછી અશ્વિનીથી કૃત્તિકા સુધીના ૩ નક્ષત્રોના ૩૦૦, એ મળી ૧૮૦૦ + ૨૭૦૦ + ૩૦૦ = ૪૮૦૦ વર્ષો થયા, ૪૦૦૦ વર્ષો જતાં કળિ સમાપ્ત થઈ ચૂક્યો, ત્યારપછી તેના સંધિનાં ૪૦૦ વર્ષો ગયા, ત્યારબાદ તેના સન્ધ્યાંશનાં ૪૦૦ વર્ષ ગયા, બધા પંચાંગોમાં કળિનાં ૫૦૪૦ વર્ષ વિત્યાનું લખે છે; સપ્તર્ષિ-મઘા યોગના આરંભથી ગણીયે તો કળિયુગ પુરો થતા ઉપરાંત ૨૪૦ અને સપ્તર્ષિ મઘાના યોગના શત વર્ષના અંતથી ગણીએ તો ૧૪૦ વર્ષ કળિયુગ ઉપરાંત ચાલી રહ્યા છે, આ ઉપરાંતના વર્ષોને સત્યુગ ગૃહ નિર્માણ (ગર્ભસ્થ સત્યુગ) તરીકે મનાય છે, એ ગૃહ (ઘ) નિર્માણનાં વર્ષોમાં કળિયુગના તમામ અધર્મોની ચઢતી અને સત્યુગના સાધનોની તૈયારીઓ જોઈએ તેટલા પ્રમાણમાં થાય છે, એ ગૃહ નિર્માણરૂપી (ગર્ભસ્થ) સત્યુગનો નિવાસ (જન્મ) સપ્તર્ષિ-રોહિણી નક્ષત્રમાં બેસે ત્યારે ભાગવતમાં કહ્યો છે, વાયુ પુરાણમાં અધ્યાય ૬૬માં શ્લોક ૪૧૩માં ‘‘યદા ચંદ્રશ્ચ સૂર્યશ્ચ તથા તિષ્ય બૃહસ્પતી. એક રાત્રે ભવિષ્યન્તિ તથા કૃતયુગં ભવેત (૪૧૩) તથા ભાગવતમાં- યદા ચંદ્રશ્ચ સૂર્યશ્ચ તથા તિષ્ય બૃહસ્પતી એક રાશૌ સમેષ્યન્તિ તદા ભવતિ તત્ કૃતમ્ (૧૨૨-૨૪) કહેલ છે.
જ્યારે ચંદ્ર સૂર્ય પુષ્ય અને બૃહસ્પતિ એક રાત્રિમાં અર્થાત્ એક રાશી કર્ક રાશિમાં એક ચરણમાં આવશે ત્યારે ગર્ભસ્થ સત્યુગનો જન્મ થશે, આવો યોગ ભારત વર્ષના તમામ પંચાંગોના હિસાબે સંવત્ ૨૦૦૦ શ્રાવણ અમાવસ્યા મધ્યાન્હ ૧૨ઃ૪૪ એ થાય છે, તે સમયે સત્યુગના જન્મ પહેલાં તમામ અધર્મોનો નાશ કરનાર અને વાતાવરણને પવિત્ર કરનાર કલ્કિ ભગવાનના પ્રાવિર્ભાવ (પ્રગટ પણ) હોય જ એ શાસ્ત્ર સિદ્ધ છે. આ કલ્કિ ભગવાનનું અસ્તિત્વ છેલ્લાં ૨૦૦ વર્ષ પ્રગટ થયેલા મહાન સંપ્રદાય ધર્મ પ્રવર્તક પુરુષો રૂપે હોવાનું પોત-પોતાના આશ્રિત વર્ગોમાં માનવામાં આવે છે, બંગાલમાં રામકૃષ્ણ પરમહંસને, આસામ, સિંધ આદિમાં પ્રણામી પંથના શ્રીજી શ્રી પ્રાણનાથજીને, કલ્કિ રૂપે માનવામાં આવે છે. ગુજરાત કાઠિયાવાડમાં અષ્ટાંગ બ્રહ્મચર્ય અહિંસા સત્ય આદિ ધર્મો પળાવનારા કોલી આદિ ને પવિત્ર કરાવનારા શ્રીસ્વામિનારાયણ ભગવાનને તે કલ્કિ રૂપે ઓળખવામાં આવ્યા છે. પણ કલ્કિ ભગવાનનાં દિવ્ય કાર્ય, દિવ્ય અશ્વરોહણ સેના દ્વારા દિવ્ય શસ્ત્રોથી અસુરોના સંહાર, સમય પૃથ્વીના વાતાવરણનો ફેરફાર એ આદિ ઘણા મહાન ગ્રન્થોમાં ચિન્હો પૂર્ણ રીતે ધારણ કરનાર કલ્કિ ભગવાન સંભલ ગ્રામમાં વિષ્ણુ યશ નામના બ્રાહ્મણથી સુમતિ સ્ત્રીમાં જન્મ પામ્યા થકા સંવત ૧૯૯૯ની અરધી સાલ વીતતા જ પ્રગટ થશે એવી અત્યારની ભૂમંડલીય વિદ્વાન જનસમાજ આશા સેવી રહેલ છે. અને એ સત્ય છે, લગભગ પૃથ્વી પરની નગચ્ચર, વનચર, જળચર, પવનચર એ પ્રજાનો ૫૦ ટકા સંહાર મહાયુદ્ધ મહારોગ અને દૈવી પ્રકોપથી થશે, જેમાં ધાર્મિક સત્યુગી પ્રાણાધારીઓ જીવશે, બાકીના સંહારમાં ખપશે.
વાયુ પુરાણ ભાગવત આદિમાં કલિ કાળના અંતના ચિન્હો અને સત્યુગનાં આરંભના ચિન્હો અત્યારે બરાબર જોવાઈ રહ્યા છે. કળિના અંતના ચિન્હો વાયુ પુરાણ અધ્યાય ૫૮ શ્લોક ૩૧ થી ૧૨૫ સુધીમાં છે– ભૌતિક, અને આઘ્યાત્મિક બંને ચિન્હો –
હિંસા, અસૂયા, અસત્ય, માયા, તપસ્વિનો વધ, મરકીનો રોગ, ભૂખ્યા મરણ, અનાવૃષ્ટિ ભય, દેશોના વિપર્યય (નાશ), ગર્ભમાં મરણ, યુવા મરણ, મધ્યકુમાર મરણ થાય, પ્રજા અધાર્મિક અનાચારી, અલ્પ તેજસ્વી, અસત્ય બોલતી થાય, બ્રાહ્મણો અનિષ્ટ ઈચ્છનારા, અભણ, દુરાચારી, કર્મ દોષી થવાથી પ્રજાને ભય, ઈર્ષ્યા, ક્રોધ, અક્ષમ્ય લોભ, છેતરામણી આદિકથી પ્રાણીઓને ભય થાય,. મનુષ્યોનાં મન કાયમ ક્ષોભવાળાં રહે, બ્રાહ્મણો વેદો ન ભણે, દ્વિજાતિયો યજન ન કરે, ક્ષત્રિયો અને વૈશ્યો પોતાના કર્તવ્યો ચુકે, શુદ્રો અને અન્ત્યજ યોનિના સંબંધો (મૈથુનો) બ્રાહ્મણો કરે, ચાંડાલો સાથે શયન, આસન, ભોજન આદિ કરે.
રાજાઓ ક્ષુદ્ર વૃત્તિવાળા અને શુદ્ર થઈ જાય પાખંડોના પ્રવર્તક થાય, પ્રજા બાળ હત્યા, ગર્ભ હત્યા કરનારી થાય, આયુષ્ય મેઘા બલરુપ કુલતા નષ્ટ થાય, શૂદ્રો બ્રાહ્મણના ધંધા કરે, બ્રાહ્મણો શૂદ્રોના ધંધા (શદાચારા) થાય. ચોર લોકો રાજાના હુકમ ચલાવે. પાર્થિવો ચોરવૃત્તિ વાળા થાય, ભૃત્ય લોકો મિત્ર નાશક થાય. સ્ત્રીઓ શિલવ્રત રહિત, તપ, વ્રત રહિત, પતિ વ્રત રહિત, મદ્ય-માંસ ખાનારી અને માયા ફેલાવનારી થાય, કુલટા વધે, ગાયોનો નાશ થાય, સાધુ પુરુષો થોડા પણ ન મળે.
Text of the pages
The Change of Yugas – The Establishment of Satyug
Written by: Shri Krushnavallabhacharyaji Maharaj
The measure of time in the shastras is as follows:-
One sixth part of a fine dust particle seen in a ray of sunlight falling into a house is a paramanu; the movement (Moving) of the paramanu is an action; the time in which this action arises is called one kshana, and after the action has occurred, the time of its separation (parting) from its own place is called the second kshana; the time of these two kshanas is called one lava; three such lavas are one nimesh, the blink of an eye; three such nimeshes are called a kaksha, three kakshas a kashtha, thirty kashthas a kana, thirty kanas a muhurta, and thirty muhurtas a human day, or a solar year (a solar year is twenty-four hours, and the day of humans is also twenty-four hours; 15 such human days make a paksha, a season is two months, an ayan is three seasons, a month is two pakshas, the human year of the ayans is one, and the solar year is 360); one thousand such human years make one pada (or three lakh sixty thousand solar years make one pada); four such padas are called one yuga; the names of these four padas are 1. Prakriya pada, 2. Anushanga pada, 3. Upodghata pada and 4. Samhara pada; of these, Satyug enjoys the time of one pada; the lifespan of Satyug is stated in the Vayu Purana.
चत्वार्याडुः सहस्राणि, वर्षाणां च कृतं युगम् ।
तस्य तावच्छती सन्ध्या, सन्ध्यांशश्च तथा विधः ॥
Four thousand human years belong to Satyug. Its sandhya (sandhi) is 400 years and its sandhyansha is 400 years. Together these make 4800 years of Satyug, and one pada of it, that is the fourth part, namely 1200 years, is the lifespan that Satyug enjoys.
त्रेता त्रीणि सहस्राणि, संख्या मुनिभिः सह ।
तस्यापि त्रिशती सन्ध्या सन्ध्यां शस्त्रिशतः स्मृतः ॥
Tretayug is said to be 3000 human years, and with 300 years of its sandhi and 300 years of its sandhyansha it makes 3600 human years of Tretayug; this Tretayug enjoys two padas, the Prakriya pada and the Anushanga pada; the years of these two padas, and in proportion the years of the sandhya and sandhyanshas, together make a lifespan of 2400 years that Tretayug enjoys.
द्वापरे द्वे सहस्रे तु वर्षाणां संप्रकीर्तितम् ।
तस्यापि द्विशती संध्या सन्ध्यांशो द्विशतस्तथा ॥
उपोदघातस्तृतीयस्तु द्वापरे पाद उच्यते ।
The years of Dwapar Yug are said to be 2000, and 200 of the sandhi and 200 of the sandhyansha, together 2400 years; but that Dwapar Yug enjoys three padas: the Prakriya pada, the second Anushanga pada, and the third Upodghata pada; the years of these three padas, and in proportion 200 and 200 years of the sandhya and sandhyansha, and twelve hundred, together make a lifespan of 3600 years that Dwapar Yug enjoys.
कलिं वर्ष सहस्रन्तु प्राहुः, संख्याविदो जनाः ।
तस्यापि शतिका सन्ध्या सन्ध्यांशः शतमेव च ।
संहार पादः संख्याश्चतुर्थो, वैः कलौ युगे ।
Kali is 1000 years, and its sandhi is 100 years and its sandhyansha 100 years, which makes 1200 years; but Kali enjoys four padas: the Prakriya pada, the second Anushanga pada, the third Upodghata pada and the fourth Samhara pada; so 4000 years of the four padas, and according to them 200, 200, 200 and 200 of the sandhya, together make a lifespan of 4800 years that Kaliyug enjoys.
ससन्ध्यानि सहस्राणि, संगराष्ट्र शक्ति, चत्वारि तु युगानि वै ।
एतद द्वादश साहस्रं चतुर्युगं समीरितम् ।
Sandhya, sandhyansha and the yugas together make one chokdi (chaturyug) of 12,000 human years.
Numerical figures: –
Original text:4800 -Satyug
Padas – 1 pada, 2 padas,
Human years accordingly 1200, 2400,
Solar years:432000, 864000,
2400 – 1200 years
Dwaparyug – Kaliyug
3 padas – 4 padas
3600 – 4800 is as follows
1728000 – 3456000, human days.
Although a yuga has four padas, the lifespan of a yuga is greater or smaller according to its padas; in the Vayu Purana, chapter 57, the years – human, solar, krauncha, saptarshi, divine and others – are described, as in the Manusmriti, the Vayu Purana and the Bhagavat.
एक द्वित्रीणिचत्वारि चतुर्युगं विदुर्बुधाः द्विचतुः षडष्टांनि सन्धयः क्रमात्
Kali years 1000, Sandhi 200, Years 1200, Days in 1 year 360, Kali days 4,32000
Dwapar years 2000, Sandhi 400, Years 2400, Days in 1 year 360, Dwapar days 8,64000
Treta years 3000, Sandhi 600, Years 3600, Days in 1 year 360, Treta days 12,96000
Satyug years 4000, Sandhi 800, Years 4800, 1 days 360, Satyug days 17,28000
In the Mahabharata and the Kali Purana, after speaking of the end of the yuga in this way, the establishment of the next yuga is described; in the Bhagavat, twelfth skandha, chapter two, it is said that Kaliyug began when the Saptarshis came into the Magha nakshatra. The Saptarshis stay 100 years in one nakshatra; by that reckoning, from Magha to Revati the 18 nakshatras make 1800 years, then from Ashwini to Revati the 27 nakshatras make 3700 years, then from Ashwini to Krittika the 3 nakshatras make 300; together 1800 + 2700 + 300 = 4800 years have passed. When 4000 years had gone, Kali was complete; after that the 400 years of its sandhi passed, and after that the 400 years of its sandhyansha passed; all the panchangs write that 5040 years of Kali have gone by. Reckoning from the beginning of the Saptarshi–Magha yoga, 240 years are running beyond the end of Kaliyug, and reckoning from the end of the hundred years of the Saptarshi–Magha yoga, 140 years of Kaliyug are running beyond it. The years beyond this are regarded as the Satyug griha-nirman (the building of the house, the Satyug in the womb); in those years of house-building the adharmas of Kaliyug all rise, and the preparations for the means of Satyug are made in as much measure as is needed. The dwelling (birth) of this house-building (womb) Satyug is said in the Bhagavat to begin when it takes its seat in the Saptarshi–Rohini nakshatra; in the Vayu Purana, chapter 66, shloka 413, it says ‘‘yada chandrashcha suryashcha tatha tishya brihaspati. ek ratre bhavishyanti tatha kritayugam bhavet (413)’’, and in the Bhagavat - ‘‘yada chandrashcha suryashcha tatha tishya brihaspati ek rashau sameshyanti tada bhavati tat kritam (12-2-24)’’.
When the moon, the sun, Pushya and Jupiter come together in one night, that is, in one rashi, the Karka rashi, in one charan, then the Satyug in the womb will be born; according to all the panchangs of India, such a yoga occurs on Samvat 2000, Shravan Amavasya, at noon, at 12:44, and at that time, before the birth of Satyug, the manifestation (appearance) of Bhagwan Kalki, who destroys all adharma and purifies the atmosphere, must surely take place: this is established by the shastras. The existence of this Bhagwan Kalki is believed, among their own groups of followers, to be in the form of the great founders of sampradays and dharmas who appeared in the last 200 years; in Bengal Ramakrishna Paramahansa, and in Assam, Sindh and elsewhere Shriji Shri Prannathji of the Pranami panth, are regarded as Kalki. In Gujarat and Kathiawad, Bhagwan Shri Swaminarayan, who had the Kolis and others observe the dharmas of ashtanga, brahmacharya, ahimsa, satya and so on, and purified them, was recognised as Kalki. But the divine works of Bhagwan Kalki – the destruction of the asuras with divine weapons by a divine cavalry army, the change in the atmosphere of the earth at that time, and so on – are described in many great granths, and the scholarly people of the world today are hoping that Bhagwan Kalki, bearing the marks fully, born in the village of Sambhal to the Brahmin named Vishnuyash and his wife Sumati, will appear when half of the year Samvat 1999 has passed. And this is true: nearly 50 percent of the beings on earth – those that dwell on mountains, in forests, in water and in the air – will be destroyed by a great war, a great epidemic and divine wrath, in which the dharmic, Satyug-natured living beings will survive, and the rest will be consumed in the destruction.
In the Vayu Purana, Bhagavat and others, the signs of the end of the Kali age and the signs of the beginning of Satyug are now being seen exactly. The signs of the end of Kali are in the Vayu Purana, chapter 58, shlokas 31 to 125 – both the physical and the spiritual signs –
Violence, envy, untruth, maya, the killing of ascetics, the plague, death from hunger, fear of drought, the ruin (destruction) of countries, death in the womb, death of the young, death of those in their middle years; the people become irreligious and immoral, of little radiance, speakers of untruth; Brahmins become wishers of ill, uneducated, evil-doers; as they become guilty in their actions, the people are afraid, there is envy, anger, unforgivable greed, and living beings come to fear cheating and the like. The minds of men are always agitated; Brahmins do not study the Vedas, the twice-born do not perform sacrifices; Kshatriyas and Vaishyas fail in their duties; Brahmins have relations (intercourse) with Shudras and with those of antyaja birth; they sleep, sit and eat together with chandals.
Kings become petty-minded and become shudras, and become promoters of heresies; the people become killers of children and of the unborn; lifespan, intelligence, strength and good family are destroyed; Shudras take up the occupations of Brahmins, and Brahmins take up the occupations of Shudras. Thieves issue the orders of the king. Rulers become thieving; servants become destroyers of friends. Women become without virtue, without tapas and vows, without devotion to their husbands, eaters of liquor and meat and spreaders of maya; unchaste women increase; cows are destroyed; sadhu men are not found, not even a few.
