સીધા વિષય પર જાઓSkip to content
અનાદિ શ્રી કૃષ્ણનારાયણAnadi Shree Krushnanarayan

Language · ભાષાભાષા

તમારી પસંદગી આ ઉપકરણ પર યાદ રહેશે.Your choice is remembered on this device.

કેવી રીતે ઇન્સ્ટોલ કરવું?How to install?
બધાં પ્રમાણAll proofs

પ્રમાણ 5Proof 5

ભક્તોને શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજમાં થયેલા અનંત ઐશ્વર્યના દર્શન...The infinite aishwarya that devotees saw in Shri Krushnavallabhacharyaji Maharaj...

ભક્તોને શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજમાં થયેલા અનંત ઐશ્વર્યના દર્શન...

પાનાંનું લખાણ

સાચા સત્સંગીએ ભગવાન મનુષ્ય દેહે વર્તતા હોય તો તેને કઈ રીતે ઓળખવા ? તેની સમજણ શાસ્ત્રોમાં આપી છે. કઈ કઈ રીતે અનેક ભક્તોને શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજમાં ભગવાનપણાનાં ઐશ્વર્યના દર્શન થયા હતા. તેનું શાસ્ત્રીય પદ્ધતિથી અહિં વર્ણન કરવામાં આવ્યું છે...

લિ. શ્રીહરિ શરણાગતિ મંડળ

સાચા સત્સંગીને ભગવાન દિવ્ય મનુષ્યદેહે વર્તતા હોય તે તુરંત જ ઓળખાઈ જાય છે. ભગવાનને ઓળખવા માટે ધ્યાન દેવું. તેમના મુખારવિંદ ઉપર પ્રભા ચળકાટ કરતી હોય છે, જોનારની નેત્ર વૃત્તિ ખેંચાયા જ કરે, દર્શનથી તૃપ્તિ થાય જ નહિ, અંતઃકરણમાં હેતના ફુવ્વારા ઉછળે, મૂર્તિ રૂપાળી નિર્મળ ભાસે. મૂર્તિની મીઠાશ દૂધ કરતાં પણ વધારે જણાય, અને ઉજ્જવળતા ભાસે. શ્વાસમાં કમળથી પણ વધારે સુગંધ ફોરે, દેખનારની વૃત્તિ શીતળતા અનુભવે. ભગવાનની સૌમ્ય મીઠી હેતભરેલી દૃષ્ટિ જેના તરફ જાય ત્યાં તેને અતિ આનંદિતપણું ભાસે, સુખ શાંતિ ભાસે અને આકર્ષણ થાય, દર્શનથી તૃપ્તિ જ ન થાય.

મૂર્તિનાં રમણીયપણામાં કાંઈ ખામી ના દેખાય, હાથ પગના તળાં કમળ જેવા ઉજળાં હોય, ગૌર કાન્તિઓ ભરેલા નખમણિ હોય, ભગવાન ચાલતા હોય ત્યારે તેમને માટે જયકારના ધ્વનિઓ આકાશમાં થતા જતા હોય, આકાશમાં દેવો છત્રધારી રહ્યા હોય તેવું ભાસે, ફુલહાર પહેરાવતા હોય, ચામરો ઢોળાતા જણાય, પંખાના પવનો નખાતા જણાય, તેમનું બિરાજવાનું આસન દિવ્ય ઉજ્જવલ દેદીપ્યમાન જણાય. અંધકારનાશક અજવાળું તેમની મૂર્તિમાં ભાસે, તેમનામાં દિવ્યશક્તિઓ ભરેલી જણાય, દિવ્ય ધ્વજો આગળ અને ઉચ્ચપ્રદેશમાં ભાસે, સોનાના થાળમાં ભોજન જમતા હોય તેમ ભાસે, દેવકલ્પતરું છાયા કરતું હોય તેમ જણાય, તેમનું પ્રભામંડલ ગગનમાં ઝાંખી કરાવતું જણાય.

પ્રભુના નિવાસમાં મર્યાદા દેવતા સ્વાભાવિકપણે વસેલા જણાય, તેમની સુમૂર્ત પૂજા કાયમ થયા કરતી હોય તેમ જણાય, તેમને પુષ્પમાળાઓ, ચંદનો, સુગંધો અર્પણ થતા કાયમ દેખાય, તેમનું દૈવીપણું માનવસમાજને સુખ આપતું જણાય. તેમની મૂર્તિમાં સર્વે ભુવનોની સૃષ્ટિઓ વિરામ અનુભવે. તેમનામાં જ્ઞાન હોય, તેમનામાં સરસ્વતી અને લક્ષ્મી સુમૂર્તરૂપે વસતા હોય, સર્વ દિશાઓમાંથી સરસ્વતી, લક્ષ્મીઓ, કળાઓ અને દેવતાઓ આવતા હોય તેવું ભાસે, તેમના તરફ આકર્ષાયેલી મેદિની ખાડા ટેકરા સહિત સમતલવાળી થાય.

શીત, ઉષ્ણ ઋતુઓ તેમના તરફ સુખદાયી જ વર્તે, મંદ સુગંધ શીતળ વાયુઓ સેવામાં વર્તતા હોય છે. અશુચિ પદાર્થો દૂર ખસી જાય છે. અગ્નિદેવ પ્રકાશ, પ્રભા, અજવાળું અને ઉષ્ણતા વડે યથાપેક્ષા સેવતો હોય છે. ઝીણી ઝરમર જળવૃષ્ટિ ભગવાનને સેવતી હોય છે. ધૂળ શાંતિ જાળવે છે. દેવી પુષ્પોની વૃષ્ટિઓ ગગનદેવીઓ દ્વારા થતી હોય છે. અક્ષત વડે ભગવાનને વધાવતા હોય છે. અરુચિકર ગંધ, રસ, વર્ણ, સ્પર્શ વગેરે ખસી જાય છે. પ્રિયકર સુગંધ, રસ, સ્પર્શો ઉપસ્થિતિ થતાં જણાય છે.

શણગારમાં સજ્જ એવા દેવતાઓ ભગવાનને ગમવા માટે સુશણગારમાં સન્માન જાળવતા હોય છે, એક દૃષ્ટિ એ વારંવાર દર્શન કરી અમૃતથી વિશેષ મધુરપાન કરતા હોય છે, ભગવાનની વાણી અતિ મીઠી, રસભરેલી, શુદ્ધ અર્થવાળી, હિત કરનારી અને રસદાર, ચોખ્ખી, કોમળ, તમામને સંભળાય તથા ગ્રહણ થાય તેવી હોય છે, તેમનું વ્યાખ્યાન તમામને પ્રિય થઈ પડે છે. શુદ્ધ સંસ્કારી વાણી વડે દેવતાઓ, બૃહસ્પતિઓ, વિદ્યાપતિઓ પણ ગળી જાય છે. મનુષ્ય, પશુ, પક્ષી, પ્રાણી પણ ભગવાનની મધુર વાણી સાંભળીને અર્થ સમજતા હોય તેમ મગ્ન થઈ કેફમાં આવી જાય છે, નાના બાળક પણ જે વાણીને ખૂબ જ ચોખ્ખા અર્થ ભરેલી ભાવ ભરેલી સમજીને રાજી થાય છે, મોતીના દાણાની પેઠે વાણીના શબ્દો ગગનને તથા શ્રોતાઓને ઠંડક શાંતિ આપે છે, ભગવાનની ભાષા સાંભળીને વૈર શમી જાય છે.

ભગવાને દેખતા જ મતાન્તરીઓ ભગવાનમાં નમ્ર થઈ જાય છે અને નિરાભિમાની થઈ ભગવાનની પ્રસાદી ગ્રહણ કરે છે, તથા શરણાગતિ લ્યે છે, ભગવાન સામે કોઈપણ વાદી પોતાના વાદને વળગી રહેતો નથી, અસમર્થ થઈ જાય છે અને ભગવાનમાં રહેલા સત્યને સ્વીકારી લ્યે છે, ભગવાનના નિત્યપ્રત્યક્ષ સાક્ષાત્કારને પોતાના અનુભવમાં લેતો થકો ગળી જાય છે, જ્યાં ભગવાન હોય ત્યાં અકસ્માતો થતા નથી, રોગના પ્રભાવ વર્તતા નથી, રાજા અને રાજ્યસત્તાઓનો ઉપદ્રવ હોતો નથી, ભગવાન હોય ત્યાં સત્યયુગ વર્તે છે.

ભગવાન વિચારે ત્યાં દુષ્કાળ મટી સુકાળ થાય છે, વૃષ્ટિઓ જરૂરત પ્રમાણે વરસે છે. આવેલા ભય ખસી જાય છે, ભગવાનની મીઠી ભાષા દૂર દૂર સુધી સંભળાય છે, તેવી ગતિવાળી હોય છે, માનભરેલી હોય છે, ગંભીરતાવાળી હોય છે, વાણીમાં ઘણાં રહસ્યો ભરેલાં હોય છે, સર્વજ્ઞપણાનાં વર્ણનો અસીમ અર્થના સાગરો ભરેલા હોય છે, જે વ્યાખ્યાનો ઉપર ચાલે તેના અનંત એવા પ્રવચનોના અંતોમાં વિરામ આવે છે.

ભગવાનની વાણીમાં પ્રતિધ્વનિઓ મીઠાશ ભરેલા ઉપજતા હોય છે. ભગવાનનાં પ્રવચનો શ્રોતાઓને ધૃત અને મધ-સાકર જેવા મીઠાં લાગે છે તથા સ્નિગ્ધપણું સ્નેહ હેતવાળાપણું ઉપજાવે છે, શ્રોતાઓ તલ્લીન થઈ જાય છે, સાંભળનારાઓને થાક લાગતો નથી અને સાંભળવાની ઈચ્છા શાંત થતી નથી, લાંબો સમય પણ પારખવામાં આવતો નથી, ભગવાનના વચનો સાર્થક ઊંડાણ તત્ત્વોવાળાં, અર્થવિશાળતાવાળા અને લંબાણ વિનાનાં હોય છે, તથા વિરોધ કે બાધક અસિદ્ધિ વિનાના હોય છે, વ્યાખ્યાનોમાં નિરર્થક સાંકર્ય હોતું જ નથી, શ્રોતાઓના સંશયો ટળી જાય તેવી કુદરતી વાણી હોય છે, મહાબૃહસ્પતિઓને પણ ભગવાનની વાણીમાં દોષ ન જણાય એવા દિવ્ય વચનો હોય છે.

ભગવાનની મૂર્તિરૂપ સૌંદર્ય, ચેષ્ટા, વચન, હાસ્ય, દર્શન, સ્પર્શ, સેવા વગેરે મનને એકાગ્ર અને નિરોધ કરનારા હોય છે, દૂર દૂરથી દર્શનાર્થે આવનારને થાક લાગતો નથી તેમ ખર્ચનો શોક થતો નથી, સર્વસ્વ અર્પણ માટે ઝઝૂમી રહે છે, એવા તો ભગવાનનાં આકર્ષણો હોય છે, ભગવાનના જન્મજયંતીઓના ઉત્સવોમાં ભગવાન પ્રત્યક્ષ દેખાય તેમ હાજર ન હોય તો પણ પ્રત્યક્ષ હોય તેવા આનંદ, ઉત્સાહ, ઉત્સવ, કિલ્લોલ, કિર્તન, ગાયન, વાજીંત્રનાદ, જયકારનાદ, રાસક્રીડન, પ્રસાદગ્રહણ, આરતીકરણ ભાવના વડે પૂજન વગેરે થતાં જ હોય છે. તે પ્રત્યક્ષપણું અદૃશ્યરૂપે રહીને જણાવે છે.

ઘણું જ વિલક્ષણપણું, નિર્લેપપણું, સ્વતંત્રપણું ભગવાનમાં હોય છે, ભક્તને રાજી કરવા તન્મય થઈ જાય છે, અભક્તને દર્શન પણ આપવામાં રૂચિ રાખતા નથી, વાતચીતે આડી-અવળી વાતો કરીને વખત ગાળતા નથી, જ્ઞાનસાગર હોવા છતાં મૌન પણ રાખતા હોય છે, તે જાણતા થકી અજાણ્યા રહે છે, પદાર્થોના વર્ણનમાં સમજાય તેવો સાર કહે, જેવા ગ્રાહક તેવાં તત્ત્વો વિસ્તારીને કહે, સંસાર તજાવવા અને બ્રહ્મસુખે સુખીયા કરવા વલણ રાખે, નિઃસાર વાતને ધ્યાનમાં લ્યે નહિ, વૈખરીવાણીવાળા સાથે મેળ કરે જ નહિ, કથાઓ સ્પષ્ટ કહે તે નાના બાળકો પણ સહેલાઈથી સમજી શકે, પ્રશ્નની જિજ્ઞાસાઓ તેને મેળે શાંતિ લેતી જાય અને સમાધાનો થતાં જાય એવી અંતર્યામી શક્તિ વાપરતા હોય છે.

સ્વપ્રશંસા પોતાને ગમતી જ નથી, પોતાના મહોત્સવોમાં પોતે હાજરી આપવામાં રૂચિ રાખતા નથી, ભગવાનને આ લોકનો કોઈપણ ગંડવા વળગતો નથી. હજારો માણસોનાં ખેંચાણથી પોતે અળગા જ રહે છે, આ લોકના જીવોને પોતાના ઘેરાવામાં પ્રીતિ હોય છે, તેવી ભગવાનને સ્વઘેરાવામાં પ્રીતિ હોતી જ નથી, પાપ ટાળે છે અને પાપીને શુદ્ધ કરે છે, ભગવાનપણું હોવા છતાં અયોગ્ય મંડળોમાં તે જણાવતા નથી, જેવું ધારેલ કાર્ય હોય તેટલું કરીને લીલા સમાપ્ત કરે છે તેમને જમાવટની ટેવ હોતી નથી, કલશે ઝઘડામાં રૂચિ હોતી નથી, અંતઃશત્રુઓને ટાળવામાં ખબરદાર રહે છે અને બાહ્ય એવા દૈત્યો વગેરેને ખસેડવામાં ક્યારેક ઐશ્વર્ય વાપરે છે.

કોઈના ગુપ્ત રહસ્યોને પ્રકાશમાં મેલતા નથી, કોઈની ખુશામત કરતા નથી. ભક્તને તો સંભારવા માટે યથા યોગ્ય વર્તી લ્યે છે, આત્માઓના શ્રેય માટે વિશેષ યત્ન કરતા હોય છે, કલ્યાણકારી શાસ્ત્રો પોતાને હાથે જ લખતા હોય છે તેમાં પોતાના સાક્ષાત્ અને પરોક્ષ વૃત્તાંતો જીવોને મૂર્તિ સ્ફુરણના અવલંબન માટે વર્ણવતા હોય છે, ભાગવત ધર્મને વિશેષ મહત્ત્વ આપતા હોય છે, અનર્થ થાય તેવું કરતાં નથી તેમ તેવું કરાવતા નથી, સારું ગ્રહણ કરે છે નરસું તમામ મેલી દ્યે છે, શુદ્ધ સંસ્કારી નિરાભિમાની જીવન ગાળે છે, અનેક પ્રકારના દુઃખો, ઉપાધિઓ, અપમાનો, કલંકો, તિરસ્કારો, અનાદરો, અવગણનાઓ, અસુવિધાઓ અને ઉત્પાતોને સહન કરતા જ હોય છે. વિશ્વંભર તરીકે વર્તતા હોય છે.

પૃથ્વી સમાન ક્ષમાવાળા હોય છે, જળ જેવા શીતળ હોય છે, તેજ જેવા પ્રકાશ આપનારા હોય છે, વાયુ જેવા જીવનપ્રાણ હોય છે, સ્વામી તરીકે જ સેવક પ્રતિ ભાવનાવાળા હોય છે, સાધારણમાં સાધારણ પ્રાણી, બાળક, વૃદ્ધ, ગરીબ, અબૂજ, અયોગ્ય વગેરેને પણ ગમ્ય પ્રાપ્ય અને સેવનીય શીલવાળા ભગવાન હોય છે, તેમને કોઈ પ્રતિ તિરસ્કાર વૃત્તિ હોતી નથી, તેમને સર્વેના સુખમાં મોદપ્રમોદ વર્તે છે, દુઃખ ટાળવા દયા વર્તે છે, પુણ્ય કાર્યોમાં સહમત હોય છે. ભગવાન સારું જ દેખે છે. નરસું દેખતા નથી, કોઈને હલકા ગણતા નથી. તમામ તેમના બાળકો છે તેથી તમામમાં ભગવાનને વાત્સલ્યભાવના હોય છે. કોઈના સ્વભાવો ઉપર ઝઝુમી પડતા નથી અને ક્ષતિ ન થવા અનુસંધાન રાખે છે.

પોતે પ્રભુ હોવા છતાં ‘હું પ્રભુ છું' એમ કહેતા નથી, અસંખ્ય શરણાગતોના મનોરથ પૂરવા છતાં ‘મેં કર્યું' એમ કહેતા નથી તેમ કોઈ જાતનો લાગો લેતા નથી તેમ પોતાની સત્તા જમાવતા નથી. વ્હાલા શિષ્યોને પણ સ્વાભિમાની સ્વાર્થી કે એવા બીજા અંશોમાં દેખે તો તેને તિરસ્કારતા નથી તેમ વિશેષ તેમાં એરાતા પણ નથી, ભગવાનમાં એવું ચતુરપણું હોય છે, ભક્ત થઈને સ્વાર્થ સાધવા દોડે તેનો સ્વાર્થ સાધી દ્યે, પણ મતલબીને તો તજી દ્યે છે.

સત્સંગ કરનારા અચરજ પામી જાય એવા નિર્ભય ભગવાન હોય છે, લોકમર્યાદાને બરાબર સાચવે છે, ભક્તની અવગણના થવા દેતા નથી, પ્રભુની વાણીમાં ચમત્કાર ચેષ્ટા વગેરેમાં રીતભાતમાં પણ માનવો અને દેવતાઓ અચંબો પામી જાય છે, આશ્ચર્ય ગરકાવ થઈ જાય છે, શરણાગતના માનસિક સમાધાનો પ્રભુ સાંનિધ્યમાં તેની મેળે થતાં જાય તેવાં વ્યાખ્યાન, ચેષ્ટા, વલણ, બોલી વગેરે કરે છે, રાજાઓ ઈન્દ્રાદિકો પણ ઉપાધિ મેલીને ભગવાનની વાત સાંભળવા બેસી જાય અને ભગવાનની સવારીમાં હાજર થઈ જાય.

ભગવાનમાં ભ્રમ, પ્રમાદ, મિથ્યાજ્ઞાન હોતું નથી, તેમનું જ્ઞાન નિત્ય પ્રત્યક્ષ જ છે, એક જ ક્ષણમાં તમામ સૃષ્ટિઓને હથેળીમાં દેખતા હોય છે, ઉપદેશ દેવામાં ભગવાન થાકતા નથી, ભગવાનમાં સાચું જ્ઞાન છે, વસ્તુનું વિપરીત કે મિથ્યા જ્ઞાનરૂપ દોષ તેમનામાં નથી, તેમનામાં કોઈ જાતનું અજાતપણું નથી ચરઅચર તમામના સ્વરૂપોને યથાર્થ જાણે છે અને જુએ છે. તેમને પોતાના ગુણોનો ગર્વ જે મદ તે નથી, પોતે સર્વગુણ સંપન્ન છે છતાં તેનો મદ નથી, ગર્વ ન કરવો એ જ પરિપૂર્ણતાપણું છે.

ભગવાન વિનય ગુણવાળા છે તોયે પોતે ક્યાંય હલકા થતા નથી, ભગવાન દયાના સાગર, ક્ષમાના સાગર છે, તેમાં ક્રોધ નથી, ભગવાનમાં માયા કપટ નથી. બહુજ સરલ અને સાચા હોય છે. ભગવાનમાં લોભ, તૃષ્ણા નથી તે તો બધાને બધું આપનાર છે. મહાસમૃદ્ધિનો પણ ત્યાગ કરે છે અને મહાસંતોષી સંત તરીકે રહે છે. ભગવાનમાં આનંદ રતિ પ્રીતિ, મનોજ્ઞતા, કાયમ હોય છે તેમને રાગ તેમજ તમન્ના હોતી નથી, ભગવાન સમભાવવાળા હોવાથી કોઈ પ્રસંગે પણ દુઃખી થતા નથી તેમનામાં પ્રસન્નતા જ રહેલી છે તેથી સર્વેનું કલ્યાણ કરે છે. ભગવાનને નિંદ્રા, તંદ્રા નથી તેવો ભાર પોતાનામાં ભરતા નથી માટે નિરંતર જાગૃત જ વર્તે છે, ભારે ભોજન વડે આલસ પેદા થાય તેવો દુર્ગુણ ભગવાનમાં નથી સદાય આળસરહિત જ હોય છે, ભગવાનને શોક કે ચિંતા નથી ત્રણ કાળના જાણકાર છે તેથી ‘શું થશે ?' એવું આશ્ચર્ય કે અફસોસ નથી, પોતે સત્ય જ બોલે છે તેને ખોટું બોલવાનો દોષ હોતો જ નથી તેમજ બોલ્યું ફરવું પડે તેમ નથી, ભગવાનનું બધુંય છે તેને કોઈની ચીજ છાની લઈ લેવી પડે તેમ નથી અને તૃષ્ણા નથી, જેથી કોઈની ચીજ લઈ લેવા ધારે.

ભગવાનથી મોટા કે સમાન કોઈ નથી જેથી તેમને બીજાના ગુણ દેખીને ઈર્ષ્યા, મત્સર, અસૂયા, સ્પર્ધા દોષ ઉપજતાં જ નથી, ભગવાન પાખંડીને દેખીને પાખંડ ટળાવે છે પણ ઈર્ષ્યા કરતા નથી, ભગવાનને આધીન કાળ, માયા વગેરે છે તેથી તેને કોઈનો ભય નથી. રાજાનો, દેવનો, દૈત્યનો, રાક્ષસનો લૂંટનો, મરણનો, અકસ્માતનો, જીવિકાનો, વિયોગનો, મૃત્યુનો, અપમાનનો ભય તેને નથી. સર્વેના સ્વામી છે તેથી તેમને બીક નથી.

ભગવાન કોઈ પણ જીવની હિંસા કરતા નથી, લીલી ભાજી પત્ર પણ તોડતા નથી, ભગવાનને સર્વ પોતાનું હોવાથી પારકાપણાને અંગે નિંદા અને તિરસ્કાર નથી, પોતાપણાને અંગે પ્રશંસા-પક્ષપાત પણ નથી, પૂજક અને નિંદકને યથા કર્મફળ મળે તેવા નિયમને પોતે નિરીક્ષક છે, ભગવાન માયિક ક્રિડાના ત્યાગી છે, ભગવાન માયિક ખેલને ચાહતા નથી, ભગવાન ઠેકડી-મશ્કરી કરતા નથી, ભગવાન સૂર્ય, ચંદ્ર, અગ્નિ, દીવા વગેરેને પ્રકાશ દેનારા છે, પૃથ્વી, જળ, તેજ વાયુ વગેરેને શક્તિઓ આપનારા છે માટે તેને આધીન થતા નથી, તે બધું ભગવાનને આધીન વર્તે છે.

ભગવાનમાં સર્વજ્ઞતા, મહત્તા, યશવત્તા, વૈરાગ્યતા, મુક્તતા, નિર્લોભિતા, સુંદરતા, વીર્યવત્તા, પ્રયલ્ભવત્તા, મોક્ષપ્રદાત્તા, શ્રીમંતત્તા, ધર્મવત્તા, ઐશ્વર્ય ચમત્કારવત્તા, સર્વોપરિતા, સર્વે નિયામકતા, સર્વતેજસ્વિતા વગેરે ઐશ્વર્યો છે, ભગવાન ભવભ્રમણાના નાશક છે. ભગવાન સર્વ વિદ્યાનો ખજાનો છે તથા સુચારિત્ર્યશીલ ધર્મવાન છે તથા અક્ષરધામના ભાગવત ધર્મોના પ્રાથમિક સ્થાપન કરનારા છે. ભગવાન સાધુ, બ્રહ્મચારી, પાર્ષદ, સાંખ્યયોગી અને આચાર્યના સ્થાપનારા તીર્થવિધાતા છે.

ભગવાન અનાદિકાળથી સર્વજ્ઞ હોવાથી ગુરૂઉપદેશ વિના પણ પોતે અનંત પ્રકારના સ્વતંત્ર ઉપદેશ આપે છે, ભગવાન સ્વપ્રકાશ અને સ્વપ્રત્યક્ષદર્શી તથા સ્વભાગવત ધર્મમાં દીક્ષિત જ હોય છે, ઉત્તમ પુરૂષોનો ગુણ, લક્ષણ, ચિહ્ન, સ્વરૂપ, શક્તિ, સામર્થ્ય, ચમત્કાર, બળ, શ્રી સંપત્તિ, દિવ્યતા, પ્રકાશ, પ્રત્યક્ષદર્શિત્વ વગેરે હોવાને લીધે મુક્ત અને અક્ષરપુરૂષથી પણ ઉત્તમ એવા પુરૂષોત્તમ ગણાય છે.

ભગવાન સંસારી પાખંડીઓને ક્ષોભિત કરે છે અને નીડર રહે છે, ભગવાન કમલની પેઠે નિર્લેપ રહે છે અને દોષ અડવા દેતા નથી, તથા સુરૂપ સુગન્ધિવાલા યશસ્વી હોય છે, ભગવાન માયિક લશ્કરોમાં આગળ વધતા થકા વિજય મેળવનાર હોય છે, ભગવાન તમામ પ્રાણીઓમાં અંતર્યામી રહ્યા થકા સત્યના બતાવનારા નિશ્ચય સંપત્તિવાળા છે, ગુણ પમાડનારા તથા સાચવવામાં સમર્થ ભગવાન યોગક્ષેમ કરનારા કહેવાય છે, ઉપદેશ, આશ્રય, કૃપા, સત્સંગ વડે ભગવાન તમામનું હિત કરનારા છે.

અજ્ઞાની જીવોનાં અંધકારો કાઢવામાં, જ્ઞાનપ્રકાશ આપનારા, સત્ય, અસત્ય, ધર્મ, અધર્મ, જ્ઞાન, અજ્ઞાન રાગવિરાગ વગેરે દર્શાવનારા ભગવાન તે સાચા મહાદીપકરૂપ છે, અનાદિ સમયથી પ્રકાશ ભરેલા છે, તેથી પ્રકટ થાય ત્યાંથી જ સૂર્યની પેઠે સાચા જ્ઞાન પ્રકાશક આત્મદર્શક ભગવાન જ છે, અજ્ઞાનરૂપી અંધારુ ટાળી જ્ઞાનરૂપી પ્રકાશ આપનારા ભગવાન છે, સંસારરૂપી ભવાટવિમાં ભટકતા પ્રાણીને મોક્ષમાર્ગે લઈ જનાર ભગવાન છે.

અધોગતિ, મધ્યગતિ, દેવગતિ અને ઈશગતિના ત્રાસમાં જતા પ્રાણીને શરણ આપનારા મોક્ષ દેનારા ભગવાન છે, પ્રાણીને માયાતારક સદ્બોધદાતા ભગવાન છે, પતિત જીવોને ઉદ્ધારનારા ભગવાન છે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મના યથાર્થ સ્વરૂપો સમજાવનારા ભગવાન છે. જીવસૃષ્ટિ, ઈશ્વરસૃષ્ટિ, બ્રહ્મસૃષ્ટિ તથા અક્ષરબ્રહ્મના નિયંતા ભગવાન છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિના વિમાનમાં બેસનારને ધામ સુધી પહોંચાડનારા ભગવાન છે. નિત્ય સર્વજ્ઞપણું, નિત્ય પ્રત્યક્ષદર્શીપણું આપનારા ભગવાન છે. માયાના કુહક જેને નથી અને બ્રહ્મલોકમાં વસનારા એવા મુક્તજનો તેના પતિ ભગવાન છે. ભગવાન માયાને જીતીને શરણાગતોને પણ માયા જીતવાનું બતાવે છે. ભગવાન સંસારસાગરમાંથી શરણાગતોને તારે છે. ભગવાનને રાગ દ્વેષાદિક નથી અને સ્વશરણાગતોને પણ રાગદ્વેષો છોડાવે છે. અક્ષરબ્રહ્મને, મુક્તોને, અવતારોને, ઈશ્વરોને, માયાને, જીવોને તથા સૃષ્ટિઓને ભગવાન હથેળીમાં જ જેમ છે, તેમ દેખે છે.

આવાં આશ્ચર્યકારક, અકલ્પનિય, અદ્ભૂત તેમજ દિવ્ય ગુણો તેમજ ઐશ્વર્યો દર્શનનાં સાક્ષાત્ નજરે નિહાળીને મનુષ્ય દેહે વર્તતા તેમજ સંત સ્વરૂપે રહેલા પ્રગટ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજમાં કર્યા હતા. માટે જ સ્વામીશ્રી સ્વયં ભગવાન છે. આ વાત નિઃસંદેહ સિદ્ધ થાય છે.

The infinite aishwarya that devotees saw in Shri Krushnavallabhacharyaji Maharaj...

Text of the pages

How is a true satsangi to recognise Bhagwan when he is present in a human body? The shastras explain this. In what ways many devotees had darshan of the divine powers of Bhagwan-hood in Shri Krushnavallabhacharyaji Maharaj is described here in the manner of the shastras...

Written by: Shri Hari Sharanagati Mandal

A true satsangi recognises at once when Bhagwan is present in a divine human body. To recognise Bhagwan one must pay attention. A radiance shines on his face; the gaze of the onlooker keeps being drawn to him, there is never satisfaction from the darshan, and fountains of love spring up in the heart; the murti appears beautiful and pure. The sweetness of the murti seems greater than that of milk, and a brightness appears. In his breath a fragrance greater than that of a lotus spreads, and the mind of the one who sees feels coolness. Wherever the gentle, sweet, loving glance of Bhagwan falls, the one it falls on feels extreme joy, feels happiness and peace, and feels drawn to him; there is never satisfaction from the darshan.

No fault is seen in the loveliness of the murti; the soles of his hands and feet are bright like lotuses, and his nails are like jewels full of fair radiance. When Bhagwan walks, cries of ‘Jay’ are heard going up for him in the sky; it appears as if the devas in the sky are holding umbrellas over him; garlands seem to be offered, chamaras seem to be waved, the wind of fans seems to be cast; the seat on which he sits appears divine, bright and radiant. A light that destroys darkness shines in his murti; he appears full of divine powers; divine flags appear in front and on high ground; he appears to be eating from a golden thal; it seems as if a divine kalpataru is giving shade; his halo seems to give a glimpse in the sky.

In the abode of the Lord, the deities of restraint seem naturally to dwell; it seems that his good-form worship is going on continually; garlands of flowers, sandal and fragrances are always seen being offered to him; his divinity seems to give happiness to human society. In his murti the creations of all the worlds find rest. Knowledge is in him; Saraswati and Lakshmi seem to dwell in him in good form; it seems as if from all directions Saraswati, Lakshmis, arts and deities are coming; the earth, drawn towards him, becomes level, with hollows and hillocks levelled.

The cold and hot seasons behave only pleasantly towards him; gentle, fragrant, cool winds attend upon him. Impure things move away. The fire-god serves him with light, radiance, brightness and warmth as required. A fine drizzle of water serves Bhagwan. Dust keeps peace. Showers of divine flowers are made by the sky-goddesses. They welcome Bhagwan with akshat. Unpleasant smells, tastes, colours, touches and so on move away. Pleasing fragrances, tastes and touches are seen to appear.

Deities adorned in decoration keep up their honour in fine decoration in order to please Bhagwan; with one glance, again and again taking his darshan, they drink in something sweeter than nectar. The speech of Bhagwan is very sweet, full of rasa, of pure meaning, beneficial and juicy, clear, tender, heard and grasped by all; his discourse becomes dear to all. By his pure, refined speech even devas, Brihaspatis and masters of learning melt away. Even humans, animals, birds and creatures, hearing the sweet speech of Bhagwan, become absorbed and intoxicated as if they understood its meaning; even a small child, understanding the speech as full of very clear meaning and full of feeling, is pleased; like grains of pearl, the words of his speech give coolness and peace to the sky and to the listeners; hearing the language of Bhagwan, enmity is calmed.

On seeing Bhagwan, those of other faiths become humble before Bhagwan, and become free of pride, accept the prasadi of Bhagwan and take refuge; before Bhagwan no debater holds on to his own argument; he becomes helpless and accepts the truth that is in Bhagwan; taking the ever-present direct realisation of Bhagwan into his own experience, he melts; where Bhagwan is, no accidents happen, the influence of disease does not occur, there is no trouble from kings and ruling powers; where Bhagwan is, Satyug prevails.

Where Bhagwan thinks, famine ends and plenty comes; rains fall according to need. Fears that have come pass away; the sweet speech of Bhagwan is heard far and wide; it has such a flow, it is full of dignity, it has depth, many secrets are contained in the speech; the descriptions of omniscience are full of oceans of boundless meaning; the endless discourses that proceed on a subject come to rest at their ends.

In the speech of Bhagwan, echoes full of sweetness arise. The discourses of Bhagwan seem to the listeners as sweet as ghee and honey-sugar, and give rise to tenderness, affection and love; the listeners become absorbed; those who listen feel no tiredness and the desire to listen is never stilled; even a long time is not noticed. The words of Bhagwan have meaningful depth, tattvas, breadth of meaning and are free of length, and they are free of contradiction or unestablished obstacles; there is never useless mixture in the discourses; his speech is natural, so that the doubts of the listeners disappear; they are divine words in which even the great Brihaspatis find no fault.

The beauty of Bhagwan’s murti, his gestures, words, laughter, darshan, touch, service and so on bring the mind to one-pointedness and stillness; those who come from far and far for darshan feel no fatigue, nor sorrow at the expense, and strive to offer everything; such are the attractions of Bhagwan. In the festivals of the birth anniversaries of Bhagwan, even if Bhagwan is not present as if visible, joy, enthusiasm, festivity, merriment, kirtan, singing, the sound of instruments, the sound of ‘Jay’, raas play, taking prasad, aarti and worship with devotion and so on are going on just as if he were present. He makes that presence known while remaining unseen.

Great peculiarity, non-attachment and independence are in Bhagwan; he becomes absorbed in pleasing his devotee; he takes no interest even in giving darshan to a non-devotee; he does not pass the time in conversation by talking of this and that; though an ocean of knowledge he also keeps silence; knowing, he remains as if unknowing; in describing things he tells the essence in a way that can be understood; he expands the tattvas as suits the listener; he inclines to make people give up the world and make them happy with the bliss of Brahma; he does not take notice of empty talk; he does not mix with those of the vaikhari speech; he tells the kathas clearly so that even small children can easily understand; he uses the inner-controller power by which the questions of curiosity find peace of themselves and solutions come about.

He does not like praise of himself; he takes no interest in being present at his own festivals; no bondage of this world clings to Bhagwan. He himself remains apart from the pull of thousands of people; the souls of this world have affection for being surrounded by their own circle, but Bhagwan has no affection for being surrounded by his own; he removes sin and purifies the sinner; though he has Bhagwan-hood he does not reveal it in unsuitable assemblies; he does as much of the work he has resolved on as is needed and ends the lila; he has no habit of establishing himself; he takes no interest in quarrels; he stays alert in removing the inner enemies, and sometimes uses his divine power to remove outer ones, such as daityas.

He does not bring anyone’s secret into the light; he does not flatter anyone. For his devotee, to remind him he behaves as is fitting; he makes special effort for the welfare of souls; he writes the beneficial shastras with his own hand, in which he describes his own present and absent accounts to give souls a support for the manifestation of the murti; he gives special importance to the Bhagwat dharma; he neither does nor causes to be done anything that would cause harm; he takes the good and puts aside all the bad; he lives a pure, refined, humble life; he bears many kinds of sufferings, troubles, insults, stigmas, scorn, disrespect, neglect, discomforts and disturbances. He behaves as Vishvambhar.

He is forgiving like the earth, cool like water, giving light like fire, life-breath like air; as a master he has a feeling towards his servant; Bhagwan is of such a nature that even the most ordinary creature, child, old person, poor person, ignorant person, unfit person and so on can approach, reach and serve him; he has no attitude of scorn towards anyone; in the happiness of all he feels delight, to remove sorrow he feels compassion; he is in agreement with works of merit. Bhagwan sees only the good; he does not see the bad; he considers no one low. All are his children, so Bhagwan has a feeling of tender love towards all. He does not rush upon anyone’s nature, and keeps watch so that no harm occurs.

Though he is the Lord, he does not say ‘I am the Lord’; though he fulfils the wishes of countless people who take refuge, he does not say ‘I did it’; nor does he take any kind of levy, nor establish his own authority. Even if he sees in dear disciples self-pride, selfishness or other such traits, he does not despise them, nor does he get specially involved in them; such cleverness is in Bhagwan: if someone becomes a devotee and runs to serve his own interest, he lets his interest be served, but he leaves the self-seeker.

Bhagwan is so fearless that those who do satsang are amazed; he keeps worldly decorum correctly; he does not allow the neglect of a devotee; in the speech of the Lord, in his miracles and gestures and even in his manners, humans and deities are astonished and plunged in wonder; he gives such discourses, gestures, ways and words that the mental questions of those who take refuge are settled of themselves in the Lord’s presence; kings and Indras too, putting aside their troubles, sit to hear the talk of Bhagwan and are present in the procession of Bhagwan.

In Bhagwan there is no delusion, negligence or false knowledge; his knowledge is ever directly present; in one single moment he sees all the creations in the palm of his hand; Bhagwan does not tire in giving teaching; in Bhagwan is true knowledge; the fault of contrary or false knowledge of a thing is not in him; there is no kind of ignorance in him; he knows and sees truly the forms of all, moving and unmoving. He has no pride, the intoxication of his virtues; though he is endowed with all virtues, he has no intoxication of them; not to be proud is itself completeness.

Bhagwan has the quality of humility, yet he is never lowered anywhere; Bhagwan is an ocean of compassion, an ocean of forgiveness; there is no anger in him; there is no maya or deceit in Bhagwan. He is very straightforward and true. There is no greed or craving in Bhagwan; he is the giver of everything to everyone. He even renounces great wealth and lives as a greatly contented saint. In Bhagwan joy, delight, love and cheerfulness are constant; he has no attachment or desire; as Bhagwan is of equal mind, he is not unhappy on any occasion; contentment alone dwells in him, so he brings welfare to all. Bhagwan has no sleep or drowsiness; he does not load such a burden into himself, so he always stays awake; the fault of laziness arising from heavy food is not in Bhagwan, he is always free of laziness; Bhagwan has no grief or worry; he knows the three times, so there is no wonder or regret of ‘what will happen?’; he speaks only the truth and has no fault of speaking falsely, nor does he have to go back on what he said; everything belongs to Bhagwan, so he has no need to take anyone’s thing secretly, and he has no craving, so that he would think of taking anyone’s thing.

There is no one greater than or equal to Bhagwan, so seeing the virtues of others he never feels the faults of envy, jealousy, spite or rivalry; seeing a hypocrite, Bhagwan removes the hypocrisy but does not feel envy; time, maya and so on are under Bhagwan, so he fears no one. He has no fear of a king, of a deva, of a daitya, of a rakshasa, of robbery, of death, of accident, of livelihood, of separation, of death, of dishonour. He is the master of all, so he has no fear.

Bhagwan does not harm any living being; he does not even pluck a green leaf; since everything is his own, Bhagwan has no censure or scorn on account of otherness, and no praise or partiality on account of ownness either; he himself is the observer of the rule that the worshipper and the slanderer receive the fruit of their karma; Bhagwan has given up maya’s play; Bhagwan does not like maya’s games; Bhagwan does not jest or joke; Bhagwan is the giver of light to the sun, moon, fire, lamps and so on, the giver of powers to earth, water, fire, air and so on, so he does not come under their control; all that is under the control of Bhagwan.

In Bhagwan are the powers of omniscience, greatness, glory, dispassion, freedom, absence of greed, beauty, vigour, boldness, giving moksha, wealth, righteousness, miraculous power, supremacy, being the controller of all, being the radiance of all, and so on; Bhagwan is the destroyer of the wandering of births. Bhagwan is the treasury of all knowledge, is of good conduct, and righteous, and is the original establisher of the Bhagwat dharmas of Akshardham. Bhagwan is the establisher of sadhus, brahmacharis, parshads, Sankhya-yogis and acharyas, the maker of tirthas.

Since Bhagwan has been omniscient from time without beginning, he gives endless kinds of independent teaching even without the teaching of a guru; Bhagwan is self-luminous and a self-direct seer, and is initiated in his own Bhagwat dharma; because he has the virtues, marks, signs, form, power, ability, miracles, strength, wealth, divinity, light, direct-seeing and so on of the best of persons, he is counted as Purushottam, higher even than the muktas and Akshar Purush.

Bhagwan agitates worldly hypocrites and remains fearless; Bhagwan stays untouched like a lotus and does not let faults cling; and he is beautiful, fragrant and glorious; Bhagwan, advancing in the armies of maya, is the conqueror; Bhagwan, remaining the inner controller in all beings, is possessed of the wealth of certainty that shows the truth; Bhagwan, who bestows virtues and is able to preserve them, is called the one who provides yoga and kshem; through teaching, shelter, grace and satsang, Bhagwan does good to all.

In removing the darkness of ignorant souls, giving the light of knowledge, showing truth and untruth, dharma and adharma, knowledge and ignorance, attachment and detachment and so on, Bhagwan is the true great lamp; he has been full of light from time without beginning, so from the very place he appears, like the sun, it is Bhagwan who is the true illuminator of knowledge, the one who shows the Self; Bhagwan is the one who removes the darkness of ignorance and gives the light of knowledge; Bhagwan is the one who takes the creature wandering in the forest of the world to the path of moksha.

For the creature going into the torment of the lower state, the middle state, the state of the devas and the state of the Ishwars, Bhagwan is the one who gives shelter and gives moksha; Bhagwan is the giver of right understanding that carries creatures across maya; Bhagwan is the uplifter of fallen souls. Bhagwan is the one who explains the true forms of jiva, Ishwar, maya, Brahma and Parabrahma. Bhagwan is the controller of the jiva-creation, the Ishwar-creation, the Brahma-creation and Akshar Brahma. Bhagwan is the one who takes those who sit in the vimana of dharma, knowledge, dispassion and bhakti all the way to the Dham. Bhagwan is the giver of eternal omniscience and eternal direct-seeing. The muktas who have no trickery of maya and who dwell in Brahmalok have Bhagwan as their lord. Bhagwan, having conquered maya, shows those who take refuge also how to conquer maya. Bhagwan carries those who take refuge across the ocean of the world. Bhagwan has no attachment or hatred, and he makes those who take refuge in him also give up attachment and hatred. Bhagwan sees Akshar Brahma, the muktas, the avatars, the Ishwars, maya, the jivas and the creations in the palm of his hand, just as they are.

Having seen with their own eyes, directly, such astonishing, unimaginable, wonderful and divine virtues and powers, devotees saw them in Shri Krushnavallabhacharyaji Maharaj, who lives in a human body and is present in the form of a saint. Therefore Swamishri is Bhagwan himself. This is established beyond doubt.