સીધા વિષય પર જાઓSkip to content
અનાદિ શ્રી કૃષ્ણનારાયણAnadi Shree Krushnanarayan

Language · ભાષાભાષા

તમારી પસંદગી આ ઉપકરણ પર યાદ રહેશે.Your choice is remembered on this device.

કેવી રીતે ઇન્સ્ટોલ કરવું?How to install?
બધાં પ્રમાણAll proofs

પ્રમાણ 1Proof 1

શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજનું દિવ્ય જીવન તેમજ અનેક સદ્ગુણો...The divine life and many virtues of Shri Krushnavallabhacharyaji Maharaj...

શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજનું દિવ્ય જીવન તેમજ અનેક સદ્ગુણો...

પાનાંનું લખાણ

ભારત પરમ પૂણ્ય ભૂમિ છે. વિદ્યાલય સંબંધ, ગુરુ પરંપરા, શાસ્ત્રોની સમાનતા, ઋષિ પરંપરાની સુરક્ષા વગેરેને કારણે વૈદિક આચાર તથા વિવિધ અવતારોની ભક્તિથી પવિત્ર બનેલી ભૂમિ એટલે ભારત દેશ.

ભારતની બે પ્રતિષ્ઠાઓ છે, એક દેવભાષા સંસ્કૃત અને બીજી ધાર્મિક સંસ્કૃતિ. ભારત વર્ષમાં ભગવાન શ્રીકૃષ્ણદ્વેપાયન વ્યાસજીના સમય પછી જગતને શાસ્ત્રીય સંશુદ્ધ-સંસ્કારિત શુદ્ધ ધન સાહિત્યરૂપે અર્પણ કરી ભારતની બંને પ્રતિષ્ઠા સંસ્કૃત અને સંસ્કૃતિના ઉદ્ધારક જો કોઈ થયા હોય તો તે આંતરરાષ્ટ્રીય વિદ્વાન પ્રકાંડ પંડિત શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ થયા છે.

જ્યારે કોઈ રાષ્ટ્રના પૂર્વ સંચિત પૂણ્યનો ઉદય થાય છે ત્યારે એ રાષ્ટ્રનાં વિદ્યા, શૌર્ય, ચારિત્રય, જ્ઞાન, ધર્મ અને સુસંસ્કારનો અદ્ભૂત વૈભવ લઈને કોઈ એવા મહાપુરુષ અવતરિત થાય છે, જે પોતાના નિષ્કલંક ચારિત્રય, અલૌકિક પ્રતિભા અને અનંત જ્ઞાન-ગરિમાથી પોતાના રાષ્ટ્ર અને સમાજને સર્વકાલીન પુણ્યભાવિત કરી જાય છે. આ પુણ્યશાળી મહાનુભાવ એવું જંગમ તીર્થ હોય છે કે, કોઈપણ જીવ અલ્પકાળ માટે પણ એના સંપર્કમાં આવે તો તે જીવ તેજ સમયે ધર્મવર્ચસ્વ અને જ્ઞાનવર્ચસ્વનો અલૌકિક ચમત્કાર પામીને કથીરમાંથી સુવર્ણ બન્યા વિના રહેતો નથી.

એવી જ ઉદાત્ત સાત્ત્વિક પરંપરાના મુર્ધન્ય પરમપુરુષ એવા શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ (પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણ)ના પ્રાગટ્ય વડે સૌરાષ્ટ્રનું કુંકાવાવ ગામ, તેમનું દેવાણી પટેલ કૂળ પવિત્ર બન્યું છે, તેઓશ્રીના માતા કંભરાલક્ષ્મી અને પિતા ગોપાલકૃષ્ણ પણ કૃતાર્થ બન્યા છે. તેમજ સ્વયં પૃથ્વી દેવી પણ વિશેષ પુણ્યશાળી બની છે.

મહારાજ બાળપણથી જ યોગીરાજ જેવા સુખ-શાંતિવાળા દૈવીમૂર્તિ, તેજસ્વી મૂર્તિ હતા. ભગવાનની મૂર્તિ પાસે બેસી તાલી પાડી ભજન કરતા, પાંચમા વર્ષથી જ પૂજા કરતા.

શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ પ્રતીભાશાલી મહાન લેખક છે, ગૌરવશાળી સંત છે, ભારતીય સંસ્કૃતિના પરમ પવિત્ર મહાત્મા છે તથા સંસ્કૃત સાહિત્ય, વ્યાકરણ, કાવ્ય, પુરાણ, ઈતિહાસ, ધર્મશાસ્ત્ર, ન્યાય, તર્ક, વેદાંત, મિમાંસા, સાંખ્ય, યોગ તેમજ વેદોનાં અવિવાદાસ્પદ તેજસ્વી મહાન સ્કોલર પણ છે. તેથી મહારાજની ગણના વિશ્વના પ્રથમ કોટિના વિદ્વાનો, મહાકવિઓ અને સંસ્કૃતના પ્રકાંડ પંડિતોમાં થાય છે.તેમજ તેમની લેખિની બધાં તત્ત્વજ્ઞાનોની અભિવ્યક્તિ કરવામાં અપ્રતિહત સફળ ગતિવાળી છે.

મહારાજે સંસ્કૃતના શાસ્ત્રોનાં અધ્યયન, અધ્યાપન, લેખન, વ્યાખ્યાન આદિ ખૂબ કુશળતાપૂર્વક કર્યા છે, તેમજ કઠિનમાં કઠિન ગણાતા ગહન વિષયોને પોતાની કુશળતા વડે સર્વ સામાન્યને માટે પ્રભાવશાળી રીતિઓ વડે સર્વ સુલભ બનાવ્યા છે.

આપણાં દેશમાં મહાપુરુષોની ખાણો છે, પણ વિદ્વતા, સર્વશાસ્ત્રીય વિદ્વતા, ભક્તિમત્તા, નૈષ્ઠિકતા, શાસ્ત્રરચયિતૃતતા, સારસ્વતોપાસના, વૈષ્ણવતા, સાત્ત્વિકતા, નિર્વ્યસનિતા, શુદ્ધિ, પંચદેવોપાસના, ધાર્મિકતા, દ્વિજતા, કલ્યાણ વ્રતિમત્તા આવા અમૂલ્ય ગુણો જેમાં મળે તે તો ઈશ્વરનો પણ ઈશ્વર છે માટે જ મહારાજના જ્ઞાન-કર્મ-ભક્તિનાં પવિત્ર ત્રિવેણી સંસ્પર્શથી જ સમગ્ર વાતાવરણ પવિત્ર થઈ જાય છે.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં હજારો સંતોમાં એકમાત્ર સ્વામીશ્રી સંસ્કૃતના તમામ વિષયોમાં આચાર્ય થઈ મહાન વિદ્વાન બન્યા, જેથી તેઓ ‘આચાર્ય’ પદ્વીને પ્રાપ્ત કરીને ‘શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ’ એવાં શુભ નામથી સંપ્રદાયમાં તેમજ વિશ્વમાં પ્રસિદ્ધીને પામ્યા છે.

મહારાજના અદ્ભૂત શાસ્ત્રો ભારતીય સંસ્કૃત તેમજ સંસ્કૃતિનું રક્ષણ કરનારા તેમજ ગૌરવ વધારનારા હોવાથી આવા સર્વશ્રેષ્ઠ વિદ્વાન સંત સરકારને અને દેશને સદા માન્ય થયા છે.

મહારાજનું જીવન ત્યાગી સંત તેમજ મુમુક્ષુ બંને માટે જબરદસ્ત પ્રેરણાદાયક છે.

જે રાષ્ટ્રની સંસ્કૃતિ તેમના તત્ત્વચિંતકો પાસેથી સંસ્કારો મેળવે છે તેમજ મહારાજ જેવા સંતોના મહાન કાર્યોને બિરદાવે છે, તે રાષ્ટ્ર ચોક્કસ મહાન જ હોય છે. તેમાં બે મત નથી.

એક તરફ ન્યાય તાર્કિક, બીજી તરફ શ્રુતિ વૈદાંતિક, ત્રીજી તરફ સાંખ્ય યૌગિક, ચોથી તરફ મીમાંસાનુષ્ઠાનિક, પાંચમી તરફ ઐતિહાસિક, છઠ્ઠી તરફ સર્વ દાર્શનિક અને સાતમી તરફ કાવ્યક્ષેત્રિક એવા સંસ્કૃતના ગહન વિષયોમાં જેમની તલસ્પર્શી ગતિ છે.

શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ કેવલ સ્વામિનારાયણ સંપ્રદાયના અલંકાર છે એમજ નથી, પણ સમસ્ત વિદ્વાન મંડલોના તેમાં પણ પૃથ્વીના અને વિશેષપણે ભારતના મહાઅલંકાર છે, એમાં અતિશયોક્તિ નથી માટે જ મહારાજના આદર્શ વ્યક્તિત્વ તથા કુશળ કર્તૃત્વ વિશે ક્યા બુદ્ધિશાળીને ગર્વ ના થાય ?

સંસ્કૃત જગતમાં વિદ્વાનો તો ઘણાં હોય છે, તેઓ કોઈ એક, બે કે ત્રણ વિષયમાં જ વિદ્વાન હોય છે. તેમજ ઘણાં વિદ્વાનો પોતાની વિદ્યાનો શાસ્ત્ર દ્વારા લોકકલ્યાણ માટે ઉપયોગ પણ નથી કરી શકતા પરંતુ મહારાજ તો સંસ્કૃતના સાંખ્યયોગ, દર્શન, મીમાંસા, વેદાંત, ન્યાય આદિક તમામ વિષયોમાં વિદ્વાન છે અને એ તમામ વિષયો પર લોકકલ્યાણાર્થે એમણે અદ્ભૂત શાસ્ત્રો પણ રચ્યા છે, એ મહારાજનું વ્યાસપણું સિદ્ધ કરે છે.

મહારાજની અવગણના કરનારા ઘણાં તેજોદ્વેષી વલખાં મારે છે, પણ મહારાજના કોઈ પ્રબળ સામર્થ્યને કારણે જેઓ પોતે જ હલકાં બનતાં જાય છે.

વિખ્યાતી પામેલા મહારાજને પાછા પાડવા અનેક ડોળિયા ઈર્ષ્યુકોએ વાવાઝોડાં ઉપદ્રવો ઉપજાવ્યા, ખોટાઈઓ પ્રેરી પણ તેઓ તેમની જ કપટ-માયામાં, ઈર્ષ્યામાં, બળતરામાં દાઝીને કોલસા જ બની રહ્યાં. પણ મહારાજની વિદ્યાને તથા કીર્તિને કોઈ પહોંચી શક્યા નહિં.

યુગનાં વર્તમાન પ્રતિનિધિ એજ મહાપુરુષ છે કે, જે પોતાના પૂર્વાચાર્યોથી પ્રાપ્ત જ્ઞાનની સાથે જીવનભરની આદ્યાત્મિક સાધનાઓ દ્વારા અનુભૂત વિજ્ઞાનને પણ એ જ પરંપરામાં પોતાની કલમ દ્વારા પ્રગટ કરે છે, શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ પણ આજ ભારતીય દર્શનના એક એવા જ યુગ પ્રતિનિધિ મહાપુરુષ તેમજ પરમપુરુષ પરમાત્મા છે.

મહારાજે પોતાનાં સ્વયં સિદ્ધ દિવ્ય જ્ઞાન દ્વારા આખા જગતને પ્રકાશિત કરીને યુગો સુધી પોતાનો પ્રભાવ છોડી ગયા છે.

શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજે નિજ જીવનમાં સંહિતા, શાસ્ત્ર, પુરાણ, ઈતિહાસ, સૂત્ર, ભક્તિશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર આદિનાં ૧૦૮ પારાયણ સંપૂર્ણ કર્યા છે. તેમજ કુરાન, બાઈબલ, ગુરૂગ્રંથસાહેબ વિશ્વપટ્ટદર્શન, જૈનતત્ત્વપ્રકાશ, ભારત વર્ષના તમામ ઉપાસક સંપ્રદાય વગેરેનો ઊંડો અભ્યાસ કરી તેમના પર વ્યાખ્યાનો પણ આપ્યા છે, ઘણાંય તપસ્વી અનુષ્ઠાનો કર્યા છે, ઘણે સ્થળે સ્વામિનારાયણ મંદિરના જીર્ણોદ્ધાર તેમજ સભામંડપો કરાવ્યા છે.

મહારાજમાં જ્ઞાન-વિજ્ઞાન સાગર સાથે મુનિવ્રત, શક્તિઓ સાથે ક્ષમાવ્રત, ત્યાગશીલતાઓ સાથે અપ્રશંસાવ્રત, સન્માનો હોવા છતાં નિર્માનવ્રત, આજીવન નૈષ્ઠિકશીલવ્રત, સંજ્ઞસ્થિતી, ભાગવતી ભક્તિ, ગ્રંથવિદ્યા, પરિશીલન, ભજન-કિર્તન, નિયમ-રક્ષણ તથા પરોપકારી વિદ્યા ભણાવવી, ઉપદેશ કથા પારાયણ વગેરેમાં જીવનવ્રતવાળા છે.

મહારાજની પ્રતિભા તેમનું વ્યક્તિત્વ અને કૃતિત્ત્વની વિશાળતા અને પ્રગલ્ભતા તેમને આ યુગના વ્યાસ તરીકે તો ઓળખાવે જ છે. પરંતુ અસંખ્ય લોકોએ તેમનામાં ભગવાનપણાના તમામ ગુણો, ઐશ્વર્યો, લીલાચરિત્રો તેમજ ચિહ્નોના કરેલા સાક્ષાત દર્શન એ મહારાજને સ્વયં જાણે અનંત જીવાત્માઓનું કલ્યાણ કરવા માટે પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણ જ આ પૃથ્વી પર કૃપા કરીને પરમધામથી પધાર્યા હોય તેવું અવશ્ય લાગે છે.

અહીં મહારાજના દિવ્ય જીવનચરીત્ર અનેક ગુણો તેમજ તેમની વિદ્વતા-શાસ્ત્રો કોનું કેટલું વર્ણન કરવું ? જેટલું વર્ણન કરીએ એટલું ઓછું છે. આ અભિનંદન ગ્રંથ સંપૂર્ણ મહારાજના ગુણાનુવાદથી ભરપૂર સુસમૃદ્ધ છે માટે સર્વવાચક મિત્રોને અતિ ધ્યાનપૂર્વક આ સંપૂર્ણ અભિનંદનગ્રંથનું વાંચન, મનન કરવા અમારી નમ્ર વિનંતી છે.

The divine life and many virtues of Shri Krushnavallabhacharyaji Maharaj...

Text of the pages

India is a supremely holy land. Through its ties with centres of learning, the guru parampara, the unity of the shastras, the protection of the rishi tradition and more, the land called India has become sacred through Vedic conduct and through devotion to the various avatars.

India has two distinctions: one is Sanskrit, the language of the gods, and the other is religious culture. Since the time of Bhagwan Shri Krushnadwaipayan Vyasji, if anyone has revived both of India's distinctions, Sanskrit and culture, by offering the world a scripturally refined, purified and cultured, pure wealth in the form of literature, it is the international scholar and eminent pandit, Shri Krushnavallabhacharyaji Maharaj.

When a nation's accumulated merit from the past comes to fruition, a great soul descends, bearing the wondrous splendour of that nation's learning, valour, character, knowledge, dharma and fine culture. By his spotless character, his extraordinary genius and his boundless dignity of knowledge, such a soul sanctifies his nation and society for all time. This blessed great soul is a moving place of pilgrimage: if any being comes into his contact even for a short while, that being does not fail, at that very moment, to receive the extraordinary miracle of the radiance of dharma and the radiance of knowledge, and to turn from tin into gold.

Through the manifestation of Shri Krushnavallabhacharyaji Maharaj (Pragat Bhagwan Anadi Shree Krushnanarayan), the eminent supreme person of just such an exalted, sattvic tradition, the village of Kunkavav in Saurashtra and his Devani Patel family have become sacred; his mother Kambharalakshmi and father Gopalkrushna have also found fulfilment; and Mother Earth herself has become especially blessed.

From childhood Maharaj was a divine, radiant figure, with the happiness and peace of a yogiraj. He would sit before the image of God, clap his hands and sing bhajans, and from the age of five he performed worship.

Shri Krushnavallabhacharyaji Maharaj is a gifted and great author, a dignified saint and a supremely pure mahatma of Indian culture. He is also an undisputed, brilliant and great scholar of Sanskrit literature, grammar, poetry, the Puranas, history, dharmashastra, Nyaya, logic, Vedanta, Mimamsa, Sankhya, Yoga and the Vedas. For this reason Maharaj is counted among the foremost scholars, great poets and eminent pandits of Sanskrit in the world. His pen, moreover, moves with unobstructed success in giving expression to all the philosophies.

Maharaj has carried out the study, teaching, writing, discourse and more of the Sanskrit shastras with great skill, and by his skill he has made even the subjects considered the most difficult and profound accessible to everyone, in ways that move the common person.

Our country has mines of great men, but one in whom are found such priceless qualities as scholarship, mastery of all the shastras, devotion, steadfastness, authorship of shastras, worship of Saraswati, Vaishnava character, sattvic nature, freedom from addictions, purity, worship of the five deities, religiousness, the status of the twice-born, and a vow of welfare is truly the Lord even of lords. That is why the whole atmosphere becomes sacred by the touch of the holy Triveni of Maharaj's knowledge, action and devotion.

Among the thousands of saints in the Swaminarayan Sampraday, Swamishri alone became a great scholar, an acharya in all the subjects of Sanskrit. Having attained the title of ‘Acharya’, he has become renowned, in the Sampraday and in the world, by the auspicious name ‘Shri Krushnavallabhacharyaji Maharaj’.

Because Maharaj's wondrous shastras protect and enhance the glory of Indian Sanskrit and culture, such a supremely eminent scholar-saint has always been honoured by the government and the country.

Maharaj's life is a powerful inspiration both for renunciant saints and for seekers of liberation.

A nation whose culture receives its refinement from its thinkers, and which applauds the great works of saints like Maharaj, is certainly great. There is no doubt about it.

On one side he is a logician of Nyaya, on another a Vedantin of the Shruti, on a third a yogi of Sankhya, on a fourth a ritualist of Mimamsa, on a fifth a historian, on a sixth a scholar of all the darshanas and on a seventh a man of the field of poetry; such is his penetrating mastery of the profound subjects of Sanskrit.

Shri Krushnavallabhacharyaji Maharaj is not merely an ornament of the Swaminarayan Sampraday; he is a great ornament of all the assemblies of scholars, and in them of the earth, and especially of India. There is no exaggeration in this. Which intelligent person would not feel pride in Maharaj's ideal personality and skilful accomplishment?

In the world of Sanskrit there are many scholars, but they are scholars in only one, two or three subjects. Many scholars are also unable to use their learning, through the shastras, for the welfare of people. Maharaj, however, is a scholar in all the subjects of Sanskrit, Sankhya-Yoga, darshan, Mimamsa, Vedanta, Nyaya and the rest, and on all of these subjects he has composed wondrous shastras for the welfare of people. This establishes Maharaj's status as a Vyas.

Many who are envious of his radiance and try to belittle Maharaj flounder in vain, while by Maharaj's formidable power they themselves keep sinking lower.

To pull the renowned Maharaj back, many jealous, evil-eyed people stirred up storms of disturbances and instigated falsehoods, but they themselves burned in their own deceit and illusion, in their envy and their burning, and became nothing but coal. Yet no one was able to reach Maharaj's learning or his fame.

The true representative of an age is the great soul who, along with the knowledge received from his predecessor acharyas, expresses through his pen, within that same tradition, the realised knowledge gained through a lifetime of spiritual practice. Shri Krushnavallabhacharyaji Maharaj is just such a great soul, a representative of the age in this very Indian philosophy, and also the Supreme Person, Paramatma.

By his own self-evident divine knowledge, Maharaj has illumined the whole world and has left his influence for ages to come.

In his own life, Shri Krushnavallabhacharyaji Maharaj has completed 108 parayans of the Samhitas, shastras, Puranas, histories, sutras, bhakti-shastras, dharmashastras and more. He has also made a deep study of the Quran, the Bible, the Guru Granth Sahib, Vishwapattadarshan, Jain Tattvaprakash and all the devotional sampradays of India, and has given discourses on them. He has performed many austere anushthans, and in many places he has had Swaminarayan mandirs restored and assembly halls built.

In Maharaj, along with an ocean of knowledge and science is the vow of a muni; along with powers, the vow of forgiveness; along with a spirit of renunciation, the vow of not seeking praise; despite honours, the vow of humility; a lifelong vow of steadfast virtue; a state of constant remembrance; Bhagavati devotion; study of granths; reflection; bhajan and kirtan; protection of the niyams; and the lifelong vow of teaching knowledge for the benefit of others, and of discourse, katha and parayan.

Maharaj's genius, his personality, and the vastness and maturity of his creative work do indeed make him known as the Vyas of this age. But the direct vision that countless people have had in him of all the qualities, divine powers, divine pastimes and characteristics of Bhagwan make it certainly seem that Pragat Bhagwan Anadi Shree Krushnanarayan Himself has graciously come down to this earth from Paramdham in the form of Maharaj, to bring about the welfare of countless souls.

Here, how much can be said of Maharaj's divine life story, his many virtues, and his scholarship and shastras? However much we describe, it is too little. This Abhinandan Granth is wholly filled and richly endowed with praise of Maharaj's virtues, and so we humbly request all our reader friends to read and reflect on this entire Abhinandan Granth with the utmost attention.