પ્રમાણ 10Proof 10
સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજનું અમૂલ્ય યોગદાન...The priceless contribution of Shri Krushnavallabhacharyaji Maharaj to the Swaminarayan Sampraday...
પાનાંનું લખાણ
સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજનું અદ્ભૂત યોગદાન
શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં દિક્ષીત થયા હતા, માટે પોતાનું સંપૂર્ણ જીવન સંપ્રદાયમાં જ વ્યતિત કરી અને દેશ-વિદેશમાં પોતાના વિદ્વતાપૂર્ણ શાસ્ત્રોનો પ્રચાર કરી સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતનો પાયો દૃઢ કરી દીધો. તેમજ અનેક કથા-પારાયણો અને શાસ્ત્રાર્થો દ્વારા ઉપરાંત અનેક સર્વજીવહિતાવહ કાર્યો કરી સંપ્રદાયનો ખૂબ ખૂબ પ્રચાર કર્યો. આ સત્ય હકીકતની માહિતી અહિં સંક્ષિપ્તમાં રજૂ કરેલ છે.
જેતપુર, ગાદીના સ્થાનમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં જય બોલાવવાની ગોઠવણીમાં શ્રીકૃષ્ણવલ્લભાચાર્ય શાસ્ત્રીજીએ શ્રીસ્વામિનારાયણ ભગવાનની જય-આવે એવી મૂર્તિઓની જયમાં લિખિત જય વ્યવસ્થા કરીને તે પ્રમાણે જય બોલાવવી ચાલુ કરી હતી, શ્રીશાસ્ત્રીજી મહારાજે જ્યાં જે પારાયણો કથાઓ તથા શ્રીપતિના અવસરમાં ઉત્સવ-સમૈયાઓના અવસરોમાં સર્વત્ર નિત્ય શ્રીસ્વામિનારાયણ ભગવાનની જય બોલાવી ચાલુ રાખી જ હતી, ધોરાજીમાં શ્રીસ્વામિનારાયણ ભગવાને જયસ્વામિનારાયણ એમ સભાને અંતે ઉચ્ચાર્યું તે પ્રમાણે વચનામૃતમાં પ્રમાણ જયસ્વામિનારાયણ શબ્દ પ્રસિદ્ધિમાં છે.
શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ કાશી તરફ ભણવા પધાર્યા ત્યારે ભારતની સામે શ્રીસ્વામિનારાયણ સંપ્રદાય કચ્છ કાઠિયાવાડ ગુજરાતના સમુદ્ર કાંઠાના એરિયાઓમાં અતિ ટૂંકી લીરમાં જણાતો, દૈનિક પેપરોવાળા તેવી બાબતના લેખો લેતા નહિ, સંપ્રદાય ન રાખવા એવા વિચારોના રાજકીય માનવો થવા લાગ્યા.
શ્રી શાસ્ત્રીજી મહારાજે નિજ નવીન વિચાર સ્વામિનારાયણ નામ અને સંપ્રદાય ભારતભરમાં તથા વિદેશોમાં શેવ વૈષ્ણવ સંપ્રદાયોની પેઠે ઓળખાણમાં આવવા લાગે એ માટે નક્કી કરી ગ્રંથ લેખન દ્વારા સુમૂર્ત સ્વરૂપે લાવવા વિ.સં. ૧૯૯૧થી આરંભ કર્યો. ગીતા પ્રેસ ગોરખપુર કલ્યાણમાં તેવા લેખો અને બ્લોકો આપ્યા, જે વડે શ્રીસ્વામિનારાયણ ભગવાન અને તે વખતના ચમત્કારી સંતો ચમત્કારો પ્રસિદ્ધિમાં મેલાણા, કાશીજીના વિશ્વવિદ્યાલય ક્વિન્સ કોલેજ વિગેરેમાંથી નીકળતા સંસ્કૃત માસિકોમાં સંસ્કૃત લેખો શ્લોકો વૃત્તાંતો વિગેરે આપ્યા, શ્રીસ્વામિનારાયણ વેદાંતસાર નામક ગ્રંથની અઢી હજાર પ્રતો છપાવીને વિદ્વાનોને ભેટ આપી. ભારતમાં પ્રચાર એક એક વર્ષમાં ચાલીસ હજારથી વધારે વિદ્યાર્થીઓ ભણી શકે માટે પરીક્ષામાં ખાસ નિર્ધારીત ટેકસ્ટ બુક સંસ્કૃત તર્ક સંગ્રહ ન્યાયગ્રંથ અને ન્યાયસિદ્ધાંતમુક્તાવલી ઉપર કિરણાવલી ટીકાઓ તથા ટિપ્પણીઓ લખીને દુકાનદારોને વિના બદલો લેવાના ઠરાવે આપી દીધીઓ જેના કેટલાક એડીશનો પ્રચારમાં નીકળ્યા, પછી સાંખ્ય યોગ શાસ્ત્રો ઉપર કિરણાવલી ટીકાઓ તથા મૂલ સૂત્રો ઉપર શ્રીસ્વામિનારાયણ ભાષ્યો લખીને પુસ્તક વિક્રેતાઓને આપી દીધા જેનો બ્હોળો પ્રચાર થયો, પછી અવિદ્વત્ પ્રજાને માટે હિન્દી વચનામૃતો હિન્દી શ્રીગુણાતિતાનંદ સ્વામી વાર્તાઓ તથા શ્રીગોપાળાનંદ સ્વામી વાર્તાઓ લખી જાહેરમાં મૂકી, વિના મૂલ્યે યોગ્ય તમામ લાયબ્રેરીઓમાં, સંસ્થાઓમાં, ભારતમાં આપી. છ દર્શન શાસ્ત્રો ઉપર માર્મિક ટીકાઓ તથા એક એક ગહન પ્રમાત્વ પ્રામાણ્ય ખ્યાતિ પાંચ તત્ત્વો વિગેરે ઉપર સંસ્કૃત ગ્રંથો લખી જાહેરમાં આપ્યા તેનો ભારતમાં ઘણો પ્રસાર તેમજ પ્રચાર થયો. વિદ્વાનોમાં અને દિલ્હી, અલાહાબાદ, કલકત્તા, લાહોર ભૂતપુરી મદ્રાસ, નાલંદા, વડોદરા, પાટલીપુત્ર વિગેરે શિક્ષા વિભાગમાં ઘણો બહોળો પ્રચાર થયો, સરકારે અને મહાધનાઢ્ય પ્રેસોવાળાએ પોતાની કમાણી માટે પ્રચાર કર્યો. દેશ-વિદેશોના કેટકેટલા લોકોમાં આ ગ્રંથો છપાયેલા નિર્દેશ સાક્ષાત્ જોવામાં આવ્યા, જર્મન અમેરિકા ઈગ્લેન્ડ વિગેરે સ્થળોએ એ ગ્રંથો પહોંચેલા તેના લિસ્ટમાં વાંચવામાં આવ્યા.
બનારસ યુનિવર્સિટી, લાહોર યુનિવર્સિટી, બંગાળ યુનિવર્સિટી અને વડોદરા યુનિવર્સિટી, સંસ્કૃત વિભાગમાં શ્રીસ્વામિનારાયણ વેદાંત પ્રથમા, મધ્યમા અને ઉત્તમા આચાર્ય શાસ્ત્રી રત્ન તીર્થ વિગેરે પરીક્ષાઓમાં દાખલ કરાવવા સંપ્રદાયિક તથા દાર્શનિક શાસ્ત્રોનો કોર્સ સંપૂર્ણ અરજી તરીકે મોકલવામાં આવ્યો, તેનો જવાબ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીને ઉત્સાહ સાથે મળ્યો, તેમાં જણાવેલ જે કોર્સ અમો લિસ્ટમાં મેલિયે તેના માટે ચાલુ વર્ષે જ બબે વિદ્યાર્થીઓ એમ દસ વિદ્યાર્થીએ તેમાં પરીક્ષા માટે ફોર્મ ભરે જેથી તે કોર્સ ચાલુ થઈ જશે.
સ્વામીશ્રીએ કાશીજીમાં શ્રીસ્વામિનારાયણ વિદ્વાન્મંડળ સ્થાપિત કર્યું, જાહેર સભાઓમાં વ્યાખ્યાન આદિ વડે સંપ્રદાયના પ્રચાર વિશેષ સ્વરૂપે થાય તેના પત્રો વિગેરે નામ રજીસ્ટર્ડ સ્વરૂપે ગોઠવાયાં, જાહેરમાં મેલાયા. શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીએ વિશ્વવિદ્યાલયના બ્રાહ્મણ મહા સંમેલનમાં દાખલ થઈ સભાઓમાં સંસ્કૃત વ્યાખ્યાનો અને સભ્ય તરીકેના કામકાજો ઉપાડ્યાં તે રીતે શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતો પ્રચાર કરવાનો સારો સમય મળ્યો અને બ્રાહ્મણ મહા સંમેલન ભરવા માટે આચાર્ય શ્રીવાસુદેવપ્રસાદજી મહારાજ દ્વારા સંકલન કર્યું, તે સફળ થયું અને બ્રાહ્મણ મહાસંમેલનના તમામ દસેક હજાર વિદ્વાનોમાં શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયે પ્રત્યક્ષ દર્શનરૂપે સ્થાન મેળવ્યું, ત્યારબાદ આચાર્યોને વિદ્વાનોના કુટુંબોમાં સંબંધો બાંધવા વારંવાર સલાહ-સૂચન શ્રીશાસ્ત્રીજી શ્રીકૃષ્ણવલ્લભાચાર્ય તરફથી અપાતું રહ્યું, જેનું ફળ કાશીના વિદ્વાનોમાં સ્થાયી કુટુંબોમાં વેવાઈવેલાના સંબંધો બંધાયા આ બાબતો ચાલુ જ હતી, શ્રીપતિપ્રસાદજી મહારાજ કાશીજી પધારેલા ત્યારે વિદ્વાનો તરફથી હારતોરા સન્માન કરાવેલા કાશીજીમાં મંદિર કરાવવા ભલામણ કરાવાયેલી, વિદ્વાનોનાં તરફ લક્ષ્ય આપી શ્રીપતિપ્રસાદજી મહારાજે કાશીજીની મંદિર કરવાની જમીનમાં ખાતમુહૂર્ત કર્યું હતું.
શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી અને બીજા વિદ્વાનો લક્ષ્મણશાસ્ત્રીજી વિગેરે ભેળા હતા, ત્યારબાદ આચાર્યશ્રીએ આવશ્યકતા સમજી કલકત્તામાં પધારી મંદિર માટે એક ત્રણ ચાર માળનું મકાન લઈ તેમાં મંદિર કરાવ્યું, સંતોને રાખ્યા અને કાશીજીનું મંદિર લાંબેકાળે પૂરું થયું તેમાં પ્રતિષ્ઠા મહોત્સવમાં ઘનશ્યામદાસ બીરલા તરફથી સોનાના બાકડાં, ખુરશીઓ, તંબુઓ ઉનની જાજમો વિગેરે મહા સામગ્રીઓ સમીયાણો મેળવી શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીએ મહોત્સવ ધામધૂમે ઉજવ્યો હતો તેમાં મહામહોપાધ્યાયો આચાર્યો બીરલા શ્રી તથા અધિકારી, નાગરિકો વિગેરેની જાહેરસભા ગોઠવી હતી તેમાં વિદ્વાન પંડિતોની મહાસભામાં સંસ્કૃતના પ્રવચનો શાસ્ત્રાર્થો શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજે મહાવિજય પ્રાપ્ત કરીને વડતાલ મંદિરના કોઠારી શાસ્ત્રી ધર્મસ્વરૂપદાસજી તેમજ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી હસ્તક મહાસભામાં ઉપસ્થિત સર્વ વિદ્વાન પંડિતોને દાન-દક્ષિણાઓ તેમજ પારિતોષીકો અર્પણ કરી સૌનું વિશેષ સન્માન પૂજન કરી, સર્વ વિદ્વાનો દ્વારા પૂજ્ય આચાર્ય શ્રીઆનંદપ્રસાદજી મહારાજને ધર્મગુરૂનો ૧૦૦૮ અંક સમ્માનમાં અપાયો હતો. તે પહેલા સંપ્રદાયની ગાદિ પર બિરાજમાન આચાર્ય મહારાજશ્રીના શુભ નામ આગળ ૧૦૮નો શુભ અંક સમ્માનમાં લેવામાં આવતો. હવે ૧૦૦૮નો અંક સમ્માનમાં હંમેશા લગાવવામાં આવે છે. તેનો યશ અવશ્ય નિઃસંદેહ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીના ફાળે જાય છે. આ મહાન અલૌકીક કાર્ય બદલ આચાર્ય શ્રીઆનંદપ્રસાદજી મહારાજ તેમના પર વિશેષ રાજી થયા હતા.
કાશીજીમાં શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયની ઉત્કૃષ્ટતા વૈષ્ણવતા સરયૂપારીણમાં ભગવાન શ્રીહરિનું પ્રાગટ્ય અને મહાગુજરાતના મહાન સંપ્રદાય વિપ્ર ભગવાન સ્થાપિત પવિત્ર સંપ્રદાય વિશેષપણે જાહેર થયો હતો.
શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી વિરચિત ગ્રંથો દ્વારા વિદ્વાનોમાં દેશ-પરદેશમાં સંપ્રદાય વધારે પ્રખ્યાતિ પામવા લાગ્યો, હિતોપદેશ કિરણાવલી તર્કસંગ્રહ કિરણાવલી આદિ પ્રથમાના ગ્રંથો તો સો એ સો એડિશનોમાં મુદ્રિત થઈ પ્રેસો દ્વારા અભ્યાસીઓ દ્વારા જગતમાં વ્યાપ્ત થયા. સ્વામિનારાયણ સંપ્રદાય, આચાર્યો, બ્રહ્મચારીઓ, સાધુઓ, પાર્ષદો, હરિભક્તો, સાંખ્યયોગી સતીઓ અને ધર્મવાળી બાઈઓ તથા મંદિરો, મૂર્તિઓ, ઉપાસનાઓ, વિગેરેમાં ચડિયાતા નંબરમાં પ્રસિદ્ધિ પામ્યો. નાની મોટી શિક્ષાપત્રીઓ હજારો પંડિતોને અપાઈ, તે ઉપરથી સર્વમાન્યતા સ્થિર થઈ, જૂના વખતના લોક કથણીના ભ્રમો ટાળી નાખ્યા, મંદિર અને સંતો કાશીમાં સતત રહેવા લાગ્યા, જે તીર્થવાસીઓ દ્વારા પણ જગતભરમાં ખ્યાતિઓના પમાડનારા થયા, કોઈ કોઈ અંગ્રેજી પુસ્તકો લખાવા લાગ્યા, સંપ્રદાયોમાં બંડ જાગવા લાગ્યા, તેઓએ પણ યશકિર્તી મેળવવા કાશીના આશ્રયો લીધા. પોતપોતાને માટે ડુગડુગીઓ ચાલુ રાખી તેમાંથી મહાઢોલ વાગતા વહેતા મેલ્યા.
શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીએ સંપ્રદાય તરફથી જાહેર વ્યાખ્યાનો ગુજરાત સૌરાષ્ટ્ર વિગેરેમાં વધારે પ્રમાણમાં ચાલુ રાખ્યા અને દાર્શનિક સિદ્ધાંતોમાં વૈષ્ણવ સિદ્ધાંતોમાં અને સ્વતંત્ર તત્ત્વ પદાર્થોમાં તથા ફલ સાધન અને સ્થાપનાઓમાં, સાચો સાથ કર્મકાંડોમાં, વીજળીના પ્રકાશમય મહાપ્રકાશો જનતામાં સભાઓ દ્વારા જાહેર શિક્ષા પ્રવાહો ઉપદેશાત્મક વિજ્ઞાનો અને કર્તવ્યપરાયણાઓ વહેતી મૂકી હતી, જેથી સંપ્રદાયના નવીન યુવક સંતો આ પ્રણાલીને અપનાવીને જાહેર વ્યાખ્યાતાઓ થવા લાગ્યા, દેશ-પરદેશમાં વિચરવા લાગ્યા અને વિદેશોમાં વસતા સત્સંગીઓને સંપ્રદાયના પ્રચારમાં મદદરૂપ થવા લાગ્યા, મંદિરો પરદેશોમાં સ્થપાયાં. આવી વિશાળતાના બીજ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીએ સંપ્રદાયની સેવા તરીકે રોપ્યાં-ઉગાડ્યા અને પોષ્યાં છે.
શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીએ સૌરાષ્ટ્રમાં વસવાટ કર્યા પછી વિશ્વભરમાં સંસ્કૃત સંસ્થાઓમાં, કયાંય બાકી ન રહે તેનો વિમર્શ કરીને, શ્રીસ્વામિનારાયણ ભગવાનનું પ્રાકટ્ય, જે વડે જાણવામાં, ભણાવવામાં આવે તેનું કાર્ય, શ્રીઅચિંત્યાનંદજી બ્રહ્મચારીએ જૂનાગઢમાં રહી સંસ્કૃત ૧૭ સત્તર સર્ગોનું એક ઉત્તમ કાવ્ય શાસ્ત્ર રચ્યું, લખ્યું સટીક બ્રહ્મચારી ઈશાનંદજી શાસ્ત્રીજી બાળકૃષ્ણાનંદજી દ્વારા શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીને પ્રાપ્ત થયેલ, તે કાશીના મહંત શ્રીશ્વેતવૈકુંઠદાસજી ન્યાયાચાર્યને મુદ્રિત કરાવવા આપ્યું, તે સારે સ્વરૂપે મુદ્રિત થયું, અને તેને વિશ્વને છેડે સુધી પહોંચાડવા, મહાવિદ્યાલયોમાંથી સંસ્કૃત તથા અંગ્રેજી આદિ કોલેજોના દુનિયાભરના લિસ્ટો મગાવીને, તેમાંથી પ્રત્યેક શિરનામે મોકલાવવા માટે પ્રસિદ્ધ થયેલા કાવ્યના પુસ્તક રવાના કરવા વિદ્વાન શ્રીગઢપુરના કાશી નિવાસી હરિપ્રકાશશાસ્ત્રીજી દ્વારા ગોઠવણી કરી, તેઓએ આ પૃથ્વીના એશિયાના આફ્રિકા વિલાયત રશિયા, ચીન, જાપાન, જાવા, સુમાત્રા, ભારત વિગેરે દેશોમાં, ઓસ્ટ્રેલિયા, લંકા વિગેરેમાં ઈગ્લેન્ડ વિગેરેમાં અમેરિકા, કેનેડા વિગેરેમાં ગ્રીનલેન્ડ, જર્મન, ફ્રાંસ, સ્પેન, હોલેન્ડ, પોલેન્ડ, તૂર્કસ્તાન, ઈટાલી વિગેરેમાં અરબસ્તાન, પાકિસ્તાન, બલુચિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, તહેરાન, બસરા, હિમાલયના તિબ્બત, કાશ્મીર, નેપાળ વિગેરેમાં કોઈ શિક્ષણ વિભાગ રહી ન જાય એ રીતે એક વર્ષ બરાબર મહેનત લઈ તમામ સંસ્થાઓમાં તે કાવ્ય રવાના કરી દીધા અને તેનો મોકલવાનો તમામ ખર્ચ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીએ પૂરો પાડ્યો, જે કાવ્ય વડે તથા બીજા ગ્રંથો વડે આ પૃથ્વીના ગ્લોબમાં દેશોના વિદ્વાનો શ્રીસ્વામિનારાયણ સંપ્રદાય ભારતમાં છે એમ વધારે જાણતા થયા, ઘણા પત્રો આવ્યા, જેમાં પોતાના વિભાગોમાં તે તે ગ્રંથોને નિશ્ચિત મૂકવા માટે વચનો આપ્યાં.
જગતભરના વિદ્વાનોનાં અભિનંદનો શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીને માટે આવવા લાગ્યા. તેથી તે અભિનંદન પત્રોનો શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી અભિનંદન ગ્રંથ-વિદ્વાનોકૃત-અભિનંદનાનિ નામના ગ્રંથનું પ્રકાશન પણ કરવામાં આવ્યું.
સાંપ્રદાયિક સંતો વડે સરયૂપારીણ બ્રાહ્મણ વંશમાં શ્રીસ્વામિનારાયણ પરમાત્માએ પ્રાકટ્ય લઈ ભક્તિમાર્ગ ઉત્તમ રીતે સ્થાપ્યો, આ સરયૂપારીણ વિદ્વાનોમાં સ્પષ્ટ થયું. તે માટે ભારતમાં કાશીમાં સંપ્રદાયનું ઘણું માન સન્માન વૃદ્ધિ પામ્યું છે.
શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયની પ્રસિદ્ધિ માટે શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજે જીવનપર્યંન્ત પોતાની કલમ ચાલુ જ રાખી છે, રાત-દિવસ ભક્તિ અને જ્ઞાન વિદ્યામાં નિજ સંતજીવનને સમર્પિત કરી આત્મ નિવેદીપણું સાચવ્યું છે, તેને જગત મહાસત્તાના અવતારમાં માનવા લાગ્યું છે, જેમણે ૫૩ ગ્રંથો લખી ભારતને અને વિદેશોને સારસ્વત સેવા આપી છે, તમામ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ એવા શ્વેતાયન વ્યાસ આજ પાંચ હજાર વર્ષે વિદ્યોત્તેજન માટે ફરીથી પ્રગટ થયેલાને વિશ્વના વિદ્વાનોએ અભિનંદનો આપ્યા છે.
શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજને વિશ્વની રાજકીય અને પ્રજાકીય શિક્ષણ સંસ્થાઓએ ઘણા ખિતાબો એનાયત કર્યા છે.
મહામહોપાધ્યાય, ભારતભૂષણ, વૈષ્ણવવિદ્વત્તસાર્વભૌમ, દાર્શનિકપંચાનન, ષડ્દર્શનચાર્ય, ન્યાયવૈશૈષિક શાસ્ત્રી, નવ્યન્યાયાચાર્ય, સાંખ્યયોગતીર્થ, વેદાંતતીર્થ, મીમાંસાતીર્થ, સાહિત્યમનિષી, દાર્શનિકમાર્તંડ, એમ.એ. ડી.લિટ્, ડી.ફિલ, ડૉક્ટર શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજને આવા શ્રેષ્ઠ ઈલ્કાબો મળ્યા છે. જૂનાગઢના સાર્ધશતાબ્દિ પાટોત્સવના મહોત્સવમાં શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજે મુખ્ય પ્રમુખસ્થાને રહી તમામ વ્યવસ્થિત સેવા તથા સભા-પ્રવચન સાતત્ય તથા આમંત્રણ દાન માન-સન્માન સેવા સંઘ સેવા આતિથ્ય દેવ દરબારની શોભા અને વિનીતતા ખૂબ જ દીપાવ્યા છે.
વિશ્વભરમાં સાહિત્ય શાસ્ત્રો દ્વારા પ્રસિદ્ધ થયેલા સંપ્રદાયને સાંભળીને રાજી થતાં સત્સંગિ સમૂહોના મંડળો અસ્તિત્વમાં સાંપ્રદાયિક પ્રચારનો લાભ લેવા લાગ્યા છે, અને સાંપ્રદાયિક સાધુઓને પરદેશોમાં જવાના સાફ સાફ પરિચયો માટે પ્રથમથી રોપેલા શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી દ્વારા શાસ્ત્રોના પાનાઓમાં ઘણાં સાધુઓ પરદેશોમાં સાંપ્રદાયિક પ્રચાર માટે સહેલી રીતે જવા લાગ્યા છે, પ્રચાર કરે છે, તેઓને ઘણો મજબૂત પાયો મદદરૂપ થાય છે અને થશે, માનવ સ્વભાવ પ્રમાણે સ્વકૃતિના ગર્વમાં તેમને આનંદ લેવાનો સમય પણ ઉછીનો લીધેલ હોય તેમ સાર્થક કરવામાં અપ્રતિઘાતતા છે જ, વિશ્વમાં સત્સંગ ફેલાવો, સાહિત્ય દ્વારા શ્રીસ્વામિનારાયણ સંપ્રદાય પ્રથમ નંબરે માનપાત્ર થાય તેમ છે.
ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી શાસ્ત્રીજી મહારાજે જામનગરમાં મહાસભામંડપ કરાવ્યો તથા મંદિરના ઘુમ્મટ પ્રદક્ષિણા ચિત્રકળા વિગેરે રચાવ્યા, આરસ નખાવ્યો, સોના-ચાંદીના હિંડોળા વિગેરે કામકાજો કરાવ્યા. જામનગરથી રાજકોટ પધારી મહાભવ્ય મંદિર પૂરું કરાવ્યું તેમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ વિગેરેની મૂર્તિઓ પધરાવી, ભંડાર સભામંડપમાં સોના-ચાંદીના બારણા, કળશ વિગેરે કરાવ્યા. ત્યાંથી જામનગરનું કામ પૂરું કરી જૂનાગઢ પધારી જૂનાગઢનો નવો શ્રીગુણાતીતાનંદ મહાસભામંડપ કરાવ્યો, રંગકામ આરસ કામો સોના-ચાંદીના સિંહાસનો કળશ કરાવ્યાં, શ્રી ગુણાતિતાનંદ સ્વામીના સભામાં બેસવાના આસનવાળા સ્તંભની આરસની ડેરી છત્રી કરાવી તથા ચારે તરફના બ્લોકોમાં ઉપાડકામ અને રંગરોગાન કરાવ્યા તથા સિંહાસનની જાળી વિગેરે કરાવ્યાં, સભામંડપની કારીગરી, નકશીકામ શ્રીહરિ શરણાગતિ મંડળ પાસે કરાવ્યું તથા સિંહાસનની જાળી વિગેરે કરાવ્યાં, ઓફિસ પાઠશાળાના રૂમો સીડીઓ આરસ, મોજેક વિગેરે કરાવ્યાં. મુંબઈ, પૂના, સુરત, જામનગર, રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, માણાવદર, શાપુર, ઉના, બાબરીયાવાડ, કાઠિયાવાડ, સુરત જિલ્લો તથા પરદેશ વિગેરેથી દ્રવ્ય પ્રાપ્ત કરી આવા મહાન કાર્યો ત્રીસેક લાખોના કરાવ્યા, મહોત્સવનો વધારાનો સંચય શિક્ષાવિદ્યા વિભાગમાં શ્રી શાસ્ત્રીજી મહારાજે સમર્પિત કરાવેલ છે અને સત્સંગની વૃદ્ધિ કરેલ છે.
નિજ વિદ્યાનો સાગર ૫૩ શાસ્ત્રો સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી વિગેરેમાં રચીને વિશ્વને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની ઓળખાણ અપાવી છે, તથા સરયુપારીણ બ્રાહ્મણોમાં ભગવાન સ્વયં પ્રગટ થયેલા છે, એ બાબતનો હિંદુસ્તાનને પરિચય કરાવ્યો છે.
Text of the pages
The Wonderful Contribution of Shri Krushnavallabhacharyaji Maharaj to the Swaminarayan Sampraday
Shri Krushnavallabhacharyaji Maharaj was initiated into the Swaminarayan Sampraday, so he spent his whole life in the Sampraday, spread his scholarly shastras in India and abroad, and made the foundation of the Sampraday’s principles firm. Moreover, through many katha-parayans and shastrarthas, and through many works for the good of all living beings, he spread the Sampraday very widely. The facts of this truth are presented here in brief.
At Jetpur, at the seat of the gadi, when the chanting of ‘Jay’ was arranged at the murti pratishtha mahotsav, Shri Krushnavallabhacharya Shastriji arranged a written order of the Jay in which the Jay of Bhagwan Shri Swaminarayan comes in the Jay of the murtis, and began to have the Jay chanted accordingly. Shri Shastriji Maharaj had already kept up the daily chanting of the Jay of Bhagwan Shri Swaminarayan everywhere, in the parayans and kathas wherever they were held, and on the occasions of Shripati’s festivals and samaiyas. At Dhoraji, Bhagwan Shri Swaminarayan pronounced ‘Jay Swaminarayan’ at the end of the assembly; accordingly, the words ‘Jay Swaminarayan’ are well known in the Vachanamrit as authority.
When Shri Krushnavallabhacharyaji Maharaj came to Kashi to study, in the eyes of India the Shri Swaminarayan Sampraday appeared as only a very thin line in the coastal areas of Kutch, Kathiawad and Gujarat; the daily newspapers did not take articles on such subjects, and political people with the thought of not keeping any sampraday had begun to appear.
Shri Shastriji Maharaj decided that his own new idea, that the name and the Sampraday of Swaminarayan should come to be recognised throughout India and abroad like the Shaiv and Vaishnav sampradays, should be brought out in a clear form through the writing of granths, and began this from V.S. 1991. He gave such articles and blocks to the Gita Press Gorakhpur’s Kalyan, through which Bhagwan Shri Swaminarayan and the miracles of the miracle-working saints of that time were brought to public notice; he gave Sanskrit articles, shlokas, accounts and so on in the Sanskrit monthlies issued from Kashiji’s university, Queen’s College and elsewhere; he had two and a half thousand copies of the granth called Shri Swaminarayan Vedantasara printed and gave them as gifts to scholars. So that more than forty thousand students every year in India could study, he wrote Kiranavali commentaries and notes on the Sanskrit Tarka Sangraha, a Nyaya granth, and on the Nyayasiddhantamuktavali, which had been set as specially prescribed text books for the examinations, and gave them to shopkeepers under an arrangement of taking nothing in return, and several editions of them came out in circulation; then he wrote Kiranavali commentaries on the Sankhya and Yoga shastras and Shri Swaminarayan Bhashyas on the original sutras and gave them to booksellers, and they spread widely; then, for people who were not scholars, he wrote Hindi Vachanamrits, Hindi Shri Gunatitanand Swami Vartas and Shri Gopalanand Swami Vartas and put them before the public, and gave them free of charge to all suitable libraries and institutions in India. He wrote profound commentaries on the six darshan shastras and Sanskrit granths on pramatva, pramanya, khyati, the five tattvas and so on, one by one, and gave them to the public, and they were widely spread and propagated in India. They spread very widely among scholars and in the education departments at Delhi, Allahabad, Calcutta, Lahore, Madras, Nalanda, Vadodara, Patliputra and elsewhere; the government and the very wealthy press-owners promoted them for their own earnings. In how many people in India and abroad did these granths appear printed, with references, seen directly with one’s own eyes; they were read in the lists of places such as Germany, America and England where these granths had reached.
To have the Shri Swaminarayan Vedant Prathama, Madhyama and Uttama, Acharya, Shastri, Ratna, Tirtha and other examinations introduced in the Sanskrit departments of Banaras University, Lahore University, Bengal University and Baroda University, the course of the sampradayik and philosophical shastras was sent complete as an application; Shri Krushnavallabhacharyaji received an enthusiastic reply, in which it was stated that for the course which they would put in the list, this very year two students each, ten students in all, would fill in the form for the examination, so that the course would be started.
Swamishri established the Shri Swaminarayan Vidvan Mandal in Kashiji; so that the Sampraday would be spread in a special way through lectures and the like in public meetings, its letters and so on were arranged under a registered name and put before the public. Shri Krushnavallabhacharyaji entered the Brahmin Maha Sammelan of the university, took up Sanskrit lectures in the assemblies and work as a member, and in that way found a good time to spread the principles of the Shri Swaminarayan Sampraday; the compilation for holding the Brahmin Maha Sammelan was done through Acharya Shri Vasudevprasadji Maharaj; it succeeded, and among the ten thousand or so scholars of the Brahmin Maha Sammelan the Shri Swaminarayan Sampraday gained a place in the form of direct darshan. After that, Shri Shastriji Shri Krushnavallabhacharya kept giving the acharyas repeated advice and suggestions to form relations with the families of scholars; as the fruit of this, among the settled families of Kashi’s scholars, relations of vevai-vela (marriage ties between families) were formed; these matters were already going on. When Shripatiprasadji Maharaj came to Kashiji, the scholars honoured him with garlands and recommended that a mandir be built in Kashiji; giving attention to the scholars, Shripatiprasadji Maharaj performed the khatmuhurta on the land in Kashiji for the building of the mandir.
Shri Krushnavallabhacharyaji and other scholars such as Laxmanshastriji were together; after that Acharyashri, understanding the need, came to Calcutta, took a building of three or four storeys for a mandir, had a mandir made in it and kept sants there; and the mandir of Kashiji was completed after a long time. At its pratishtha mahotsav, obtaining great materials such as golden benches, chairs, tents and woollen carpets and a canopy from Ghanshyamdas Birla, Shri Krushnavallabhacharyaji celebrated the mahotsav with great splendour; in it a public meeting of mahamahopadhyayas, acharyas, Shri Birla and officials, citizens and others was arranged; in the grand assembly of scholarly pandits, Shri Krushnavallabhacharyaji Maharaj gained great victory in Sanskrit discourses and shastrarthas, and through Kothari Shastri Dharmasvarupdasji of Vadtal Mandir and Pujya Acharya Maharajshri, gifts, dakshinas and prizes were presented to all the scholarly pandits present in the grand assembly, everyone was specially honoured and worshipped, and by all the scholars the number 1008, of dharmaguru, was given in honour to Pujya Acharya Shri Anandprasadji Maharaj. Before that, the auspicious number 108 was taken in honour before the auspicious name of the Acharya Maharajshri sitting on the gadi of the Sampraday; now the number 1008 is always added in honour. The credit for it certainly and without doubt goes to Shri Krushnavallabhacharyaji. For this great extraordinary work, Acharya Shri Anandprasadji Maharaj was especially pleased with him.
In Kashiji, the excellence and Vaishnav nature of the Shri Swaminarayan Sampraday, the manifestation of Bhagwan Shri Hari among the Saryupareen (Saryuparin) Brahmins, and the great sampraday of Maha Gujarat, a holy sampraday established by the Brahmin Bhagwan, were declared in a special way.
Through the granths composed by Shri Krushnavallabhacharyaji, the Sampraday began to gain greater fame among scholars in India and abroad; granths such as the Hitopadesha Kiranavali and Tarkasangraha Kiranavali and other Prathama-level works were printed in hundreds of editions and spread through the presses, through students, into the world. The Swaminarayan Sampraday, with its acharyas, brahmacharis, sadhus, parshads, haribhaktas, Sankhya-yogi satis and dharmic women, and its mandirs, murtis, upasanas and so on, became famous in a superior position. Small and large Shikshapatris were given to thousands of pandits, and on that basis universal acceptance became firm; the delusions in the people’s talk of old times were removed; the mandir and sants began to stay in Kashi continuously, and through the residents of the tirtha too became bringers of fame throughout the world; some English books began to be written; revolts began to arise in the sampradays, and they too took the shelter of Kashi to gain fame and glory. They kept their own drums beating, and out of them the great dhol began to sound and flow forth.
Shri Krushnavallabhacharyaji, on behalf of the Sampraday, kept up public lectures in Gujarat, Saurashtra and elsewhere in greater measure, and in the philosophical principles, in the Vaishnav principles, in independent tattva-padarthas, in fruits, means and establishments, in sincere support in the karmakands, he set flowing among the people, through assemblies, great lights full of electric radiance, streams of public education, instructive sciences and duty-bound ways; as a result the new young sants of the Sampraday adopted this method and became public speakers, began to travel in India and abroad, and began to be a help to the satsangis living abroad in the spread of the Sampraday; mandirs were established abroad. Such seeds of vastness Shri Krushnavallabhacharyaji sowed, grew and nourished as a service to the Sampraday.
After Shri Krushnavallabhacharyaji settled in Saurashtra, having thought it over so that no Sanskrit institution in the whole world should be left out, the work by which the manifestation of Bhagwan Shri Swaminarayan could be known and taught: Shri Achintyanandji Brahmachari, living in Junagadh, composed an excellent poem-shastra of 17 (seventeen) sargas (cantos) in Sanskrit; written with commentary, it was received by Shri Krushnavallabhacharyaji through Brahmachari Ishanandji Shastriji and Balkrushnanandji; he gave it to Shri Shwetvaikunthdasji Nyayacharya, the mahant of Kashi, to have it printed; it was printed in a good form; and to carry it to the ends of the world, he obtained from the great vidyalayas the lists of Sanskrit and English and other colleges of the whole world, and, to send the famous book of the poem to each address in them, arranged through the scholar Shri Hariprakashshastriji of Shri Gadhpur, living in Kashi; he took one full year of effort, so that no education department should be left out, and sent the poem to all the institutions in the countries of this earth, Asia, Africa, Vilayat, Russia, China, Japan, Java, Sumatra, India and others, Australia, Lanka and others, England and others, America, Canada and others, Greenland, Germany, France, Spain, Holland, Poland, Turkestan, Italy and others, Arabia, Pakistan, Baluchistan, Afghanistan, Iran, Tehran, Basra, the Himalayan Tibet, Kashmir, Nepal and others; and all the cost of sending was met by Shri Krushnavallabhacharyaji. Through that poem and other granths, the scholars of the countries on the globe of this earth came to know more that the Shri Swaminarayan Sampraday is in India; many letters came, in which they gave promises to place those granths in their departments.
Congratulations from scholars across the world began to come for Shri Krushnavallabhacharyaji. Therefore a granth of those congratulatory letters, called Shri Krushnavallabhacharyaji Abhinandan Granth – Vidvanokrut – Abhinandanani, was also published.
Through the sampradayik sants, it became clear among the Saryupareen scholars that Shri Swaminarayan Paramatma took birth in a Saryupareen Brahmin family and established the path of bhakti in the best way. Because of that, the Sampraday’s honour and respect has grown a great deal in Kashi in India.
For the fame of the Shri Swaminarayan Sampraday, Shri Krushnavallabhacharyaji Maharaj kept his pen going all his life; dedicating his saint’s life night and day to bhakti and the knowledge of vidya, he has preserved his state of self-offering; the world has begun to regard him as an avatar of the supreme power; having written 53 granths, he has given Saraswat service to India and to foreign countries; the scholars of the world have offered congratulations to him, who is Shwetayan Vyas, famed in all the shastras, appeared again today after five thousand years to encourage learning.
The political and public educational institutions of the world have conferred many titles on Shri Krushnavallabhacharyaji Maharaj.
Mahamahopadhyaya, Bharatbhushan, Vaishnavavidvattasarvabhauma, Darshanikpanchanan, Shaddarshanacharya, Nyayavaisheshik Shastri, Navyanyayacharya, Sankhyayogatirtha, Vedantatirtha, Mimamsatirtha, Sahityamanishi, Darshanikmartand, M.A., D.Litt., D.Phil., Doctor: Shri Krushnavallabhacharyaji Maharaj has received such excellent titles. At the mahotsav of the Junagadh Sardhashatabdi Patotsav, Shri Krushnavallabhacharyaji Maharaj, being in the main presidential position, made the whole organised service, the continuity of the assembly discourses, the invitations, gifts, honours, service of the sangh, hospitality, the splendour of the court of the Lord and its modesty, shine greatly.
Hearing of the Sampraday that has become famous throughout the world through literature and shastras, groups and societies of satsangis, pleased, have come into existence and begun to take the benefit of the sampradayik propagation; and because of the clear introductions for the sampradayik sadhus to go abroad, through Shri Krushnavallabhacharyaji, who had planted them from the beginning in the pages of the shastras, many sadhus have begun to go abroad easily for sampradayik propagation and are doing the propagation; a very strong foundation helps them and will help them; as is human nature, the time to take delight in the pride of their own works, as if borrowed, is also truly to be made meaningful without obstruction; the spread of satsang in the world, and through literature the Shri Swaminarayan Sampraday becoming worthy of honour in the first place, is likely.
Bhagwan Shri Krushnavallabhacharyaji Shastriji Maharaj had a grand assembly hall built in Jamnagar and had the mandir’s domes, pradakshina, paintings and so on made, had marble laid, and had works such as gold and silver swings done. Coming from Jamnagar to Rajkot, he had a very grand mandir completed, installed in it the murtis of Shri Lakshminarayan Dev and others, and had gold and silver doors, kalashes and so on made in the bhandar and assembly hall. From there, having finished the work at Jamnagar, he came to Junagadh and had the new Shri Gunatitanand Maha Sabha Mandap of Junagadh made; had painting, marble work and gold and silver thrones and kalashes made; had a marble dairy-canopy and chhatri made for the pillar with the seat of Shri Gunatitanand Swami for sitting in the assembly, and had raised work and painting done in the blocks on all four sides, and the grille of the throne and so on made; had the craftsmanship and carving of the assembly hall done by Shri Hari Sharanagati Mandal, and had the grille of the throne and so on made; had the rooms of the office and pathshala, the stairs, marble, mosaic and so on made. Obtaining funds from Mumbai, Pune, Surat, Jamnagar, Rajkot, Gondal, Junagadh, Manavadar, Shapur, Una, Babariyawad, Kathiawad, Surat district and abroad, he had such great works done worth about thirty lakhs; the surplus collection of the mahotsav Shri Shastriji Maharaj had dedicated to the education and learning department, and he increased satsang.
By composing 53 shastras, an ocean of his own learning, in Sanskrit, Hindi, English, Gujarati and other languages, he has given the world the recognition of the Shri Swaminarayan Sampraday, and has made India acquainted with the fact that Bhagwan himself appeared among the Saryupareen Brahmins.
